Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત: છેલ્લા એક દિવસમાં કોરોનામાં 725 નવા કેસ નોંધાયા, સંક્રમિત લોકોની સંખ્યા 36 હજારને પાર

Webdunia
મંગળવાર, 7 જુલાઈ 2020 (10:01 IST)
વીતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ 735  નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં તેના કુલ કેસ વધીને 36,858 થયા છે. અહીં આ ચેપને લીધે આજના દિવસે વધુ 17  દર્દીઓનાં મોત નીપજ્યાં, જેના કારણે કુલ મૃત્યુઆંક વધીને 1,962  થઈ ગયો. આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
 
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 201, અમદાવાદ કોર્પોરેશનમાં 168, વડોદરા કોર્પોરેશનમાં 55, સુરત-40, ભાવનગર કોર્પોરેશન 26, બનાસકાંઠા 24, ભરૂચ 18, અમદાવાદ 15, રાજકોટ કોર્પોરેશન 14, ગાંધીનગર13, વલસાડ 13, મહેસાણા 12, કચ્છ 11, વડોદરા 10, જૂનાગઢ કોર્પોરેશન 9, ખેડા 9, ભાવનગર 9, પંચમહાલ 8, સાબરકાંઠા 8, નવસારી 8, અમરેલી 7, રાજકોટ 7, જૂનાગઢ 6, જામનગર કોર્પોરેશન 5, સુરેન્દ્રનગર 5, દાહોદ 5, ગાંધીનગર કોર્પોરેશન 4, મોરબી 4, તાપી 4, પાટણ 3, છોટા ઉદેપુર 3, અરવલ્લી 2, મહિસાગર 2, બોટાદ 2, ગીર સોમનાથ 2, જામનગર 2 અને આણંદમાં 1 કેસ નોંધાયો છે.
 
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 4, સુરત 2, અરવલ્લી 2, બનાસકાંઠા અને ખેડામાં એક-એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1962 લોકોનાં કોરોનાના કારણે મોત થયા છે.
 
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26323 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 8573 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 વેલ્ટીલેટર પર છે અને 8504 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,18,464 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દહીં ડુંગળીની સેન્ડવિચ બનાવીને ખાવ, બાળકો ભૂલી જશે ચીઝ મેયોનીઝનો સ્વાદ, જાણો રેસીપી

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

Kids Story - જેવો સંગ તેવો રંગ

Lord Hanuman Names for Baby boys- હનુમાનજીના નામ પર બાળકોના નામ

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments