Webdunia - Bharat's app for daily news and videos

Install App

BCCI સલાહકાર સમિતિમાં જોડાયા સચિન-સૌરવ-લક્ષ્મણ, શુ કામ કરશે ?

Webdunia
સોમવાર, 1 જૂન 2015 (16:31 IST)
બીસીસીઆઈએ સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણને સામેલ કરતા એક સલાહકાર સમિતિ બનાવી છે. આ સમિતિ પર ભારતીય ક્રિકેટની છબિ સુધારવાની જવાબદારી છે. બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ આ સમિતિનુ કામ ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. 
 
 
1. નેશનલ ટીમનું ગાઈડેંસ - આ સલાહકાર સમિતિ નેશનલ ક્રિકેટ ટીમને ગાઈડ કરશે. જેમા ક્રિકેટ ટીમની અંદર ખેલાડીઓનો તાલમેલ અને તેમની ટ્રેનિંગ અને ફિટનેસનુ ધ્યાન રાખવુ વગેરેનો સમાવેશ થઈ શકે છે.  એટલુ જ નહી ત્રણેય પોતે સારા બેટ્સમેન રહી ચુક્યા છે.  તેથી ટીમને બેટિંગ ટિપ્સ આપવાનુ કામ પણ આ ત્રણેયે કરવુ પડશે.   સૈદ્ધાંતિક રૂપે કેમ ન હોય.  ઉલ્લેખનીય છે કે ટીમને ગાઈક કરવા દરમિયાન આ સમિતિ ટીમના કોચનું પણ મૂલ્યાંકન કરશેઅને બોર્ડને કોચ રાખવા સંબંધી સલાહ પણ આપશે.  પસંદગી સમિતિની રચનામાં પણ આમની મુખ્ય ભૂમિકા રહેશે. આ બધામાં વિદેશી મેદાનો પર ટીમ ઈંડિયાનુ પ્રદર્શન જોવુ સૌથી મુખ્ય કામ રહેશે. 
 
 
2. ટેલેંટ પુલનુ નિર્માણ - બીસીસીઆઈની કોશિશ એ પણ છે કે આ ત્રણેય દિગ્ગજોના અનુભવનો ફાયદો યુવા ક્રિકેટરોને મળે.  જેના હેઠળ સમિતિ એ યુવા ચેહરા પર નજર રાખવી પડશે.  જે નિકટ ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ તરફથી જવાબદારી સંભાળવા તૈયાર હશે. 
 
 
3. ઘરેલુ ક્રિકેટ પર નજર - આ ઉપરાંત આ સમિતિ પર ઘરેલુ ક્રિકેટના માળખાને શ્રેષ્ઠ બનાવવાની જવાબદારી પણ રહેશે. ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેંટના સ્તર અને આધારભૂત સુવિદ્યાઓને ઉત્તમ કરવા માટે શુ શુ પગલા ઉઠાવી શકાય છે.  આ અંગે પણ સમિતિ બોર્ડને સલાહ આપશે. 
 
જો કે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે સચિન, સૌરવ અને લક્ષ્મણવાળી આ પેનલની ભૂમિકા ફક્ત સલાહ આપવા માટે હશે કે પછી તે સક્રિયતાની સાથે તેને લાગૂ કરવાની સ્થિતિમાં પણ હશે.  
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments