Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના દર્દીઓએ હવે જોવી નહી પડે રાહ!!! આવી ગઇ ૧પ૦ એમ્બ્યુલન્સ

Webdunia
શુક્રવાર, 30 એપ્રિલ 2021 (08:03 IST)
new ambulances
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણના કપરા કાળમાં નવી ૧પ૦ એમ્બ્યુલન્સ સેવાઓ માત્ર એક જ સપ્તાહમાં સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ કરીને નાગરિકો-દર્દીઓની સેવામાં સમર્પિત કરવાની આગવી સંવેદના દર્શાવી છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કચ્છથી ડાંગ સુધીના સમગ્ર વિસ્તારના કોરોના દર્દીઓને વેળાસર એમ્બ્યુલન્સ  સેવા મળી રહે તે માટે આ નવી ૧પ૦ એમ્બ્યુલન્સને ગાંધીનગરથી જિલ્લાઓમાં પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીએ એક સપ્તાહ પહેલાં કોર કમિટિની બેઠકમાં ત્વરિત નિર્ણય લઇને નવી ૧૫૦ એમ્બ્યુલન્સ  તાત્કાલિક મળી જાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા આરોગ્યતંત્રને આપેલા દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારે ર૬.૩૮ કરોડના કુલ ખર્ચે માત્ર એક જ અઠવાડિયામાં સમગ્ર પ્રક્રિયાઓ પૂરી કરી આ એમ્બ્યુલન્સ  આરોગ્ય સેવા કાફલામાં સેવારત કરી દીધી છે.
 
આ નવી ૧પ૦ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સુવિધા, જરૂરી તબીબી સાધનો અને પેરામેડીકલ સ્ટાફ સહિતની સગવડો માત્ર ત્રણ જ દિવસના વિક્રમસર્જક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવી છે.
 
આ ૧પ૦ એમ્બ્યુલન્સ  સેવાઓ માત્ર સપ્તાહના સમયગાળામાં ખરીદીથી માંડી રજીસ્ટ્રેશન અને સુવિધા સજ્જતા સાથે કાર્યરત થઇ જ ન શકે તેવી દલીલો-તર્ક ગુજરાત સરકાર સામે કરનારા લોકો માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વની પારદર્શી નિર્ણાયક સરકારે આ અશકયને શકય બનાવીને કોરોનાના કપરા કાળમાં જનસેવા-પ્રજાલક્ષી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું છે.
 
કોરોના સંક્રમણની વ્યાપકતાના આ સમયમાં રાજ્યમાં ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારથી માંડી કચ્છના સરહદી ક્ષેત્ર સુધી જરૂરતમંદ દર્દીઓની સારવાર માટે આ એમ્બ્યુલન્સ  સેવાઓ સુસજ્જ છે.
 
એટલું જ નહિ, જી.પી.એસ સિસ્ટમ, સ્માર્ટ ફોન, અનુભવી અને તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા આ સેવાઓનું પેપરલેસ ડિઝીટલી મોનિટરીંગ સી.એમ ડેસ્ક બોર્ડ દ્વારા થઇ શકશે.
 
આ નવી ૧પ૦ એમ્બ્યુલન્સ  સેવાઓ આજથી જ કાર્યરત થઇ જતાં રાજ્યમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટેની સજ્જતામાં વધુ સગવડ જોડાઇ જવાથી સમયસર, ત્વરિત સુવિધા મળશે અને આ આરોગ્ય સેવા જીવનરક્ષક બની રહેશે.
 
મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી આ ૧પ૦ એમ્બ્યુલન્સને જિલ્લામાં સેવારત થવા પ્રસ્થાન કરાવ્યું તે અવસરે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી તેમજ વરિષ્ઠ સચિવો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal - બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું, કયા વિસ્તારો પર ખતરો અને વાવાઝોડાની ગુજરાત પર અસર શુ થશે અસર ?

Urvil Patel: 12 સિક્સર, 7 ચોક્કા, 28 બોલમાં સેંચુરી... કોણ છે ઉર્વિલ પટેલ, જેમણે IPLમાં અનઓલ્ડ રહીને પણ ટી20 ક્રિકેટમાં રચી દીધો ઈતિહાસ

BJP નો જ રહેશે આગામી CM, એકનાથ શિંદે બોલ્યા - ભાજપા જે નિર્ણય લેશે તેનુ શિવસેના કરશે સમર્થન

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

આગળનો લેખ
Show comments