Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોનીના ધુરંધરોએ 4 દિવસે જ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા

Webdunia
શનિવાર, 20 ડિસેમ્બર 2014 (12:54 IST)
ધોનીના ધુરંધરોએ એકવાર ફરી ઓસ્ટ્રેલિયા સામે ઘુંટણિયા ટેકી દીધા છે. બ્રિસ્બ્રેન ટેસ્ટમાં ચોથા દિવસે જ ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર વિકેટથી હરાવી દીધુ. આ રીતે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 2-0ની બઢત બનાવીને પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભારતે પોતાના બીજા દાવમાં 224 રન બનાવીને ઓસ્ટ્રેલિયા સામે 128 રનનુ લક્ષ્ય મુક્યુ હતુ. જવાબમાં રમવા ઉતરેલ મેજબાન ટીમે 23.1 ઓવરમાં છ વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી. 
 
ક્રિસ રોજર્સે બીજા દાવમાં 55 રન બનાવ્યા. રોજર્સે પ્રથમ દાવમાં પણ 55 રન બનાવ્યા હતા. કપ્તાન સ્ટીવન સ્મિથે 28 રન બનાવ્યા. મિશેલ માર્શ છ અને મિશેલ જોનસન બે રન બનાવી અણનમ રહ્યા. ભારત તરફથી ઈશાંત શર્માએ 3 અને ઉમેશ યાદવે 2 વિકેટ લીધી. 
 
આ પહેલા પોતાના ઝડપી બોલરોનુ શ્રેષ્ઠ પ્રદર્શનના દમ પર ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ગાબા મેદાન પર બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે શનિવારે ભારતનો બીજો દાવ 224 રન પર સમેટી લીધો. આ રીતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 128 રનનુ લક્ષ્ય મળ્યુ. ભારત તરફથી બીજા દાવમાં શિખર ધવને સૌથી વધુ 81 રન બનાવ્યા. આ ઉપરાંત ચેતેશ્વર પુંજારાએ 43 રનોની રમત રમી. ઉમેશ યાદવ પણ 30 રન બનાવવામાં સફળ થયા. ભારતે 64.3 ઓવરોનો સામનો કર્યો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવની પેટાચૂંટણી પર કોણ લડશે આજે સ્પષ્ટ થશે

બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં 4 હાથી મૃત હાલતમાં મળ્યાં

મુંબઈમાં એક વ્યક્તિ પર ભોજનના બદલામાં જય શ્રી રામનો નારા લગાવવાનો આરોપ લાગ્યો, પોલીસે તપાસ શરૂ કરી

Diwali 2024 Date - જાણી લો દિવાળીનુ શુભ લાભ મુહુર્ત, ગુજરાતી નૂતન વર્ષ મુહુર્ત અને લાભ પાંચમ મુહુર્ત

'તમે વધુ ફટાકડા કેમ લાવ્યા' આ બાબતે પત્નીને ગુસ્સો આવતા પતિએ હત્યા કરી નાખી

Show comments