Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપી બર્થડે ધોની - જાણો કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની વિશે 20 અનોખી વાતો

Webdunia
બુધવાર, 7 જુલાઈ 2021 (00:07 IST)
ભારતીય ક્રિકેટના સફળ કપ્તાનોમાંથી એક અને ધમાકેદાર વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાના જીવનના 35 વસંત પુરા કરી લીધા છે. તેમનો જન્મ 7 જુલાઈ 1981 ના રોજ રાંચીના એક રાજપૂર પરિવારમાં થયો હતો. તેમના પિતાનુ નામ પાન સિંહ જ્યારે કે માતાનું નામ દેવકી દેવી છે. તેમના પૈતૃક ગામ લ્વાલી ઉત્તરાખંડના અલ્મોડા જીલ્લામાં પડે છે. તેમને એક ભાઈ છે જેનુ નામ નરેન્દ્ર સિંહ જ્યારે કે બહેનનુ નામ જયંતી છે.  
 
તેમના જન્મદિવસ પર જાણો ધોની સાતેહ જોડાયેલ અનોખા ફેક્ટ્સ 
 
મહેન્દ્ર સિંહ ધોની બેડમિંટન અને ફુટબોલ જીલ્લા અને ક્લબ લેવલ સુધી રમી ચુક્યા છે. 
- ધોનીની ક્રિકેટમાં કોઈ રુચિ નહોતી અને તે પોતાની શાળાની ફુટબોલ ટીમના ગોલકીપર હતા. શાળાની ક્રિકેટ ટીમમા એકવાર વિકેટકિપર ન હોવાથી પહેલીવાર તેમણે ક્રિકેટ રમી. 
 
2001થી 2003 સુધી ધોની ટીટીઈ (ટ્રેન ટિકટ એક્ઝામિનર)હતા અને દક્ષિણ પુર્વ રેલવેના દક્ષિણ પૂર્વી રેલવેના ખડગપુર સ્ટેશન પર તેમની ડ્યુટી રહેતી હતી.  
 
- ધોનીને કોમેડી અને એક્શન ફિલ્મો ખૂબ જ પસંદ છે. જ્યારે કે રોમાંટિક ફિલ્મો ઓછી ગમે છે. 
 
- ધોની અમિતાભ બચ્ચનના પ્રશંસક છે અને તેમની બધી ફિલ્મો તેમને ગમે છે. 
 
- કિશોર કુમારના ગીતો ધોનીને સૌથી વધુ પસંદ પડે છે. બીજી બાજુ નવા જમાનાના ગાયકોમાં તેમને રાહત ફતેહ અલી ખાન અને કૈલાશ ખેરના ગીત સારા લાગે છે. બોલીવુડમાં જોહ્ન અબ્રાહમ અને બિપાશા બાસુ તેમના નિકટના મિત્ર છે. સ્વર કોકિલા લતા મંગેશકર પણ તેમની ફેવરેટ સિંગર છે. 
 
- ધોની પાસે 23 બાઈક્સ છે. જેમા હાર્લે ડિવિડસન ફૈટ બોય, રોયલ ઈનફીલ્ડ મેક્સિમો ડકાતી 1098, કાવાસાકી જેડ્ક્સ 14 આર નિંજા અને યામાહા થંડરકૈટનો પણ સમાવેશ છે. 
 
બીજી બાજુ ધોની કારના પણ શોખીન છે. તેમની પસે હમર એચ2, જીએમસી સિએરા, ઓડી 37, 911 અને મિત્શુબિશી આઉટલૈંડર ગાડીઓ છે. 
 
ધોની પોતાના કેરિયરની શરૂઆતમાં લાંબા વાળ રાખતા હતા અને તેમના વાળના વખાણ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પણ કર્યા હતા. મુશર્રફે ધોનીને પોતાના વાળ ન કપાવવાની સલાહ પણ આપી હતી.  
 
- ધોની એકમાત્ર એવા કપ્તાન છે જેમણે આઈસીસીની બધી ટુર્નામેંટ જીતી છે. 
 
- વિકેટકિપરના રૂપમાં સૌથી વધુ રન બનાવવાનો પણ રેકોર્ડ તેમના નામે છ્ 
 
- ધોની એકમાત્ર એવા વિકેટકિપર છે જેમણે એક દિવસમાં બેવડી સદી મારી છે.  
 
- તેઓ દેશના સૌથી વધુ આવકવેરો ભરનારા લોકોમાંથી છે. ધોની પ્રાદેશિક સેના સાથે પણ સંકળાયેલ છે. 
 
- જાહેરાતના બ્રાંડ એંડોર્સમેંટમાં અભિનેતા શાહરૂખ ખાન પછી તેઓ બીજા નંબર પર છે. તેઓ 20 બ્રાંડ્સની જાહેરાત કરે છે. 
 
- તેમણે પોતાની બાળપણની મિત્ર સાક્ષી સિંહ રાવત સાથે ચાર વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા દોની અને સાક્ષીએ બે વર્ષ સુધી ડેટિંગ પણ કરી. સાક્ષીએ પોતાના ડાબ કાનની નીચે ધોનીનુ નામ પણ છેદાવ્યુ છે. 
 
-સૌથી શ્રીમંત ખેલાડીઓની ફોર્બ્સ મેગેઝીનની યાદીમાં ધોની 31માં નંબર પર છે. 
 
- ક્રિકેટ ઉપરાંત ધોની ફુટબોલ, મોટો જીપી અને ફાર્મૂલા વન રેસિંગ જોવી પસંદ કરે છે. 
 
- ધોની દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્નથી પણ સન્માનિત થઈ ચુક્યા છે. આ સાથે જ તેમને પદ્મશ્રી પણ મળી ચુક્યો છે. 
 
-ધોનીની કપ્તાની હેઠળ ભારત ટેસ્ટ અને વનડે બંનેમાં નંબર એક પર રહી ચુક્યુ છે. આ સાથે જ તેઓ પોતે પણ વનડેમાં નંબર એક પર રહી ચુક્યા છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal - બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું, કયા વિસ્તારો પર ખતરો અને વાવાઝોડાની ગુજરાત પર અસર શુ થશે અસર ?

Urvil Patel: 12 સિક્સર, 7 ચોક્કા, 28 બોલમાં સેંચુરી... કોણ છે ઉર્વિલ પટેલ, જેમણે IPLમાં અનઓલ્ડ રહીને પણ ટી20 ક્રિકેટમાં રચી દીધો ઈતિહાસ

BJP નો જ રહેશે આગામી CM, એકનાથ શિંદે બોલ્યા - ભાજપા જે નિર્ણય લેશે તેનુ શિવસેના કરશે સમર્થન

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

આગળનો લેખ
Show comments