Indian Premier League 2022 : હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના વિરુદ્ધ્ની મેચમાં ગુજરાત ટાઈટંસને હારનો સામનો કરવો પડ્યો. હૈદારાબાદના કપ્તાન કેન વિલિયમસન (Kane Williamson) એ શાનદાર હાફસેંચ્યુરી મારીને ટીમને જીત અપાવી. વિલિયમસન પ્લેયર ઓફ ધ મેચ ખિતાબ પણ જીત્યા. ગુજરાતની આ સીઝનની પહેલી હાર છે. હૈદરાબાદ સામેની મેચ દરમિયાન ગુજરાતના કેપ્ટન હાર્દિક પડ્યા ખૂબ ચર્ચામાં રહ્યા. એક તરફ જ્યાં હાર્દિકે હાફ સેંચુરી ફટકારી હતી તો બીજી તરફ હૈદરાબાદની ઇનિંગ દરમિયાન સાથી ક્રિકેટર મોહમ્મદ શમી ગુસ્સે થતો જોવા મળ્યો હતો, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં હાર્દિક સિનિયર બોલર શમીથી નારાજ જોવા મળી રહ્યો છે.
— Bodhisattva #DalitLivesMatter (@insenroy) April 11, 2022 >
ઉલ્લેખનીય છે કે હૈદરાબાદની ઇનિંગની 13મી ઓવર દરમિયાન, હાર્દિકના બોલ પર મોહમ્મદ શમી રાહુલ ત્રિપાઠીનો કેચ ચૂકી ગયો, ત્યારબાદ હાર્દિક સાથી ક્રિકેટર શમીને ઠપકો આપતો જોવા મળ્યો. બન્યું એવું કે આ ઓવરમાં વિલિયમસને હાર્દિકના બોલ પર સતત 2 સિક્સર ફટકારી હતી. જેના કારણે પંડ્યા ખૂબ જ નિરાશ થયા હતા.
આવી સ્થિતિમાં, ત્રિપાઠીએ જે ઓવર રમી તે જ ઓવરનો છેલ્લો બોલ, તે બોલ પર, રાહુલે ડીપ થર્ડ મેન તરફ એરિયલ શોટ માર્યો, જ્યાં શમી ફિલ્ડિંગ કરી રહ્યો હતો. બોલ હવામાં હતી પરંતુ શમીએ તેને પકડવાની કોશિશ ન બતાવી. બોલ શમીથી થોડો આગળ ટપ્પુ ખાઈને પડ્યો હતો.