rashifal-2026

WTC Final Weather Update: ટેસ્ટ વર્લ્ડ કપ ફાઈનલમાં વરસાદ બન્યો વિલન, જાણો આજે કેટલા સમયની રમાશે રમત

Webdunia
શુક્રવાર, 18 જૂન 2021 (11:58 IST)
જમવાનુ બનાવતી વખતે મોઢામાં અચાનક પત્થર આવી જાય તો સ્વાદનો આનંદ બગડી જાય છે. દુનિયાભરના ક્રિકેટ પ્રશંસક હાલ થોડો આવો જ અનુભવ કરી રહ્યા હશે.  એ એટલા માટે કારણ એક બાજુ ટેસ્ટ ક્રિકેટ  (Test Cricket)નો સૌથી મોટો મુકાબલો શરૂ થવામાં થોડા કલાક બચ્યા છે, તો બીજી બાજુ વરસાદના આગમન ભારત અને ન્યુઝીલેંડ (India vs New Zealand)ના ખેલાડીઓ સહિત પ્રશંસકોના માથા પર પણ ચિંતાના વાદળો છવાયા છે. ચિંતા એ માટે કારણ કે 18 જૂનથી વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીમાં ભારત અને કેન વિલિયમસન  (Kane Williamson) ના ખિતાબી મુકાબલા શરૂ થતા પહેલા જ વરસાદ વિલન બની ગયુ છે. ફાઈનલના એક દિવસ પહેલા એટલે કે 17 જૂનના રોજ સાઉથૈપ્ટન (Southampton)માં જોરદાર વરસાદ પડ્યો, આવો તમને બતાવીએ છીએ કે મેચના પહેલા દિવસ એટલે કે શુક્રવારે 18 જૂનના રોજ આ મહામુકાબલામાં પર વરસાદની કેટલી અસર પડશે. 
 
ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે આ મેચ 18 જૂનથી શરૂ થઈને 22 જૂન સુધી ચાલશે. પણ સમસ્યા આ વાતને લઈને છે કે આ પાંચ દિવસમાંથી ચાર દિવસ હવામાન વિભાગે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ચિંતા આ વાતને લઈને પણ છે કે એક બે દિવસ તો તોફાની હવાઓ ચાલવાનુ અનુમાન પણ બતાવાયુ છે. હવામાન વિભાગના મુજબ, 21 જૂન એટલે મે મેચના ચોથા દિવસને છોડીને બાકી બધા દિવસ વરસાદ પડશે.  પહેલા પણ આપણે જોયુ છેકે તાજેતરમાં જ ઈગ્લેંડ અને ન્યુઝીલેંડ વચ્ચે પણ ટેસ્ટ શ્રેણી પર  વરસાદની અસર જોવા મળી હતી. જેને કારણે પહેલી મેચ ડ્રો પર  સમાપ્ત થઈ. 
 
પહેલા દિવસ 90 ઓવરની રમત થવી મુશ્કેલ 
 
જો હવે સાઉથૈંપ્ટનના રોજ બાઉલ સ્ટેડિયમમાં વરસાદની આશંકાને સાચી માનવામાં આવે તો ચાહકોને ઝટકો લાગવો નક્કી છે. પણ ઈગ્લેંડમાં વરસાદનુ પોતાનો જુદો અંદાજ હોય છે અને જો થોડા દિવસ પહેલા સાઉથૈંપ્ટનમાં થયેલ વરસાદને જોવામાં આવે તો વરસાદના શરૂ થવા અને બંદ થવામાં વધુ સમય નથી લાગતો.  એવુ માનવામાં આવી રહ્યુ છે કે પહેલા દિવસએ જે વરસાદનુ અનુમાન છે તેના હિસાબથી મેચ પર બે થી ત્રણ કલાકની અસર પડી શકે છે. તેના હિસાબથી મતલબ થયો કે પહેલા દિવસે 90ને બદલે પ્રશંસકોને 60 થી 70 ઓવર સુધીની રમત જ જોવા મળી શકે છે. હવે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી મેચમાં કેટલા સમયની રમત હોય છે આ સવાલનો જવાબ પણ બધાને જલ્દી મળી જશે.  પણ સૌથી મોટો સવાલ એ જ છે કે છેવટે ભારત અને ન્યુઝીલેંડમાંથી આ ટ્રોફી પર કંઈ ટીમ કબજો કરશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

વધુ જુઓ..

નવીનતમ

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

ગુજરાતી જોક્સ - ટીવી પર મેચ

ગુજરાતી જોક્સ - ઊંઘ નથી આવતી

ગુજરાતી જોક્સ - સગાંવહાલાં

ગુજરાતી જોક્સ - બીજા લોકો

આગળનો લેખ
Show comments