Dharma Sangrah

અમદાવાદના ડોમેસ્ટિક સેક્ટરની ફ્લાઇટમાં મુસાફરોનો લોડ ફેક્ટર 50 ટકા કરતાં પણ ઓછો થઇ ગયો

Webdunia
સોમવાર, 22 માર્ચ 2021 (09:38 IST)
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણ વધતાં તેની અસર ફ્લાઇટના મુસાફરો પર પણ પડી છે. છેલ્લા પાંચ દિવસથી અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટમાં અવર-જવર કરતાં મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલની સ્થિતિમાં ખૂબ જ અગત્યનું કામ હોય તેવા લોકો જ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેના પગલે અમદાવાદ એરપોર્ટ ખતો ફ્લાઇટમાં 80 ટકાએ પહોંચેલા પેસેન્જનર લોડ ફેક્ટરનો ગ્રાફ સીધો 50 ટકાની અંદર આવી ગયો છે. બપોરના સમયે તો ટર્મિનલ સાવ ખાલીખમ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોરોનાના કેસમાં ઘટાડો થવાને પગલે લોકોમાં ડર ઓછો થઇ જતાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યામાં ધીરે-ધીરે વધારો થઇ રહ્યો હતો.પેસેન્જર લોડ ફેક્ટર 80થી 85 ટકા પહોંચી જતાં ઈન્ડિગો અને સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા અનેક નવા ડોમેસ્ટિક સેક્ટરની ફ્લાઇટ પણ શરૂ કરી દેવાઇ હતી.  પરંતુ કોરોનાના કેસમાં વધારો થતાં છેલ્લા પાંચ દિવસથી અમદાવાદના ડોમેસ્ટિક સેક્ટરની ફ્લાઇટમાં મુસાફરોનો લોડ ફેક્ટર 50 ટકા કરતાં પણ ઓછો થઇ ગયો છે. ગુજરાતથી મહારાષ્ટ્ર-રાજસ્થાન જનારા મુસાફરો માટે ટેસ્ટ ફરજીયાત છે. જેના કારણે મહારાષ્ટ્ર જનારા મુસાફરોની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રેશર કુકરમાં બાફેલા ભાત કે તપેલીમાં ઉકાળેલા ભાત, કયા ભાતમાં હોય છે વધુ ન્યૂટ્રીશન

LPG Gas Cylinder Crisis: તમને પણ નથી મળી રહ્યો LPG સિલેંડર તો કેવી રીતે બનાવશો રસોઈ ? અહી જાણો કેટલીક રીત

Birthday wishes for Mother - મમ્મી માટે જન્મદિવસની શુભેચ્છા સંદેશ

Cucumber Dishes- ઉનાળામાં ખાસ ઝડપી અને ઠંડી કાકડીની વાનગીઓ

ડાયેટ સારું હોવા છતા પણ કેમ વધી જાય છે યૂરિક એસિડ ? જાણો વજન કંટ્રોલ કરવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

'આ બળવો નથી, લવ જેહાદ છે', મોનાલિસાના લગ્ન પર દિગ્દર્શક સનોજ મિશ્રાએ દાવો કર્યો છે કે મેનેજરે સોદો કર્યો હતો.

ગુજરાતી જોક્સ - ઓ સુંદર સ્ત્રી

મીનાવાડા ગામ દશામાનુ મંદિર

બોલીવુડ અભિનેતા રણદીપ હુડ્ડા બન્યા પિતા, સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી ગુડ ન્યુઝ

ગુજરાતી જોક્સ -ભીડથી દૂર રહેશો

આગળનો લેખ
Show comments