Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના થતાં ઉત્તરાખંડથી અમદાવાદ એરલિફ્ટ કરાયા, 55 દિવસ બાદ કોરોનાને આપી માત

Webdunia
મંગળવાર, 1 જૂન 2021 (09:31 IST)
ભારતમાં અમદાવાદ મહત્વના આરોગ્ય સુવિધાના મથક તરીકે ઉભરી રહ્યુ છે  અને સારા કારણથી મુંબઈના એક વરિષ્ઠ નાગરિક અને તેના પરિવારને આ હકિકતનો પરિચય થયો છે.
 
મુંબઈ નિવાસી 66 વર્ષના ચંદ્રકાંત પટેલ માર્ચના મધ્ય ભાગમાં  તેમની પત્ની, પુત્ર અને કેટલાક મિત્રો સાથે નૈનિતાલમાં રજાઓ ગાળવા ગયા હતા. તે ઓચિંતા  ભારે તાવ અને કફનો ભોગ બની ગયા.શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. તેમને તા. 21 માર્ચના રોજ હલ્દવાની નજીકના  એક હૉસ્પિટલમાં 12 દિવસ સુધી સારવાર આપવામાં આવી. પરંતુ તેમની હાલતમાં કોઈ સુધારો થયો  નહી  અને દરેક દિવસ વિતવાની સાથે તેમની ઓક્સિજનની જરૂરિયાત વધતી જતી હતી. 
 
પટેલનો દિકરો અર્જૂન કે જે હાલમાં ટેક્સાસના હ્યુસ્ટન ખાતે રહે છે તે જણાવે છે કે “હૉસ્પિટલમાં ઘણા દિવસ ગાળવા છતાં તેમની હાલત કથળતી જતી હતી આથી અમે તેમને બીજી હૉસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય કર્યો. કોઈએ  અમને અમદાવાદની સિમ્સ હૉસ્પિટલ અંગે સારો રેફરન્સ આપ્યો અને અમે એ જ દિવસે તેમને વિમાનમાર્ગે અમદાવાદ લઈ આવ્યા.”
 
એરોટ્રાન્સ સર્વિસિસ નામની  અમદાવાદ સ્થિત એર ચાર્ટર સર્વિસ કંપની એ દર્દીના સગાં/એર ટીમ  અને  સ્થાનિક હૉસ્પિટલની ટીમ  સાથે  સંકલન કરી એ જ દિવસે પંતનગરથી  દર્દીને સલામત રીતે સિમ્સમાં લઈ આવવામાં આવ્યા હતા. પટેલને  ફેફસામાં 90 ટકા ચેપ હોવાની સાથે શ્વાસોશ્વાસમાં અત્યંત ગંભીર અને તીવ્ર રેસ્પીરેટરી સિન્ડ્રોમ જોવા મળ્યો. તેમનુ ઓક્સિજન સેચ્યુરેશનનુ સ્તર 80 ટકા આસપાસ હતું. સિમ્સ ખાતે શરૂઆતમાં તેમના રોકાણ દરમ્યાન બીજી તકલીફો પણ જોવા મળી. 
 
સિમ્સ હૉસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ, ક્રિટિકલ  કેર, મેડીસીન ડો.ભાગ્યેશ શાહ જણાવે છે કે “દર્દીને એક વાર સિમ્સ કોવિડ કેર આઈસોલેશન આઈસીયુમાં દાખલ કર્યા પછી, વૈક્લ્પિક HFNC અને  NIV સપોર્ટ સાથે ઘનિષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવી. આ તબક્કામાં પણ દર્દીને  દરરોજ 6 થી 8 કલાક પ્રોન પોઝિશનમાં રાખવામાં આવતા હતા.  તે સેકન્ડરી બેકટેરીયલ ઈન્ફેકશનનો પણભોગ બન્યા હતા. આથી સમયસર દરમ્યાનગીરી કરીને તેમની સંભાળ લેવામાં આવી હતી અને યોગ્ય એન્ટીબાયોટિક્સ આપવામાં આવી હતી. સિનિયર પ્લુમોનોજીસ્ટ ડો. પ્રદીપ ડાભીએ પણ તેમની સારવાર કરી હતી. તેમણે ન્યૂમોનિયાની સારવાર માટે બ્રોન્કોસ્કોપીનો ઉપયોગ કરીને સારવારમાં સહાય કરી હતી.”
 
અર્જૂન જણાવે છે કે તેમના પિતાએ કોવિડ-19 આઈસીયુમાં 8 દિવસ અને રેગ્યુલર આઈસીયુમાં આશરે પાંચ સપ્તાહ વિતાવ્યાં  હતાં અને છેલ્લા બે સપ્તાહથી તેમને પ્રાઇવેટ રૂમમાં રાખવામાં આવ્યાહતા.તેમણે  દર્દીને ટ્રાન્સફર માટેના સુસંકલિત પ્રયાસોની પ્રશંસા કરી હતી.  અર્જૂને એમ પણ જણાવ્યું હતું કે સિમ્સ હૉસ્પિટલના ડોકટરોની  સમયસર દરમ્યાનગીરી ને કારણે વેન્ટિલેટર નો ઉપયોગટાળી શકાયુ હતુ
 
ગુરૂવારે પટેલને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી તે પહેલાં પટેલે જણાવ્યું હતું કે “હું સિમ્સ હૉસ્પિટલનો અને ખાસ કરીને સિમ્સ હૉસ્પિટલના ચેરમેન  ડો.કેયૂર પરીખ અને ડો. ભાગ્યેશ શાહનો આભારી છું.  હોસ્પિટલના સ્ટાફે પણ મારી ખૂબ જ કાળજી લઈને સાજા થવામાં સહાય કરી છે.”
 
અમદાવાદ જ્યારે કોવિડ-19ની સારવાર માટેનુ નેશનલ મેડિકલ હબ તરીકે ઉભરી રહ્યુ છે, આ કિસ્સામાં  જે રીતે જોવા મળ્યુ તે મુજબ મુંબઈના દર્દીએ સારવાર માટે અમદાવાદને પસંદ કર્યુ છે, જ્યારે ક્રિટિકલ કેરની વાત દિમાગમાં આવે છે ત્યારે  સિમ્સ સારવાર લેવાના  સ્થળ તરીકે અવશ્ય ઉભરી આવે છે.
 
આ મહીનાની શરૂઆતમાં 62 વર્ષની વયનાં  મિસીસ મારીયા એલોન્સો ઝાઝોએ પણ સિમ્સ હૉસ્પિટલમાં 10 દિવસની  સારવાર પછી કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઈને  સ્પેન પાછાં ફર્યા છે. 
 
અમદાવાદ હવે  કોવિડ કાળ દરમ્યાન  નેશનલ મેડિકલ હબ પૂરવાર થયુ છે.  આ કેસમાં જાણવા મળ્યુ તે મુજબ  અમદાવાદમાં કોઈ સગા નહી હોવા છતાં મુંબઈના દર્દીએ  અમદાવાદ સ્થિત એર ટ્રાન્સપોર્ટ સર્વિસનો ઉપયોગ કરીને  છેક પંત નગરથી વિમાનમાં અમદાવાદ આવી સિમ્સ હૉસ્પિટલમાં સારવાર લેવાનુ પસંદ કર્યુ છે. 
 
સિમ્સ હૉસ્પિટલે  અનેક (5,000થી પણ વધુ) કોવિડના દર્દીઓની સફળ સારવાર કરીને  કોવિડ કેરમાં પણ સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)બની   સફળતાનો ખૂબ ઉંચો દર હાંસલ કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal - બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું, કયા વિસ્તારો પર ખતરો અને વાવાઝોડાની ગુજરાત પર અસર શુ થશે અસર ?

Urvil Patel: 12 સિક્સર, 7 ચોક્કા, 28 બોલમાં સેંચુરી... કોણ છે ઉર્વિલ પટેલ, જેમણે IPLમાં અનઓલ્ડ રહીને પણ ટી20 ક્રિકેટમાં રચી દીધો ઈતિહાસ

BJP નો જ રહેશે આગામી CM, એકનાથ શિંદે બોલ્યા - ભાજપા જે નિર્ણય લેશે તેનુ શિવસેના કરશે સમર્થન

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

આગળનો લેખ
Show comments