Biodata Maker

ઇસનપુર ગેંગરેપ કેસ: સગીરા સાથે ગેંગ રેપ ગુજારનાર ત્રણ નરાધમને આજીવન કેદની સજા

Webdunia
મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (11:24 IST)
અમદાવાદના શહેરના ઇસનપુર વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે બળજબરી પૂર્વક સામુહિક દુષ્કર્મ ગુજારવાના ચકચાર ભર્યા કેસમાં સ્પે.પોકસો કોર્ટના જજ એચ. એ.ત્રિવેદીએ ત્રણ આરોપીઓને તકસીવાર ઠેરવી જીવે ત્યાં સુધી સજા ફટકારી છે. ભોગ બનનારને એક લાખ વળતર તરીકે ચૂકવવા પણ આદેશ કર્યો છે.
 
કોર્ટે પોતાના ચુકાદા માં એવું અવલોકન કર્યું હતું કે,આરોપીઓની સામે ગંભીર પ્રકારનો ગુનો છે.ભોગબનનારના 164 મુજબના નિવેદનના આધારે સજા ફટકારી હતી. સજા પામેલમાં મનીષ વાળદ,મેહુલ મરાઠી અને પવન યાદવનો સમાવેશ થાય છે.
 
બનાવની વિગત એવી છે કે,ગઈ તા.12/5/2019ના રોજ સગીરા ઘરે એકલી હતી ત્યારે આરોપી મનિષે બળજબરી પૂર્વક મોઢું દબાવી દુષ્કર્મ ગુજારી ફોટા પાડી લીધા હતા.તેના બીજા મિત્રો આરોપીઓએ પણ ફોટા વાઇરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી વારંવાર ત્રણે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યો હતો.જેમાં એક સગીર કિશોરે પણ દુષ્કર્મ ગુજાર્યો હતો.તેનો કેસ હાલ બાળ અદાલતમાં પડતર છે.
 
સગીરાને 7 માસનો ગર્ભ રહી જતા હાઇકોર્ટ થી ગર્ભપાતની પરવાનગી મેળવી હતી.આ કેસ ચાલી જતા સરકારી વકીલ નિલેશ લોધા એ 27 સાક્ષી તપસ્યા હતા અને25 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એકલા હોય અને હાર્ટ અટેક આવે તો શું કરવું જોઈએ, આવો જાણો આવી સ્થિતિમાં કઈ મેડિકલ ટીપ્સ બચાવશે તમારો જીવ

Happy Promise Day 2026 Shayari: હું દરેક ક્ષણે તારી સાથે રહેવાનું વચન આપું છું, પ્રોમિસ ડે પર દિવસની શરૂઆત યાદગાર બનાવવા પાર્ટનરને મોકળો આ રોમાંટિક પ્રોમિસ ડે શાયરીઓ

વેલેન્ટાઇન ડે પર રેડ વેલ્વેટ કૂકીઝ

કેન્સરમાં હળદર કેટલી લાભકારી ? કેવી રીતે ઉપયોગ કરવાથી ભરપૂર ફાયદો મળે છે ?

Teddy Day - શું તમે ટેડી ડે ઉજવવા પાછળની રસપ્રદ વાર્તા જાણો છો?

વધુ જુઓ..

નવીનતમ

રાજપાલ યાદવના મુશ્કેલ સમયમાં સોનૂ સૂદ બન્યો સહારો: તિહાર જેલમાંથી બહાર લાવવા અને 9 કરોડનું દેવું ચૂકવવાની લીધી જવાબદારી

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

કોણ છે તન્વી ગડકરી ? IND vs USA મેચમાં સૂર્યકુમાર યાદવના સુપલા શૉટ પર સ્ટેડિયમમાં કર્યો ડાંસ, રાતોરાત થઈ ગઈ વાયરલ

ગુજરાતી જોક્સ -પત્ની સાથે ઝઘડો ન કરવો

Jagjit Singh Gujarati Songs જીવન મરણ છે એક (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments