Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગરમાં લૂંટેરી દુલ્હનો લગ્નના 15 દિવસમાં જ લાખો રૂપિયા લઈ રફૂચક્કર

Webdunia
મંગળવાર, 14 મે 2024 (17:41 IST)
જિલ્લામાં રૂપાલ અને રાંધેજાના ત્રણ યુવકો સાથે લગ્નના સાત ફેરા ફર્યા બાદ ત્રણેય દુલ્હનો લાખો રૂપિયા લઈ ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર ત્રણેય યુવકોના લગ્ન કરાવનાર એક જ વ્યકિત હોવાનું અને ત્રણેય દુલ્હનો વલસાડ જિલ્લાની રહેવાસી હોવાનું ખૂલ્યું છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ લૂંટેરી દુલ્હન સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તમામની શોધખોળ હાથ ધરી છે. પોલીસે લોકોને આ પ્રકારની ગેંગથી સાવધાન રહેવા પણ અપીલ કરી છે. આ ગેંગ દ્વારા રૂપાલ, રાંધેજા, કડી તેમજ અમદાવાદના કુલ છ યુવાનો સાથે લગ્નનું તરકટ રચી 20 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. 
 
લગ્ન બાદ યુવતી 15 દિવસ સાસરીમાં રહી અને ફરાર થઈ ગઈ
રૂપાલ ગામનો 34 વર્ષીય યુવક અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના લગ્ન માટે ગામમાં રહેતા શૈલેષ પટેલે ત્રણેક મહિના અગાઉ યુવકને લગ્ન માટે એક છોકરીનો ફોટો બતાવીને કહેલું કે, આ છોકરી તારા માટે સારી રહેશે. આથી ફોટો જોઈને છોકરી પસંદ આવતાં યુવકે તૈયારી બતાવતાં લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે શૈલેષ પટેલે કહેલું કે છોકરી વાળા લગ્નના ખર્ચને પહોંચી વળે એમ નહીં હોવાથી તમારે આર્થિક મદદ કરવી પડશે. યુવકે 3 લાખ રોકડા નારદીપુર વહાણવટી માતાના મંદીર ખાતે શૈલેષ પટેલની હાજરીમા છોકરીના જીજાજી હીતેષભાઈ પટેલને આપ્યા હતા. લગ્ન બાદ યુવતી સાસરીમાં રહેવા આવી હતી અને ત્યાર બાદ પિયર ગઈ હતી. તેણે દાંતની સારવાર માટે યુવક પાસે 24 હજાર મંગાવ્યા હતાં પણ યુવકે તેને અમદાવાદમાં સારવાર કરવાનું કહેતા જ યુવતીએ બરબાદ કરવાનું કહી કોર્ટમાં મળીશું એવી ધમકી આપી હતી. 
 
પોતાની સાથે થયેલ ઘટના અન્યો સાથે થઈ હોવાનું જણાયું
આ યુવકને એવું જાણવા મળ્યું હતું કે, રૂપાલ ગામના મેહુલને પણ શૈલેષ પટેલે રોહીણી રાધેકાંત પટેલ સાથે માર્ચ 2024ના રોજ છત્રાલ ખાતે આવેલ કડવા પટેલની વાડીમાં લગ્ન કરાવ્યા હતા. જે છોકરી એક મહિનો રોકાઈને 3.40 લાખની છેતરપિંડી આચરી નાસી ગઈ છે. તેવી જ રીતે રાંધેજા ગામના યુવકનાં લગ્ન પણ નયના રાજગુરૂ પટેલ સાથે એપ્રિલ 2024માં આર્યસમાજની વાડીમાં શૈલેષ પટેલે કરાવી આપ્યાં હતાં. એ છોકરી 3.50 લાખ લઈને છૂમંતર થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. જેનાં પગલે ભોગ બનનાર ત્રણેય યુવાનોએ શૈલેષભાઈ પટેલને રૂપાલ ખાતે આવેલ પિનાકીન વિશાભાઈના બોર ઉપર મળવા બોલાવ્યો હતો. તેણે બધાને વિશ્વાસ આપેલો કે, ત્રણેયને પરણેતર પાછી લાવી આપશે. નહીં તો લગ્નનો તમામ ખર્ચ પરત આપશે. બાદમાં ત્રણેય યુવાનોએ પોત પોતાની પત્નીનો સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા હતા.પરંતુ આજદિન સુધી કોઈનો પત્તો લાગ્યો ન હતો. બીજી તરફ શૈલેષ પટેલ પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. 
 
ત્રણ યુવાનોએ પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
આ અંગે ભોગ બનનાર યુવાનોએ કહ્યું કે, શૈલેષ પટેલ, હિતેશ પટેલ, માનસી પટેલ,રોહિણી પટેલ તેમજ નયના પટેલ તેમજ એક અજાણી મહિલા સહિતની ગેંગે લગ્નનું તરકટ રચી લાખો રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવી છે. આ ગેંગ દ્વારા રૂપાલ, રાંધેજા, કડી તેમજ અમદાવાદના કુલ છ યુવાનો સાથે લગ્નનું તરકટ રચી 20 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. જે પૈકી ત્રણ યુવાનોએ પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ડીવાયએસપી ડી.ટી.ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારની છેતરપિંડીના બનાવ હાલમાં પણ ચાલુ છે. લોભ લાલચથી કોઈ વચેટિયો લગ્ન કરાવી આપવાની લાલચ આપે તો તે બાબતે તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments