Webdunia - Bharat's app for daily news and videos

Install App

Crime news - મામાએ 11 વર્ષની ભાણેજ પર સતત છ માસ સુધી આચર્યુ દુષ્કર્મ

Webdunia
બુધવાર, 4 મે 2022 (10:41 IST)
આજકાલ સંબંધો કયા માર્ગે જઈ રહ્યા છે એ જાણીને ખૂબ દુખ થાય છે. પહેલા આપણે યુવાન દિકરીઓને જ રોકટોક કરતા હતા પરંતુ આજકાલ તો નવજાત બાળકીથી લઈને પ્રોઢ મહિલા સુધી કોઈએ પણ કોઈપણ સંબંધ કે પડોશી પર વિશ્વાસ કરવો મુશ્કેલ  થઈ ગયો છે.  અમરેલીના ચક્કરગઢ રોડ પર રહેતા એક શખ્સે પોતાની 11 વર્ષની કૌટુંબિક ભાણેજ પર સતત છ માસ સુધી દુષ્કર્મ આચરી શારીરિક છેડછાડ કરી મામા ભાણેજના સંબંધને લજવ્યો હતો. એટલુ જ નહી આ શખ્સે પોતાની બહેનને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
 
ગેરસમજનો લાભ લઈ કૃત્ય કર્યું
અમરેલીમાં ચક્કરગઢ રોડ પર શેરી નંબર-4મા રામવાડીમા રહેતા યશ મહિપતભાઇ ભટ્ટ નામના યુવાન ઉપરાંત તેના પિતા મહિપત હિમતલાલ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. યશની કૌટુંબિક બહેને ફરિયાદ નોંધાવી હતી કે તેની બહેનની માત્ર 11 વર્ષ અને 5માસની ઉંમરની દીકરી પર તેણે આ કૃત્ય આચર્યુ હતુ. નાની દીકરીની ગેર સમજણનો લાભ લઇ તે વારંવાર તેની સાથે શારીરિક અડપલા કરતો હતો અને અકુદરતી રીતે કામ વાસના સંતોષતો હતો.
 
કાપી નાખવાનું કહી ધમકી આપી
આ શખ્સે છ માસના સમયગાળા દરમિયાન તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતુ. યશના પિતા મહિપતને આ અંગે જાણ થતા તેણે પોતાના પુત્રને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. એટલુ જ નહી યશની કૌટુંબિક બહેન જયારે આ અંગે ફરિયાદ કરવા પોલીસ મથકે જઇ રહી હતી ત્યારે બાપ દીકરા બંનેએ તમને કાપી નાખવા જોઇએ તેમ કહી ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી હતી. માત્ર 11 વર્ષની બાળકી પર કૌટુંબિક મામાના આ પ્રકારના દુષ્કૃત્યથી સમાજમા તેના પર ફિટકાર વરસી રહ્યો છે. બનાવ અંગે સીટી પોલીસે આઇપીસીની જુદીજુદી કલમ ઉપરાંત પોકસો એકટ હેઠળ પિતા પુત્ર બંને સામે ફરિયાદ નોંધી છે. બનાવ અંગે સીટી પીઆઇ તપાસ ચલાવી રહ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ