Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ બન્યું રાજ્યનું 'કોરોના કેપિટલ', કુલ 1272, 48ના મોત

Webdunia
શનિવાર, 18 એપ્રિલ 2020 (11:28 IST)
ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો જાય છે. જેમાં ખાસકરીને અમદાવાદમાં દરરોજ વધુ મોટા આંકડા સામે આવી રહ્યા છે. ગુજરાતમાં શનિવારે કોરોના વાયરસના 176 નવા કેસ પુષ્ટિ થઇ થઇ છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 1272 પહોંચી ગઇ છે. જેમાંથી 88 લોકો સાજા થઇ જતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 48 લોકોના મોત થયા છે. 
 
ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હોટ સ્પોટ વિસ્તારોમાંનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા 12 કલાકમાં અમદાવાદમાં 143 કેસ, સુરતમાં 13 કેસ, વડોદરામાં 13 કેસ, રાજકોટમાં 2 કેસ, પંચમહાલમાં 1, આણંદમાં 1, ભાવનગર 2, ભરૂચમાં 1 કેસ નોંધાયો હતો. દિવસ દરમિયાન કુલ મળીને 173 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં મૃત્યુઆંક વધીને 48 સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના ના કારણે 25 લોકોના મોત થયા છે.
 
અમદાવાદમાં ખાસ કરીને કોટવિસ્તારમાં કેસોની સંખ્યા મોટી સંખ્યામાં વધી રહી છે. અમદાવાદ શહેરમાં થલતેજ, નરોડા, નારણપુરા, સારંગપુર, જમાલપુર, કાલુપુર, દાણીલીમડા, સરસપુર, મેઘાણીનગર, બહેરામપુરા, જુહાપુરા, મણીનગર, બોડકદેવ, નિકોલ અને વટવામાં કેસો નોંધાયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને આશંકા વ્યક્ત કરી છે કે, આગામી દિવસોમાં કોરોનાના કેસનો આંકડો વધી શકે છે. કેસોની સંખ્યા વધતા કોટ વિસ્તારમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે. ચિંતાની વાત એ છે કે, અમદાવાદમાં લોકલ સંક્રમણ એટલી હદે વધ્યું છે કે નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પણ કોરોના પોઝિટિવ થયો છે.
 
કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અગમચેતીના નિર્ણયો
 
• કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ તા.૦૩/૦૫/૨૦૨૦ મધ્ય રાત્રી સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે.
જે અંતર્ગત રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે અને લોકોને મુશ્કેલી પડે નહિ તેની કાળજી લેવામાં આવી રહી છે.
 
• છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં  COVID-19સામે લડી રહેલા પ્રથમ હરોળના કર્મયોગીઓ એટલે કે આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, સફાઈ કર્મીઓ વગેરેમાં પોઝીટીવ કેસો જોવા મળી રહ્યા છે. આ બાબતને સંવેદના પૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રીએ આજની કોર કમિટીની બેઠકમાં આરોગ્ય અધિકારીઓને આ કર્મયોગીઓની સવિશેષ કાળજી લેવા માટે સુચના આપેલ છે અત્યાર સુધીમાં આવા ૨૮ કર્મીઓ ધ્યાને આવેલ છે.
 
• માન.મુખ્યમંત્રીએ આ પરિસ્થિતીમાં થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સુચના આપેલ જેને ધ્યાને લઇ ઇન્ડિયન રેડક્રોસની મદદથી જીલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતેઆવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 
 
• રેડક્રોસ દ્વારા સરકારી હોસ્પિટલની મદદથી ગત તા.૧૭/૦૪/૨૦૨૦ સુધીમાં ૧૬૧૯ થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્તબાળકોને ૧૭૫૫ યુનિટ લોહી ચઢાવવામાં આવેલ છે. ૬૬૭બાળકોને દવાઓ આપવામાં આવી છે.
 
• રાજયમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ કમિશ્નર (આ.) ની કચેરીથી કરવામાં આવશે. આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.
 
વેન્ટીલેટરઅનેવેન્ટીલેટર કેર તાલીમ
• રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને સરકારી હોસ્પિટલો ખાતે ૧૦૬૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત ૧૭૦૦ જેટલા વેન્‍ટીલેટર ઉપલબ્ધ છે. વધુ ૧,૦૦૦ વેન્ટીલેટર ખરીદીનો આદેશ આપેલ છે. વધુમાં ૪૩ વેન્ટીલેટર દિલ્હી ખાતેથી રાજ્ય સરકારને  મળેલ છે.
 
• રાજયના ર્ડાકટરો અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ આપવા માટે રાજયની મેડીકલ કોલેજોમાં તા.૨૧/૦૩/૨૦૨૦ થી શરૂ કરેલ છે. અને તા.૦૫/૦૪/૨૦૨૦ સુધીમાં ૩૫૨૨ આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવેલ છે.
 
• તા.૦૮/૦૪/૨૦૨૦ સુધીમાં ૯૦૩૧  આરોગ્યકર્મીઓની તાલીમ પૂરી કરાવવામાં આવનાર છે. 
 
૧૧૦૦ અને ઈમેલ હેલ્પલાઇન તથા ટેલી મેડીસીનની સુવિધા
 
• રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દર્દીઓને ર૪ X૭ કલાક માટે એમ.બી.બી.એસ,એમ.ડી. ફિઝિશિયન,કલીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડિસીન,ટેલી કાઉન્સેલીંગ(પરામર્શ)અને ટેલી એડવાઇઝ(સલાહ) આપશે.
 
• વધુમાં ધી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ તાજેતરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરીસ્થિતીમાં ટેલી મેડીસીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેના માટે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ નંબર ઉપર સવારના ૦૯:૦૦ થી ૧૦:૦૦ ની વચ્ચે ફોન કરી ટેલી મેડીસીનની સુવિધા મેળવી શકાશે. 
 
• તા.૧૭/૦૪/૨૦૨૦ સુધીમાં આ હેલ્પલાઇન ઉપર ૪૨૦૮જેટલા કોલ આવેલ જેમને સારવાર સહીતની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
• રાજયના તમામ હોસ્પિટલો અને તબીબો પાસેથી SARIના કેસોની માહીતી તાત્કાલિક મળી રહે  તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા Dr.TeCHO Applicationશરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત૩૩૦૪જેટલા ખાનગી તબીબોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. 
 
• રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસ ( કોવિડ-૧૯) ના સંક્રમણની પરિસથિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ,સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકારે ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે.
 
• રાજયમાં અમદાવાદ ખાતે ૧૨૦૦ બેડ, વડોદરા, રાજકોટ ખાતે ૨૫૦ અને સુરત ખાતે ૫૦૦ બેડ તેમજ તમામ જીલ્લા ખાતે સરકારી અને ખાનગી ૧૦૦ બેડની હોસ્પિટલો ઉભી કરવામાં આવેલ છે. કુલ રાજયમાં ૮૪૦૦ બેડની સુવિધાની તૈયારી કરેલ છે. જે માત્ર કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે. 
 
• રાજયમાં રેપીડ ડાયગ્નોસ્ટીક હેતુ ૨૪૦૦૦ જેટલી કીટો પ્રાપ્ત થયેલ છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments