Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમા એક તરફી પ્રેમમાં યુવકે મહિલાના પતિને કાપડના તાકા નીચે દબાવી મોતને ઘાટ ઉતાર્યો

Webdunia
શુક્રવાર, 18 ફેબ્રુઆરી 2022 (19:24 IST)
સુરત જિલ્લાના પલસાણા ખાતે ઇકો ટેક્સટાઇલ પાર્કમાં આવેલી રતન પ્રિયા મિલમાં કામ કરતાં યુવાનની કાપડના તાકા નીચે સડી ગયેલી દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. પોલીસે મિલના સીસીટીવીની ચકાસણી કરતાં તેને તેની સાથે કામ કરતાં શખ્સે કાપડના તાકા નાંખી દાટી દઈ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. મરનારની પત્ની સાથે હત્યા કરનારને એક તરફી પ્રેમ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. 
 
આરોપી મૃતકની પત્નીને એક તરફી પ્રેમ કરતો હતો
પલસાણા તાલુકાના ઈટાળવા ગામે કાઠીયાવાડી હોટલની પાછળ આવેલા બિલ્ડિંગમાં આકાશબાબુ રામબહાદુર કોરી (ઉ.વ.21 મૂળ રહે. મધ્યપ્રદેશ) પત્ની સાથે રહેતો હતો અને ઇકો ટેક્ષ્ટાઈલ પાર્કમાં રતન પ્રિયા મીલમાં કામ કરતો હતો. આકાશબાબુ સાથે લક્ષ્મણ ગિરજાશંકર આરક પણ કામ કરતો હતો. લક્ષ્મણને આકાશબાબુની પત્ની ગમતી હોય એક તરફી પ્રેમ કરતો હતો. લક્ષ્મણે અગાઉ આકાશબાબુની પત્નીને છેડતી કરવા પ્રયત્ન કરતાં આકાશબાબુ તથા તેના વતનમાં અન્ય લોકોએ ઠપકો આપ્યો હતો. જે લક્ષ્મણે મનમાં રાખી મૂક્યો હતો. 

યુવકની દુર્ગંધ મારતી હાલતમાં લાશ મળી
ગત સોમવાર તા.14મીએ રાત્રે નોકરી ઉપર આકાશબાબુ અને લક્ષ્મણ મીલમાં કામ કરતા હતા. દરમિયાન મધ્યરાત્રીએ આકાશબાબુ કાપડના તાકા નજીક ઉંઘી ગયો હતો. તે સમયે લક્ષ્મણે કાપડના તાકા આકાશબાબુ પર નાંખી દીધા હતા. આકાશબાબુ દટાઈ જતા મોત થયું હતું. દરમિયાન ગુરૂવાર સવારે કાપડના તાકામાંથી દુર્ગંધ આવતા કાપડના તાકા ખસેડતા આકાશબાબુની સડી ગયેલી લાશ મળી આવી હતી. પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. 
 
આરોપી કાપડના તાકા નાંખતો સીસીટીવીમાં કેદ
મીલમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં આકાશબાબુ ઊંઘતો હતો ત્યારે તેના ઉપર લક્ષ્મણ કાપડના તાકા નાંખતો નજરે પડતાં પોલીસે લક્ષ્મણને પકડી લીધો હતો. પોલીસે લક્ષ્મણની પ્રાથમિક પૂછપરછ કરતાં આકાશબાબુની પત્નીને એક તરફી પ્રેમ કરતો હતો અને તેને એક વખત પકડવા જતાં આકાશબાબુ અને તેના વતનના અન્ય લોકોએ ઠપકો આપતાં મનમાં અદાવત રાખી હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે અકસ્માત બાદ હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સંભલ પર રાહુલ ગાંધીનો યુ-ટર્ન, ગાઝિયાબાદ બોર્ડરથી પરત ફર્યો કાફલો

Financial Prediction for 2025: વર્ષ 2025 માં જાતકોની આર્થિક સ્થિતિ કેવી રહેશે

Gujarati Top 10 news - અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે અકસ્માતમાં 3 ના મોત

LIVE: દેવેન્દ્ર ફડણવીસ જ બનશે મહારાષ્ટ્રના સીએમ, બીજેપીની બેઠકમાં બની સહમતિ

અયોધ્યામાં રામ મંદિરના પહેલા માળનું ઉદ્ઘાટન 11 જાન્યુઆરીએ, હવે નિર્માણ કાર્ય માર્ચ નહીં પણ જુલાઈ સુધીમાં થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments