Webdunia - Bharat's app for daily news and videos

Install App

વતન જવા ઈચ્છતા હોય તો તંત્ર દ્વારા કરેલ વ્યવસ્થામાં સહયોગ કરે, કાયદો હાથમાં લેશે તો કડક કાર્યવાહી કરાશે

Webdunia
મંગળવાર, 5 મે 2020 (11:18 IST)
કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે લૉકડાઉનના ત્રીજા તબક્કાનો રાજ્યમાં ચુસ્ત અમલ કરાશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર રાજ્ય સરકારે તર્કબદ્ધ રીતે નીતિ બનાવી છે જેમાં નાગરિકો પણ અત્યાર સુધી આપેલ સહયોગ મુજબ સહયોગ આપે તે જરૂરી છે. જે નાગરિકો અન્ય રાજ્યમાંથી ગુજરાત આવ્યા છે તેઓ તેમના વતન જવા ઈચ્છતા હોય તો રાજ્ય વહીવટી તંત્ર દ્વારા રેલવે અને ખાનગી બસની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે, તેમાં ધીરજ રાખી સહયોગ કરે. આ વ્યવસ્થાને અનુસરીને લોકો જો કાયદો હાથમાં લેશે તો ચલાવી લેવાશે નહીં અને તેમની સામે  કડક કાર્યવાહી કરાશે.
 
શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં સંક્રમણ વધુ છે એવા રેડઝોન વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે જરૂરી  બંદોબસ્ત ગોઠવી દેવાયો છે એટલે આ વિસ્તારના લોકો ચેતીને તંત્રને સંપૂર્ણ સહયોગ આપે. જ્યાં કેસો વધુ છે તે જગ્યાઓને કન્ટેન્ટમેન્ટ બનાવી ત્યાં અવરજવર ઓછી થાય એવી વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે. કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં વિડીયોગ્રાફી અને સીસીટીવી દ્વારા સતત મોનિટરિંગ કરવા પણ સૂચના અપાઇ છે અને અવર-જવર કરતા પ્રત્યેક વાહનો અને વ્યક્તિઓનું સઘન ચેકિંગ પણ કરાશે. 
 
તેમણે કહ્યું કે કન્ટેન્ટમેન્ટની આસપાસના વિસ્તારના લોકો પણ ખૂબ તકેદારી રાખે અને લોકડાઉનનો ચુસ્ત અમલ કરે. જો કાળજી નહીં  રખાય તો નવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારો બનશે. અમદાવાદમાં મણિનગર વિસ્તારને નવો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
 
તેમણે કહ્યું કે રેડઝોન સિવાયના વિસ્તારોમાં પણ લૉકડાઉનના અમલને હળવાશથી લેવાશે નહીં. આ વિસ્તારમાં અપાયેલ છૂટછાટ સિવાયની દુકાનો કે સેવાઓ ખુલ્લી હશે તો નિયમોનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાશે, એ જ રીતે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પણ શરતોને આધિન છૂટછાટ અપાઇ છે તેનું પણ જો ઉલ્લંઘન થશે તો ગૂનો નોંધાશે.
 
ગ્રીનઝોન વિસ્તારના લોકોને અપીલ કરતાં તેમણે કહ્યું કે  ગ્રીન ઝોનમાં વસતા લોકોએ પણ પૂરતી તકેદારી રાખી તેમને અપાયેલ છૂટછાટનો દુરુપયોગ કરવો નહીં. જો આવું બનશે તો પણ કાયદેસરની કાર્યવાહી થશે. રાજ્યભરમાં પાન-મસાલાની દુકાનો અને શાળા-કોલેજો બંધ છે તેમજ ધાર્મિક સંસ્થાઓમાં પણ એકત્રિત થવા પર પ્રતિબંધ છે ત્યારે આ સંદર્ભે પણ પોલીસ દ્વારા સધન ચેકિંગ કરાશે અને એમાં પણ કોઈ ક્ષતિઓ ધ્યાને આવશે તો ગુનો નોંધાશે.
 
લૉકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વોરિયર્સ ઉપર થતાં હુમલાઓને રાજ્યસરકાર અતિગંભીરતાથી લઈ આવા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. તા. ૨૯.૦૪.૨૦૨૦ના રાજકોટ જિલ્લામાં જસદણ પોલીસ મથક વિસ્તારમાં પોલીસ ઉપર હુમલાનો એક બનાવ નોંધાયેલ છે. જેમાં સામેલ એક આરોપીને પાસા હેઠળ કાર્યવાહી કરી લાજપર જેલ સુરત ખાતે મોકલી આપેલ છે. 
 
જયારે બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે તા.૨૯.૦૪.૨૦૨૦ના રોજ આશા વર્કર ઉપર થયેલ  હુમલાના બનાવને ગંભીરતાથી લઇ ઇ.પી.કો ૩૦૭ હેઠળ ગુનો નોંધી ૦૭ આરોપીઓને પાસા હેઠળ જેલના હવાલે કરાયા છે. લોકડાઉન બાદ અત્યાર સુધી કોરોના વોરિયર્સ ઉપર  થયેલા હુમલા સંદર્ભે ૨૩ ગુના નોંધી ૫૪ હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 
વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે. તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૮૬ ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૧,૦૬૪ ગુના દાખલ કરીને ૨૦,૯૬૩ લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV  નેટવર્ક દ્વારા ૧૧૮ ગુના નોંધીને ૧૩૩ લોકોની અટકાયત કરતાં આજસુધીમાં રાજ્યભરમાંથી ૨,૪૮૨ ગુના નોંધી ૩,૫૭૬ લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સોસાયટીના CCTV આધારે ગઇકાલે ૩૩ ગુનામાં ૩૩ લોકોની જ્યારે આજસુધીમાં ૫૨૬ ગુનાઓ દાખલ કરીને ૮૦૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.   
 
આ જ રીતે, સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઇકાલે ૨૧ અને અત્યારસુધીમાં કુલ ૬૪૪ ગુના દાખલ કરીને ૧,૩૨૭ આરોપીની અટકાયત કરી છે. જેમાં ગઇકાલે ૨૧ એકાઉન્ટ સહિત  અત્યારસુધીમાં કુલ ૫૯૬ એકાઉન્ટ બંધ કરાયા છે. વીડિયોગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત ગઇકાલે અનુક્રમે ૧૫૩ જ્યારે કુલ ૨,૨૬૨ અને ૧૭ જ્યારે કુલ ૧,૦૨૪ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલે ૫૯ તેમજ કુલ ૭૬૦ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. 
 
જાહેરનામા ભંગના ગુનાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.૦૩/૦૫/૨૦૨૦થી આજ સુધીમાં કુલ ૨,૧૦૩ કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા ૧,૦૫૯ તથા ૬૨૫ અન્ય ગુનાઓ (રાયોટીંગ/Disaster Management Actના) મળી ૩,૭૮૭ ગુનાઓમાં કુલ ૪,૭૧૭ આરોપીઓ સહિત અત્યાર સુધીમાં કુલ ૧,૨૭,૩૭૫ લોકોની અટકાયત કરવામાં આવી છે. લૅાકડાઉનના ભંગ બદલ ગઇકાલે ૬,૬૦૦ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત રોજ ૬,૫૩૩ વાહનો મુક્ત કરવાની સાથે અત્યાર સુધીમાં કુલ ૧,૭૧,૧૬૫ વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments