Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ

Webdunia
મંગળવાર, 30 જાન્યુઆરી 2024 (11:02 IST)
shahid diwas-જ્યારે અંગ્રેજોના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો તેવા સમયે આ વીર ભૂમિએ અનેક વીર સપૂતને પેદા કર્યા જેમણે અંગ્રેજોની અત્યાચારોથી  મુક્તિ અપાવવા માટે અનેક સંઘર્ષપૂર્ણ પ્રયત્ન કરતા હસતા હસતા દેશ માટે પ્રાણ ન્યૌછાવર કરી દીધા. 
 
તેમાથી જ ત્રણ પાક્કા ક્રાંતિકારી મિત્ર હતા શહીદ-એ-આઝમ ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવ. આ ત્રણેયે પોતાના પ્રગતિશિલ અને ક્રાંતિકારી વિચારોથી ભારતના નૌજવાનોમાં સ્વતંત્રતા પ્રત્યે એવી દીવાનગી જન્માવી દીધી કે અંગ્રેજ સરકારને ભય  લાગવા માંડ્યો હતો કે તેમને ક્યાક દેશ છોડીને ભાગી જવુ ન પડે. 
 
ત્રણેયએ બ્રિટિશ સરકારની નાકમાં એટલો દમ કરી નાખ્યો હતો જેના પરિણામસ્વરૂપ તેમની ધરપકડ કરવામાં આવી અને 24 માર્ચ 1931ના રોજ ત્રણેયને એક સાથે ફાંસી આપવાની સજા સંભળાવવામાં આવી. તેમની ફાંસીની વાત સાંભળીને લોકો એટલા ભડકી ચુક્યા હતા કે તેમણે મોટી ભીડ એકત્ર કરીને એ જેલને ઘેરી લીધી હતી. 
 
અંગ્રેજ એટલા ભયભીત હતા કે ક્યાક વિદ્રોહ ન થઈ જાય એ વાતને ધ્યાનમાં રાખતા તેમણે એક દિવસ પહેલા મતલબ 23 માર્ચના રોજ 1931ની રાત્રે જ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી આપી દીધી અને ચોરી છુપીથી તેમના શબોને જંગલમાં લઈ જઈને સળગાવી દીધુ.  જ્યારે લોકોને આ વાતની જાણ થએ તો તેઓ ગુસ્સામાં એ બાજુ ભાગી આવ્યા. 
 
પોતાનો જીવ બચાવવ અને પુરાવા મટાડવા માટે અંગ્રેજોએ એ વીરોની અડધી સળગેલી લાશોને ખૂબ જ નિર્દયતાથી નદીમાં ફેંકાવી દીધી. નાની વયમાં આઝાદીના દીવાના ત્રણેય યુવા પોતાના દેશ માટે કુર્બાન થઈ ગયા. આજે પણ એ ત્રણેય યુવા પેઢીના આદર્શ છે.  શહીદ-એ-આઝમ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂ આ ત્રણેયની શહાદતને સમગ્ર સંસાર સન્માનની નજરથી જુએ છે અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં આ એક મહત્વપુર્ણ ઘટના માનવામાં આવે છે.  જ્યા એક બાજુ ભગત સિંહ અને સુખદેવ કોલેજના યુવા સ્ટુડેંટ્સના રૂપમાં ભારતને આઝાદ કરવાનુ સપનુ સેવી રહ્યા હતા તો બીજી બાજુ રાજગુરૂ વિદ્યાધ્યયન સાથે કસરતતના ખૂબ શોખીન હતા અને તેમનુ નિશાન પણ તેજ હતુ. 
 
એ બધા ચંદ્રશેખર આઝાદના વિચારોથી એટલા પ્રભાવિત હતા કે તેમને ક્રાંતિકારી દળમાં સામેલ થઈને પોતાનુ વિશેષ સ્થાન બનાવી લીધુ હતુ. આ ક્રાંતિકરી દળનો એક જ ઉદ્દેશ્ય હતો કે સેવા અને ત્યાગની ભાવના મનમા લઈને દેશ પર પ્રાણ ન્યૌછાવર કરી શકનારા નૌજવાનો તૈયાર કરવા. 
 
લાલા લજપતરાયજીના મોતનો બદલો લેવા માટે 17 ડિસેમ્બર 1928ના રોજ ભગત સિંહ અને રાજગુરૂએ અંગ્રેજ ઓફિસર સાંડર્સ પર ગોળીઓ વરસાવી અને ત્યાથી ભાગી નીકળ્યા. જો કે તેઓ રક્તપાતના પક્ષમાં નહોતા પણ અંગ્રેજોના અત્યાચારો અને મજૂર વિરોધી નીતિયોએ તેમની અંદર આક્રોશ ભડકાવ્યો હતો. અંગ્રેજોને એ બતાવવા માટે કે હવે તેમના અત્યાચારોથી તંગ આવીને આખુ હિન્દુસ્તાન જાગી ઉઠ્યુ છે. ભગત સિંહે કેન્દ્રીય અસેમ્બલીમાં બોમ્બ ફેંકવાની યોજના બનાવી.  તેઓ એ પણ ઈચ્છતા હતા કે કોઈપણ રીતે રકતપાત થાય નહી. 
 
આ કામ માટે તેમના દળની સર્વસંમતિથી ભગત સિંહ અને બટુકેશ્વર દત્તને આ કામ માટે પસંદ કરવામાં આવ્યા. કાર્યક્રમ મુજબ 8 એપ્રિલ 1929 ના રોજ અસેમ્બલીમાં એવા સ્થાન પર બોમ્બ ફેંકવામાં આવ્યો જ્યા કોઈ હાજર નહોતુ. ભગત સિંહ ઈચ્છતા તો તેઓ ત્યાથી ભાગી શકતા હતા પણ તેમણે ત્યા જ પોતાની ધરપકડ આપી. ઈંકલાબ જીંદાબાદ ના નારા લગાવતા તેમણે અનેક પરબડિયા હવામાં ઉછાળ્યા જેથી  લોકો સુધી તેમનો સંદેશ પહોંચી શકે. 
 
ભગત સિંહ રાજગુરૂ અને સુખદેવને આજે આઝાદીના જોશીલા દિવાનાઓના રૂપમાં ઓળખવામાં આવે છે પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે જેલમાં લાબા સમય સુધી રહેતા તેમણે અનેક વિષયો પર અભ્યાસ કર્યો અને અનેક લેખો લખ્યા. તેમની મૃત્યુ પછી તેમના અનેક લેખ પ્રકાશિત કરવામાં આવ્યા.  જેના દ્વારા તેઓ સમાજમાં ક્રાંતિ લાવવા માંગતા હતા. 
 
તેઓ એક એવી વ્યવસ્થાનુ નિર્માણ કરવા માંગતા હતા જ્યા બધા સંબંધ સમાનતા પર આધારિત હોય અને દરેકને તેમની મહેનતનો પુર્ણ હક મળે. ઓક્ટોબર 1929ના રોજ ભગત સિંહે જેલમાંથી એક પત્ર હિન્દુસ્તાનના યુવાઓનુ નામ લખ્યુ જેમા તેમણે સંદેશ આપવામાં અવ્યો હતો કે સ્વતંત્રતા દરેક મનુષ્યનો અધિકાર છે. 
 
જેલમાં આ ત્રણેય પર અને સાથીયો પર અત્યાચાર કરવામાં આવ્યો. લાંબી ચાલેલી તેમની ભૂખ-હડતાલને તોડવા માટે અંગ્રેજોએ અમાનવીય યાતનાઓ આપી પણ તે નિષ્ફળ રહ્યા. નાનકડી વયમાં જ દેશ પર જીવ કુર્બાન કરનારા આ ક્રાંતિકારી શહીદોને શત શત નમન... 
 shahid diwas

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments