Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં હાલ રીકવરી રેટ 70.89 ટકા પર પહોંચ્યો

Webdunia
સોમવાર, 22 જૂન 2020 (12:28 IST)
ગુજરાતમાં અત્યાર સુધી ક્યારેય ન નોંધાયા હોય તેવાં એક જ દિવસમાં કોરોનાના વિક્રમી 580 કેસ રવિવારે નોંધાયા હતાં. આ સાથે ગુજરાતમાં હવે કોરોના પોઝિટિવ આવેલાં કુલ લોકોનો આંક 27,317 પર પહોંચ્યો છે. તેની સામે રવિવારે જ 655 દર્દીઓ સાજા થઇને ઘરે ગયાં છે અને આમ 19,357 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ ગુજરાતમાં એક્ટિવ દર્દીઓનો આંક 6,296 છે, જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગુજરાતમાં હાલ રીકવરી રેટ 70.89 ટકા પર પહોંચ્યો છે, જ્યારે દર દસ લાખે 402 લોકો ગુજરાતમાં કોરોનાના સંક્રમણની અસર હેઠળ આવી ગયાં છે. રાજ્યમાં મૃત્યુદર ફરી થોડો ઘટીને 6.09 ટકા પર આવ્યો છે. રવિવારે ગુજરાતમાં વધુ 25 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયાં તે પૈકી અમદાવાદમાં 20, સુરતમાં 3 જ્યારે અરવલ્લી અને છોટા ઉદેપુરમાં 1-1 વ્યક્તિના મોત નિપજ્યાં છે. હાલ 59 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 2.23 લાખ લોકો ક્વોરન્ટાઇન છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3.24 લાખ ટેસ્ટ કરાયાં છે. અમદાવાદ બાદ સુરત જિલ્લામાં પણ કેસોમાં ઉત્તરોત્તર વધારો આવી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી પોઝિટિવ કેસનો આંકડો 100થી વધુ આવી રહ્યો છે. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં ઘણા લાંબા સમય બાદ 300થી નીચે 273 કેસ નોંધાયા છે તો સુરતમાં આજે 176 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 16 જૂને 332 કેસ નોંધાયા હતા. ત્યારબાદ શહેર-જિલ્લામાં દરરોજ નોંધાતા કેસોમાં સતત ઘટાડો આવ્યો છે, જે અનુક્રમે, 17 જૂન 330, 18 જૂન 317, 19 જૂન 312, 20 જૂન 306 અને 21 જૂન 273 કેસ નોંધાયા છે. એવી જ રીતે સુરત શહેર જિલ્લામાં 19 જૂનથી દરરોજ નોંધાતા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. 19 જૂને 93 કેસ નોંધાયા હતા, ત્યારબાદ 20 જૂન 106 અને 21 જૂને 176 કેસ નોંધાયા છે. 
કોરોના વાયરસને કારણે દેશ લાંબા સમયથી સંપૂર્ણ લોકડાઉનમાં હતો, જેના કારણે અર્થવ્યવસ્થામાં મોટો આંચકો આવ્યો. આવી સ્થિતિમાં મોલ, ધાર્મિક સ્થળો વગેરે ધીમે ધીમે ખુલવા માંડે છે. જો કે, એવા ઘણા ક્ષેત્રો અને સેવાઓ છે જે હજી પણ લોકડાઉનને આધિન છે, તેને જુલાઈથી ખોલવાની યોજના છે.
 
નીચેની સેવાઓ હજી પણ બંધ છે
મેટ્રો ટ્રેનો: 22 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ મેટ્રો ટ્રેનો બંધ છે. 25 મેથી પૂર્ણ-ધોરણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે અન્ય પરિવહન સેવાઓને હવે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. છેલ્લો સંદેશ દિલ્હી મેટ્રોનું Twitter હેન્ડલ પર 30 મેના રોજ પોસ્ટ કરવામાં આવ્યું જણાવ્યું હતું કે મુસાફરો માટે સેવાઓ વધુ નોટિસ સુધી સસ્પેન્ડ કરેલો જ રહેશે.
 
શાળાઓ અને કોલેજો: કડક તાળાબંધીથી શાળાઓ અને કોલેજો પણ બંધ રાખવામાં આવી છે. તેમાંથી ઘણાએ ઑનલાઇન કામ કરવાનું શરૂ કર્યું. જુલાઈમાં શાળાઓ ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે, કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરીયે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ ઓગસ્ટ પહેલા આ સંસ્થાઓ ખોલશે નહીં.
 
ટ્રેન સેવાઓ: જોકે ટ્રેન સેવાઓ ગયા મહિને શરૂ થઈ હતી, સંપૂર્ણ પાયે પુન: સંગ્રહની રાહ જોવામાં આવે છે. 22 માર્ચથી 51 દિવસના સસ્પેન્શન પછી ભારતીય રેલ્વેએ ધીમે ધીમે 12 મેથી ટ્રેન સેવા ફરી શરૂ કરી હતી. શરૂઆતમાં તેની શરૂઆત 15 ટ્રેનોથી થઈ હતી.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments