એમએસકે પ્રસાદની આગેવાનીમાં રાષ્ટ્રીય ચયન સમિતિ ઈગ્લેંડ વિરુદ્ધ આગામી 5 મેચોની ટેસ્ટ શ્રેણી માટે આજે ભારતીય ટીમનુ એલાન થઈ ગયુ છે.
ગંભીર, ઈશાંતને ટીમમાં સ્થાન, રોહિત બહાર
ઈગ્લેંડ વિરુદ્ધ 5 ટેસ્ટની શ્રેણીના શરૂઆતની બે મેચો માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી જેમા અનુભવી બેટ્સમેન ગૌતમ ગંભીર અને ઝડપી બોલર ઈંશાંત શર્માને સ્થાન મળ્યુ છે પણ રોહિત શમ્રા ફિટ ન હોવાને કારણે બહાર રહેશે.
9 નવેમ્બરથી શરૂ થશે આ શ્રેણી
એમએસકે પ્રસાદની આગેવાનીમાં રાષ્ટ્રીય ચયન સમિતિએ 9 નવેમ્બરથી શરૂ થઈ રહેલ 5 ટેસ્ટની શ્રેણીના પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી. 9થી 13 નવેમ્બર સુધી રાજકોટમાં પ્રથમ ટેસ્ટ અને બીજી ટેસ્ટ 17થી 21 નવેમ્બર સુધી વિશાખાપટ્ટનમમાં રમાવાની છે.