Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવુ કરીશુ તો કેવી રીતે રોકાશે કોરોના ? પોલીસે માસ્ક વિના ફરતા ત્રણ હજાર લોકો પાસેથી ત્રણ જ દિવસમાં 32 લાખનો દંડ વસૂલ્યો

Webdunia
બુધવાર, 7 એપ્રિલ 2021 (10:34 IST)
રાજ્યમાં કોરોના મહામારીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વધતા જતા કેસને લઈને રાજ્યના પોલીસ વડાએ માસ્ક નહીં પહેરનાર સામે કડક પગલાં ભરવાનો આદેશ કર્યો છે. ત્યારે અમદાવાદમાં પોલીસે માસ્ક વિના બહાર નિકળતા 3275 લોકો પાસેથી 32.75 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.પોલીસે ડીજીપીના આદેશ પહેલાના ત્રણ દિવસમાં 2027 લોકો પાસેથી 20.27 લાખનો દંડ વસૂલ્યો છે. કોરોના કાળથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેર પોલીસે 27 કરોડથી વધુ રકમ માસ્કના દંડ પેટે વસૂલી છે.

રાજ્યમાં કોરોનાની શરુઆતથી લઈને અત્યાર સુધીમાં પોલીસે 150 કરોડથી વધુની રકમ માસ્કના દંડ પેટે વસૂલી છે. માર્ચ મહિનાથી દેશમાં કોરોના સંક્રમણને કારણે લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદ શહેરમાં કોરોના પોતાની ગતિ પકડી રહ્યો હતો. ત્યારે સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યુ હતું. આ સમયગાળા દરમિયાન પોલીસે લોકો પાસેથી કરોડો રૂપિયામાં માસ્કનો દંડ વસૂલ્યો હતો. હવે ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદના માત્ર પૂર્વ વિસ્તારમાંથી જ પોલીસે માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધીમાં 1.63 લાખ લોકો પાસેથી 8.98 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જ્યારે 20 હજારથી વધુ લોકોની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ પણ કરી છે.  શહેરના ઝોન-4માં માસ્ક નહીં પહેરવાના 62 હજાર 767, ઝોન5માં 42 હજાર 474 અને ઝોન 6માં 58 હજાર 288 કેસ નોંધવામાં આવ્યાં છે. અમદાવાદમાં ઝોન 5માં માસ્કના દંડ તથા જાહેરનામા ભંગના સૌથી ઓછા કેસ નોંધાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments