Webdunia - Bharat's app for daily news and videos

Install App

BCCI એ એકવાર ફરી રેકોર્ડ તોડ્યો, વર્ષ 2021-22માં કમાવ્યા આટલા હજાર કરોડ્ રૂપિયા

Webdunia
બુધવાર, 9 ઑગસ્ટ 2023 (17:45 IST)
jay shah
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હાલ દુનિયાની સૌથી મોટી ક્રિકેટિંગ બોડી છે. પૈસાના મામલે દુનિયાની સૌથી મોટી ક્રિકેટિંગ બોડી છે.  દુનિયાનું કોઈ બોર્ડ પૈસાની બાબતમાં બીસીસીઆઈની આસપાસ પણ નથી. આ જ કારણ છે કે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ભારત પાસે વિશ્વના સૌથી ધનિક ખેલાડીઓ છે. છેલ્લા પાંચ વર્ષમાં બીસીસીઆઈએ કમાણીના મામલામાં જબરદસ્ત ઉછાળો જોયો છે. આ જ કારણ છે કે નાણાકીય વર્ષ 2021-22માં પહેલીવાર BCCIએ ભારત સરકારને એક હજાર કરોડથી વધુનો ટેક્સ ચૂકવ્યો.
 
બીસીસીઆઈએ આપ્યો આટલો ટેક્સ 
BCCIએ નાણાકીય વર્ષ 2021-22માં 1,159 કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવ્યા છે. નોંધનીય છે કે, તે પાછલા નાણાકીય વર્ષ કરતાં 37 ટકા વધુ છે. જ્યાં તેણે 7,606 કરોડની કમાણી કરી છે. નાણાકીય વર્ષ 2020-21માં, BCCIએ 844.92 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યા હતા, જે 2019-20ના નાણાકીય વર્ષમાં 882.29 કરોડ રૂપિયા હતા. સાથે  જ સમયે, ભારતીય ક્રિકેટ બોર્ડે નાણાકીય વર્ષ 2018-19માં ટેક્સ તરીકે 815.08 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. કુલ, બીસીસીઆઈએ છેલ્લા ચાર વર્ષમાં 3701.29 કરોડ રૂપિયા ટેક્સ તરીકે આપ્યા છે.
 
વનડે વર્લ્ડ કપ માટે BCCI આપશે ટેક્સ 
ODI વર્લ્ડ કપ આ વર્ષે ભારતમાં રમાશે. બીસીસીઆઈ આ મોટી ટુર્નામેન્ટના આયોજન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. આવી સ્થિતિમાં, BCCI આગામી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે ICC વતી ભારત સરકારને 963 કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવશે. વર્ષ 2014માં ભારતને ત્રણ મોટી ICC ઈવેન્ટ આપવામાં આવી હતી. વર્ષ 2016 અને 2021માં T20 વર્લ્ડ કપ અને વર્ષ 2023માં ODI વર્લ્ડ કપ. જેના માટે બીસીસીઆઈ અને આઈસીસી પહેલાથી જ એક હોસ્ટ એગ્રીમેન્ટ કરી ચૂક્યા છે જેમાં ટેક્સમાં છૂટનો સમાવેશ થાય છે. ડીલ મુજબ, BCCI ICCને ટેક્સ બેનિફિટ મેળવવામાં મદદ કરશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kalaram mandir Nashik -કાલારામ મંદિર નાસિક

ગુજરાતી જોક્સ - ત્રણ જણની સવા

ગુજરાતી જોક્સ - ટ્યુશનની વાત

ગુજરાતી જોક્સ - દારૂ પીવો

ગુજરાતી જોક્સ - નાગણ, ખાઈ લે

વધુ જુઓ..

નવીનતમ

સરળ અને ટેસ્ટી મટન રેસીપી

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

સરસ્વતી પૂજા વ્રત કથા / વસંત પંચમી કથા Saraswati Puja Ki Katha

રોજ ખાલી પેટ પીવો આ મસાલાનું પાણી, ઘટવા માંડશે વજન, થશે અદ્ભુત ફાયદા

આગળનો લેખ
Show comments