Webdunia - Bharat's app for daily news and videos

Install App

17,128 વેક્સિનેટર્સ સહિત 2 લાખથી વધુ આરોગ્ય કર્મીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ રસીકરણ ઝુંબેશમાં જોડાશે

Webdunia
રવિવાર, 10 જાન્યુઆરી 2021 (10:25 IST)
હેડિંગ: 17,128 વેક્સિનેટર્સ સહિત 2 લાખથી વધુ આરોગ્ય કર્મીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ રસીકરણ ઝુંબેશમાં જોડાશે
 
કોવિડ-19 રસીકરણ માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની ઉપસ્થિતિમાં આજે યોજાયેલી કોર કમિટિની બેઠકમાં રસીકરણ માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાતમાં એક કરોડથી વધુ રસીના ડોઝ સંગ્રહ કરવાની ક્ષમતા ઉપલબ્ધ છે. 17,128 તાલીમબદ્ધ વેક્સિનેટર્સ રસીકરણ માટે તૈયાર છે. 27,934 સેશન સાઈટ અને 2,236 કોલ્ડ ચેઈન પોઈન્ટ ઉપલબ્ધ છે. રાજ્યની 3,084 સરકારી આરોગ્ય સંસ્થાઓ અને 15,942 ખાનગી આરોગ્ય સંસ્થાઓ રસીકરણ માટે સંપૂર્ણ સુસજ્જ છે.
 
 
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ આજે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં રસીકરણ અભિયાનમાં આરોગ્ય વિભાગ, અન્ય વિભાગો, ડેવલપમેન્ટ પાર્ટનર તથા સ્વૈચ્છિક સંસ્થાઓના અંદાજે 2 લાખથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ જોડાશે. 
 
 
ભારત સરકારની ગાઈડલાઈન મુજબ પ્રથમ તબક્કામાં સરકારી તથા ખાનગી આરોગ્ય કાર્યકરોને રસીકરણમાં પ્રાધાન્ય આપવામાં આવશે. આ માટે 4.33 લાખથી વધુ હેલ્થ કેર વર્કર્સની વિગતો એકત્ર કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસ મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ સાથે જોડાયેલા ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રાધાન્ય અપાશે આ માટે અત્યાર સુધીમાં 3.47 લાખ ફ્રન્ટલાઈન વર્કર્સની માહિતી એકત્ર કરવામાં આવી છે. તે પછીના તબક્કામાં 50 વર્ષથી વધુ વયના 1.06 કરોડ લોકો તથા 50 વર્ષથી ઓછી ઉંમરના અન્ય બિમારી ધરાવતા 2.71 લાખ વ્યક્તિઓની માહિતી તૈયાર કરવામાં આવી છે. રસીકરણના સફળ આયોજન માટે અને માર્ગદર્શન આપવા માટે ડૉક્ટર્સના એક્સપર્ટ ગ્રુપની રચના પણ કરવામાં આવી છે. 
 
 
રસીકરણ સુચારુ રૂપે થઈ શકે તે માટે ગુજરાતના તમામ 248 તાલુકા અને 26 ઝોનમાં 931 સેશન સાઈટ પર ડ્રાય રનનું આયોજન થઈ ગયું છે. મુખ્ય સચિવ અનિલ મુકિમે અમદાવાદ જિલ્લાની સેશન સાઈટની મુલાકાત લઈને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે ડૉ.જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ સાબરકાંઠા જિલ્લામાં સેશન સાઈટની મુલાકાત લીધી હતી. 
 
 
રાજ્ય સરકારના સઘન પ્રયત્નોને પરિણામે કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે કોરોનાના 675 નવા દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,01,01,064 (એક કરોડ, એક લાખ, એક હજાર, ચોસઠ) ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજની તારીખે ગુજરાતમાં માત્ર 8149 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 2,38,965 દર્દીઓ સાજા થઈ ગયા છે. ગુજરાતમાં સાજા થવાનો દર 95.10 ટકા થયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments