Webdunia - Bharat's app for daily news and videos

Install App

રવિન્દ્ર જડેજા આવતીકાલે રાજકોટની એંજિનિયર રિવાબા સોલંકી સાથે સગાઈ કરશે

Webdunia
ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2016 (14:17 IST)
રાજકોટના ધરખમ ગજાના ક્રિકેટર ચેતેશ્વર પૂજારા પછી હવે જામનગરના ધૂરંધર ક્રિકેટ ખેલાડી રવિન્‍દ્રસિંહ જાડેજા આવતીકાલે શુક્રવારે સવારે રાજકોટ ખાતે પોતાના જ રેસ્ટોરેંટ ‘Jaddu's Food Field' ખાતે રિવાબા હરદેવસિંહ સોલંકી સાથે સગાઇના બંધનથી જોડાઇ રહેલ છે. બન્ને પરિવારોમાં ભારે ઉત્‍સાહ પ્રવર્તે છે.
- જડેજાએ આ રેસ્ટોરેંટ ડિસેમ્બર 2012માં શરૂ કર્યુ હતુ 
-  રિવાબાના માતુશ્રી પ્રફુલ્લાબા સોલંકી રાજકોટ રેલ્‍વેમાં ફરજ બજાવે છે અને પિતાશ્રી હરદેવસિંહ જાડેજા બિઝનેશમેન છે.
- રીવાબાએ રાજકોટની આત્‍મીય કોલેજમાંથી મિકેનીકલ એન્‍જીનીયરીંગ કરેલ છે અને 3  વર્ષથી દિલ્‍હી ખાતે રહી આઇએએસનો અભ્‍યાસ કરે છે. 
- તેમનુ સાસણમાં ફાર્મ હાઉસ છે. નવલખી પોર્ટ પર બ્રિઝ વે પણ છે. 
- રીવાના કાકા હરીશ સિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના નેતા છે. 
 - 3 દિવસ પહેલા જ બન્ને પરિવાર વચ્‍ચે મીટીંગ થયાનું અને પ્રથમ મીટીંગમાં જ રિવાબા અને રવિન્‍દ્રસિંહ એકબીજાને પસંદઆવી ગયેલ તથા પરિવારોએ પણ મંજૂર રાખેલ તેમ જાણવા મળે છે.
- ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી નિરંજન શાહને પણ એંગેજમેંટ સેરેમનીનુ ઈનવિટેશન મળ્યુ છે. 
- જડેજાના માતા-પિતા ઈચ્છતા હતા કે તે આર્મીમાં જાય પણ તેઓ ક્રિકેટર બન્યા. જડેજા જ્યારે 17 વર્ષના હતા ત્યારે જ તેમના માતાનું નિધન થઈ ગયુ હતુ. 
- આ પહેલા નવેમ્બર 2013માં પણ એવા સમાચાર આવ્યા હતા કે જડેજા ચેતના નામની યુવતી સાથે સગાઈ કરી ચુક્યા છે. પણ તેમણે ક્યારેય આ વાત કન્ફર્મ કરી નથી. 
- જડેજા 16 ટેસ્ટ અને 126 વનડે રમ્યા છે.  

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments