Biodata Maker

વડોદરામાં કુલ 193 પોઝિટિવ કેસ, આજથી રેપિડ કીટથી ટેસ્ટ થતાં રીપોર્ટ ઝડપથી આવશે

Webdunia
મંગળવાર, 21 એપ્રિલ 2020 (13:23 IST)
વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના કુલ 193 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કુલ 9 લોકોના મોત થયા છે. આ ઉપરાંત વડોદરામાં 400 જેટલી રેપિડ ટેસ્ટ કીટ આવી ગઇ છે. જેથી આજથી રેપિડ કીટથી કોરોના વાઈરસના ટેસ્ટ કરવામાં આવશે, રેપિડ કીટમાં 30 મિનિટમાં જ ટેસ્ટનું પરિણામ આવી જશે. જેથી ઝડપી નિદાન કરવામાં સફળતા મળશે. વડોદરા શહેરના 34 અર્બન હેલ્થ સેન્ટરો અને 6 ડેઝિગ્નેટેડ સેન્ટરો ઉપર આ ટેસ્ટ કરવામાં આવશે.
વડોદરા શહેરમાં કોરોનાએ 3 પોઝિટિવ કેસો સાથે રાજમહેલ રોડ પર પણ પોતાનું રાજ શરૂ કરી દીધું હતું. કબીર ફળિયામાં આવેલા તમામ 3 પોઝિટિવ દર્દીઓ સિનિયર સિટિઝન્સ છે, જેમાં 2 મહિલાનો સમાવેશ થાય છે. બીજી તરફ ગાજરાવાડીની મહિલા પોઝિટિવ જાહેર થઇ છે. આ મહિલા કેળા અને તડબૂચ વેચતી હતી.
જેના પગલે આ મહિલા પાસેથી ફળો ખરીદનારાઓના પેટમાં ફાળ પડી હતી અને પોતાને કોરોના ટેસ્ટ કરાવવા માટેની આરોગ્યવિભાગમાં પૂછપરછ કરી હતી. જ્યારે સૌથી વધુ સંક્રમિત અને રેડ ઝોન નાગરવાડામાં વધુ 8 કેસો ઉમેરાતા આ વિસ્તારના સંક્રમિતોની સંખ્યા 140 પર પહોંચી ગઇ હતી.
સમા વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ જાહેર થતાં અને પાલિકા દ્વારા ન્યૂ સમા રોડ વિસ્તારને રેડઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફતેપુરા અને છાણીનો પણ રેડઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ન્યૂ સમારોડ વિસ્તારના રાંદલધામ-ગંગાસાગર સોસાયટી, છાણીના સેફ્રોન સીતારામ કોમ્પ્લેક્સનો રસ્તો રેડ ઝોનમાં આવરી લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત ફતેપુરાના રાણાવાસને રેડઝોન તરીકે જાહેર કર્યો છે. આ રેડઝોનમાં લગભગ 3000 જેટલી વસ્તીનો સમાવેશ થશે. બીજી તરફ મંગળવારથી શહેરમાં વિવિધ દવાખાનાઓ અને ખાનગી હોસ્પિટલોને ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. જોકે આ અંગેની માર્ગદર્શિકાનું પાલન તેમને કરવાનું રહેશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લીવર કિડનીને સાફ કરવામાં અસરદાર છે આ ૩ શાકભાજી, રોજ ખાવાથી ક્લીન રહેશે કિડની, ડાયેટમાં કરો સામેલ

સાબુદાણાથી સ્વાદિષ્ટ ફ્રૂટ કસ્ટર્ડ બનાવો, તમે ઉપવાસ દરમિયાન પણ તેનો પ્રયાસ કરી શકો છો, રેસીપી ખૂબ જ સરળ છે.

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

વધુ જુઓ..

નવીનતમ

26/11 ની ખતરનાક રાત, તાજ હોટલમાં હોત અર્જુન રામપાલ, જન્મદિવસ પર જોયો મોતનો તાંડવ, હવે ધુરધંર દ્વારા લીધો રિવેંજ

ગુજરાતી જોક્સ - સગાઈ પછી

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર

આગળનો લેખ
Show comments