Festival Posters

ગુજરાતમાં કુલ 80 હજારથી વધુ ટેસ્ટ થયાં જેમાંથી 5428 રિપોર્ટ પોઝિટિવ આવ્યા

Webdunia
સોમવાર, 4 મે 2020 (13:54 IST)
ગુજરાતમાં હવે કોરોના વાયરસની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક રીતે આગળ વધી રહી છે. રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. તે ઉપરાંત રાજ્યના નાના શહેરોમાં પણ હવે કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે. આખા ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારી ફેલાઈ ગઈ છે ત્યારે ગુજરાત સરકાર તેને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ છે. અત્યાર સુધી કોરોના વાઇરસના કુલ 5428 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 4065 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે કુલ 1042 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કૉવિડ-૧૯ના 80,060 કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે આજે 5944 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૨૭૪, વડોદરા તથા સુરતમાં ૨૫-૨૫, મહેસાણામાં ૨૧, મહિસાગરમાં ૧૦ તથા રાજ્યના અન્ય જિલ્લાઓ સહિત કુલ રાજ્યમાં ૩૭૪ નવા કેસ નોંધાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

Breakfast ideas: થોડીવારમાં તૈયાર કરો ક્રિસ્પી બટાકાના ચીલા! સ્વસ્થ અને સ્વાદિષ્ટ

Breakfast Ideas Tips- નાસ્તામાં સ્વાદિષ્ટ અને હેલ્દી ઓટ્સ-સોજી ઇડલી બનાવો.

શિવાજી ના ઘોડા નું નામ

સાંધાના દુખાવાથી મળશે કાયમી છુટકારો: યૂરિક એસિડ ઘટાડવા માટે અપનાવો આ સરળ આયુર્વેદિક અને ઘરેલુ નુસખાઓ

વધુ જુઓ..

નવીનતમ

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

આગળનો લેખ
Show comments