ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1108 કેસ નોંધાયા છે, જ્યારે 24 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 1032 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 13198 થઈ છે. જ્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 57982 પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 42412 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાહતની વાત એ છે કે છેલ્લા રાજ્યમાં અત્યાર સુધી 73 ટકા દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ચાર દિવસથી કોરોનાના કેસ સતત નવા વિક્રમી સપાટી વટાવી રહ્યા હતા તેમાં બ્રેક લાગી છે. ગુજરાતમાં હાલ 13146 એક્ટિવ કેસ છે અને 81 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 22 સાથે કોરોનાથી કુલ મૃત્યુંઆંક હવે 2348 થયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 204-ગ્રામ્યમાં 54 એમ કુલ 258 નવા કેસ નોંધાયા હતા. સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 11930 છે. આ પૈકી 7101 કેસ માત્ર જુલાઇના 27 દિવસમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 144-ગ્રામ્યમાં 40 એમ કુલ 180 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 25876 થયો છે. આમ, કુલ કેસનો આંક સુરતમાં 12 હજાર જ્યારે અમદાવાદમાં 26 હજારની નજીક છે. અમદાવાદમાં જુલાઇના 27 દિવસમાં કુલ 4963 કેસ નોંધાયા છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં 96 સાથે વડોદરા, 74 સાથે રાજકોટ, 34 સાથે ગાંધીનગર, 33 સાથે ભાવનગર, 30 સાથે સુરેન્દ્રનગર, 27 સાથે દાહોદ-પાટણ,22 સાથે અમરેલી, 19 સાથે બનાસકાંઠાનો સમાવેશ થાય છે.