Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેડીકલ ઓક્સીજનની માંગ ખુબ જ વધતાં, ગુજરાત સરકારે બહાર પાડ્યું જાહેરનામું

Webdunia
શનિવાર, 12 સપ્ટેમ્બર 2020 (14:14 IST)
કોવિડ-૧૯ની મહામારી અંતર્ગત તાજેતરમાં કોરોનાના દર્દીઓની સારવારમાં મેડીકલ ઓક્સીજન ખુબ જ મહત્વપુર્ણ છે એટલું જ નહી આવા દર્દીઓની વધતી જતી સંખ્યાના કારણે મેડીકલ ઓક્સીજનની માંગ ખુબ જ વધી છે. આવા સંજોગોમાં મેડીકલ ઓક્સીજનની માંગને પહોચી વળવા રાજ્યમાં વિશેષ  જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ ઓક્સિજન ઉત્પાદક એકમો માત્ર ૫૦% સુધીનો જ ઓક્સીજન ઔદ્યોગીક વપરાશ માટે આપી શકશે. 
 
તે ઉપરાંત અનિવાર્ય સંજોગોમાં જો મેડીકલ ઓક્સીજનની તાકીદે જરૂરીયાત ઉભી થાય તો પ્રથમ પ્રાથમિકતા મેડિકલ ઓક્સીજનને આપવાની રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ આઈપીસી કલમ ૧૮૮ મુજબ છ મહિનાની સજા તેમજ દંડની જોગવાઈ છે તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશ્નર શ્રી ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે. 
 
કોશિયાએ ઉમેર્યુ કે, ગુજરાત રાજ્યમાં મેડીકલ ઓક્સીજનનો હાલમાં વપરાશ આશરે ૨૫૦ ટન જેટલો છે અને મેડીકલ ઓક્સીજનના લાયસન્સ ઉત્પાદકો કુલ ૫૨ (બાવન)  છે. તેમજ રાજ્યમાં ઔધોગિક ઉત્પાદન કરતા ઉત્પાદકો આશરે ૫૦ (પચાસ) કાર્યરત છે. મેડીકલ ઓક્સીજનની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે જાહેરનામુ બહાર પાડીને ચોક્કસ નિર્દેશો જાહેર કર્યા છે. 
 
જે અન્વયે ગુજરાત રાજ્યના ઓક્સીજનના ઉત્પાદકોએ કોરોનાની મહામારીને પહોંચી વળવા તેઓની મહત્તમ ક્ષમતા મુજબ અવિરતપણે ઓક્સીજનનુ ઉત્પાદન કરવાનુ રહેશે. તેઓના કુલ ઉત્પાદનના ૫૦% ઓક્સીજન ફરજિયાતપણે મેડીકલ ઓક્સીજનના ઉત્પાદન માટે ફાળવવાનો રહેશે.
 
ઉત્પાદક એકમો માત્ર ૫૦% સુધીનો ઓક્સીજન ઔદ્યોગીક વપરાશ માટે આપી શકશે. આમ, છતા અનિવાર્ય સંજોગોમાં જો મેડીકલ ઓક્સીજનની તાકીદે જરૂરીયાત ઉભી થાય તો પ્રથમ પ્રાથમિકતા મેડિકલ ઓક્સીજનને આપવાની રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ આઈપીસી કલમ ૧૮૮ મુજબ  કસુરવારો સામે છ મહિનાની સજા તેમજ દંડની જોગવાઈ છે જેની અમલવારી માટે કડક ચેકીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments