Webdunia - Bharat's app for daily news and videos

Install App

Virat Kohli: કોહલીના રેસ્ટોરેંટમાં નહી વાગે PPL ના કોપીરાઈટ ગીત, દિલ્હી હાઈકોર્ટે લગાવી રોક

Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2023 (13:05 IST)
virat hotel
દિલ્લી હાઈ કોર્ટ  (Delhi High Court) એ વિરાટ કોહલી(Virat Kohli) ના સ્વામિત્વવાળા રેસ્ટોરેંટને લાઈસેંસ વગર ફોનોગ્રાફિક પરફોર્મેંસ લિમિટેડ (પીપીએલ) ની પાસે કોપીરાઈટ ના ગીત વગાડવા પર રોક લગાવી દીધી. ન્યાયમૂર્તિ સી હરિ શંકરે કહ્યુ કે આદેશ સુનાવણીની આગામી તારીખ સુધી લાગૂ રહેશે અને વન8 કમ્યૂન (One8 Commune) લાઈસેંસ વગર પ્રાપ્ત કરવામાં આવેલ પીપીએલના ગીત વગાડી શકતા નથી. 
 
કોર્ટે અંતરિમ આદેશમાં કહ્યુ કે સુનાવણીની આગામી તારીખ પર પ્રતિવાદીઓની સાથે સાથે તેમની તરફથી કાર્ય કરનારા અન્ય બધા લોકોને વાદીના કોપીરાઈટની વિષય વસ્તુ બનાવનારી કોઈપણ રેકોર્ડિંગને ચલાવવા અને તેને પ્રાપ્ત કર્યા વગર વેબસાઈટ્પર નાખવા પર રોકવામાં આવશે. પીએપીએલ દ્વારા વન8 કમ્યૂનના વિરુદ્ધ કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેથી પોતાના રેસ્ટોરેંટ/કેફેમાં પીપીએલના ગીતનો ઉપયોગ કરવાથી રોકી શકાય. 
 
આદેશમાં કહેવામાં આવ્યુ છે કે વન8 કમ્યૂન કોઈ કોપીરાઈટ લાઈસેન્સના વગર પોતાના રેસ્ટોરેંટ/કેફેમાં પોતાનુ ગીત વગાડી રહ્યા હતા અને આ સંબંધમાં તેમને લીગલ નોટિસ આપવામાં આવી હતી.  જો કે વન8 કમ્યૂને ક્યારેય પણ કાયદાકીય નોટિસની શતોનુ પાલન નથી કર્યુ. 
 
વન8 કમ્યૂનના વકીલે લાઈસેંસ પ્રાપ્ત કર્યા વગર પીપીએલની કોપીરાઈટ રેકોર્ડિંગ ન ચલાવવા માટે કોર્ટને આશ્વાસન આપ્યુ. કોર્ટે કહ્યુ કે કાયદાની સ્થિતિ પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ છે અને જો કે પીપીએલ રેકોર્ડિંગમાં કોપીરાઈટનો માલિક છે. તેથી કોઈ  બીજા માટે એ રેકોર્ડિંગને લાઈસેંસ વગર ચલાવવાની પરમિશન નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

જો તમે પણ મધ્યપ્રદેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો શિયાળાના અંત પહેલા આ અદ્ભુત અને સુંદર સ્થળની મુલાકાત લો.

સાઉથ સુપરસ્ટારની ફિલ્મની રિલીઝ પર ફરી એક વાર હોબાળો, ફેંસ એ સિનેમા હોલમાં જ ફોડ્યા ફટાકડા, ખૂબ થયો હંગામો

ગુજરાતી જોક્સ - Valentine Jokes

Gujarati Jokes - મજેદાર જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Homemade Chocolates for Valentine's Day: જો તમે તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માંગતા હોવ તો ઘરે જ બનાવો ટેસ્ટી ચોકલેટ્સ, સંબંધોમાં મધુરતા ઓગળી જશે.

Happy Chocolate Day Shayari 2025: ચોકલેટ સાથે પાર્ટનરને મોકલો આ પ્રેમભર્યો સંદેશ

Happy Propose Day Quotes in Gujarati - હેપી પ્રપોઝ ડે મેસેજ

Turmeric To Reduce Uric Acid: હળદરથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા,જાણી લો આ ઘરેલૂ ઉપાય Uric Acid રહેશે કંટ્રોલમાં

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

આગળનો લેખ
Show comments