Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગર્ભવતી પુત્રવધુ પર સસરાએ કર્યુ દુષ્કર્મ, પતિ બોલ્યો - હવે તુ મારી મા છે, તને સાથે નથી રાખી શકતો

Webdunia
ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (12:35 IST)
યૂપીના મુઝફફરનગરમાંથી એક ખૂબ જ હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહી પતિની ગેરહાજરીમાં સસરાએ  પોતાની પ્રેગનેંટ પુત્રવધુ સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યુ. જ્યારે આ વાતની માહિતી પીડિત મહિલાએ પોતાના પતિને આપી તો તેના પતિએ તેને શરીયત કાયદાનો હવાલો આપતા પોતાની પત્નીને સાથે રાખવાની ના પાડી દીધી સાથે જ કે તુ હવે મારી પત્ની નથી. મારા પિતા દ્વારા તારી સાથે સંબંધ બનાવ્યા બાદ હવે તુ મારા અબ્બુની પત્ની બની ચુકી છે અને મારી માતા છે તેથી હુ હવે તારી સાથે નથી રહી શકતો. આવુ કહીને પત્નીને ઘરમાંથી બહાર કાઢી મુકી. પીડિત મહિલાએ હવે પોતાના સાસુ-સસરાની સાથે પતિ વિરુદ્ધ સ્થાનીક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પત્ર આપીને ન્યાયની માંગણી કરી છે. 
 
પોલીસે મહિલાની રિપોર્ટના આધાર પર આરોપી સસરા વિરુદ્ધ 376 ધારા હેઠળ કેસ નોંધીને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. 
 
જાણો શુ છે સમગ્ર મામલો 
 
ઉલ્લેખનીય છે કે મામલો યૂપીના જનપદ મુજફ્ફરનગરના કકરૌલી પોલીસ સ્ટેશનના એક ગામનો છે.  અહી રહેનારી 20 વર્ષીય યુવતી તબસ્સુમના લગ્ન મેરાપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના ગામ સિકંદરપુરના રહેવાસી મુદસ્સિર પુત્ર ઈસ્તખાર સાથે 19 ઓગસ્ટ 2022ના રોજ થયા હતા. પીડિત મહિલા તબસ્સુમનો આરોપ છે કે લગ્ન પછીથી જ તેના સસરા ઈસ્તેખારની તેના પર દાનત સારી નહોતી. 5 જુલાઈ 2023ના રોજ જ્યારે તેનો પતિ મુદસ્સિર પોતાની માતાને હકીમ પાસે બતાવવા માટે મીરાપુર ગયો હતો, એ દરમિયાન તેને ઘરમાં એકલી જોઈને તેના સસરાએ તેની સાથે બળજબરી કરીને તેનો રેપ કર્યો અને કોઈને બતાવવા પર તેને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી. 
 
પતિએ કાઢી ઘરમાંથી બહાર 
 
સાંજે જ્યારે તેના સાસુ અને પતિ ઘરે પરત ફર્યા ત્યારે તેણે સમગ્ર ઘટનાની જાણ તેના સાસુ અને પતિને કરી હતી.  ત્યારબાદ મુદસ્સિરે પોતાની પત્ની તબસ્સુમને એવુ કહીને ઘરમાંથી બહાર કાઢી મુકી કે હવે તમારો મારી સાથે કોઈ સંબંધ નથી.  જ્યારે મારા અબ્બુએ તારી સાથે સંબંધ બનાવી લીધો છે તો હવે તુ મારા અબ્બુની પત્ની બની ગઈ છે અને મારી મા તેથી હવે તુ મારી સાથે નથી રહી શકતી. એવુ કહીને સાસુ અને પતિએ તેને મારીને ઘરમાંથી કાઢી મુકી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video : એંજિન અને કોચની વચ્ચે દબાયો રેલ કર્મચારી, વીડિયો જોઈને કાંપે જશો

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મુંબઈની શુ કેન્દ્ર દ્વારા થઈ રહી છે ઉપેક્ષા, ચૂંટણીમાં જનતાની શું છે અપેક્ષાઓ?

રિટાયરમેંટ વખતે બે કરોડ રૂપિયાની મૂડી કઈ રીતે મેળવી શકો?

200 રૂપિયા આપીને SDM પ્રાઈવેટ પાર્ટની કરાવતો હતો મસાજ

કારમાં મળી 27 વર્ષીય યુવતીની લાશ, ઓનર કિલિંગનો મામલો હોવાની શંકા

આગળનો લેખ
Show comments