Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ ક્રાઈમ - પ્રેમમાં ફોસલાવીને સગીરા સાથે બે વાર કર્યુ દુષ્કર્મ

Webdunia
શુક્રવાર, 29 એપ્રિલ 2022 (14:59 IST)
બદલતા યુગ સાથે ઘણુ બધુ બદલાય રહ્યુ છે. પહેલા એક જ માતા પિતાના 7-8 સંતાન હોવા છતા દરેક સંતાનને માતા પિતાની બીક હતી કારણ કે માતા-પિતાની નજર બાળકો પર રહેતી હતી. પરંતુ સમય વીતતો ગયો અને આજે એક કે બે સંતાનો હોવા છતા એવુ કહેવુ ખોટુ નથી કે માતા-પિતા બાળકો પર ધ્યાન આપતા નથી કે આપી શકતા નથી.  કારણ કે કા તો માતા-પિતા જોબ કરતા હોય કે પછી સંતાનો પર દરેક વાત પર વિશ્વાસ.  જોવા જઈએ તો આજકાલ કમ્યુનિકેશન ગેપ પણ વધી ગઈ છે. સંવાદ જ ખતમ થઈ ગયો છે.  તેથી ઘણી વાતો બાળકોની પેરેંટસને ખબર હોતી નથી કે પછી સંતાનો બતાવવુ જરૂરી સમજતા નથી. આવુ જ કંઈક બતાવતી આજની રાજકોટની ઘટના છે. 
 
રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સગીર વિદ્યાર્થિનીના પિતાએ વિશાલ પરમાર નામના યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ધોરણ 11ની વિદ્યાર્થિનીને ગત નવરાત્રિમાં વિશાલ પરમાર નામના યુવાન સાથે સંપર્ક થયો હતો. બાદમાં બંને અવારનવાર મળતાં હતા અને એક વખત ચોટીલા પણ ફરવા ગયા હતા. ગત બુધવારે વિશાલે ધારેશ્વર મંદિર પાસે વિદ્યાર્થિનીને બોલાવી હતી. આથી તે પોતાની સાઇકલ લઇ મંદિર પાછળની શેરીમાં રાખી વિશાલ સાથે બાઇકમાં બેસી જતી રહી હતી. વિશાલ જામનગર રોડ પર તેના મિત્રના ઘરે લઇ ગયો હતો અને ‘આપણે લગ્ન કરવા જ છે, તું ચિંતા ન કર' કહી બે વખત દુષ્‍કર્મ આચર્યું હતું.
 
વિદ્યાર્થિનીના પિતાએ વિશાલ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે ભોગ બનનાર 16 વર્ષની વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ પરથી જામનગર રોડ પર રહેતાં વિશાલ ચંદુભાઇ પરમાર નામના શખ્‍સ સામે IPC 363, 366, 376, પોક્‍સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદમાં છે કે, હું કારખાનામાં કામ કરું છું. મારે ત્રણ સંતાન છે. જેમાં મોટી 16 વર્ષ 3 માસની દીકરી ધોરણ 11માં અભ્‍યાસ કરે છે.
 
નવરાત્રિમાં દીકરીને વિશાલ સાથે સંપર્ક થયો હતો
એ પછી અમે ગઇકાલે ફરીથી દીકરીની પરિવારના સભ્‍યોએ સાથે મળી પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે, ગત નવરાત્રિમાં ગરબી રમવા ગઇ હતી ત્‍યારે જામનગર રોડ પર રહેતાં વિશાલ પરમાર સાથે પરિચય થયો હતો. બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. એ પછી ગયા ડિસેમ્‍બરમાં ધારેશ્વર મંદિરવાળી ગલીમાં મળ્‍યા હતાં. ત્‍યારબાદ બે મહિના પહેલા ચોટીલા ફરવા ગયા હતાં. આ રીતે અવારનવાર રાજકોટમાં મળતાં હતાં.
 
દુષ્કર્મ આચરી વિશાલ ફરી મંદિર પાસે મૂકી ગયો
ગત બુધવારે વિશાલનો ફોન આવતાં પોતે સ્‍કૂલડ્રેસ પહેરીને ધારેશ્વર મંદિર પાસે ગઇ હતી. સાઇકલ ત્‍યાં જ રાખી વિશાલના બાઇકમાં બેસી ગઇ હતી. વિશાલ મને તેના જામનગર રોડ પર રહેતાં ફ્રેન્‍ડ હુશેનના ઘરે લઇ ગયો હતો. ત્‍યાં કોઇ ન હોઈ વિશાલે ‘આપણે લગ્ન કરવા જ છે, તું ચિંતા ન કર' તેમ કહી મને નિર્વસ્ત્ર કરી બે વખત શરીરસંબંધ બાંધી લીધો હતો. એ પછી સાંજે હુશેનના ઘરેથી મને ધારેશ્વર મંદિર પાસે મૂકી ગયો હતો. ત્‍યારે અહીં સાઇકલ પણ ન હોઈ વિશાલ મને ઘર નજીક ઉતારી જતો રહ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

જો તમે પણ મધ્યપ્રદેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો શિયાળાના અંત પહેલા આ અદ્ભુત અને સુંદર સ્થળની મુલાકાત લો.

સાઉથ સુપરસ્ટારની ફિલ્મની રિલીઝ પર ફરી એક વાર હોબાળો, ફેંસ એ સિનેમા હોલમાં જ ફોડ્યા ફટાકડા, ખૂબ થયો હંગામો

ગુજરાતી જોક્સ - Valentine Jokes

Gujarati Jokes - મજેદાર જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Homemade Chocolates for Valentine's Day: જો તમે તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માંગતા હોવ તો ઘરે જ બનાવો ટેસ્ટી ચોકલેટ્સ, સંબંધોમાં મધુરતા ઓગળી જશે.

Happy Chocolate Day Shayari 2025: ચોકલેટ સાથે પાર્ટનરને મોકલો આ પ્રેમભર્યો સંદેશ

Happy Propose Day Quotes in Gujarati - હેપી પ્રપોઝ ડે મેસેજ

Turmeric To Reduce Uric Acid: હળદરથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા,જાણી લો આ ઘરેલૂ ઉપાય Uric Acid રહેશે કંટ્રોલમાં

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

આગળનો લેખ
Show comments