Biodata Maker

આવતીકાલથી ગુજરાતમાં શરૂ થશે વેક્સીનેશન, વિજય રૂપાણીએ કહ્યું કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે

Webdunia
રવિવાર, 28 ફેબ્રુઆરી 2021 (15:34 IST)
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વેક્સિન વરિષ્ઠ નાગરિકો 60 વર્ષથી ઉપરની વયના વડીલોને આવતીકાલ 1 માર્ચથી આપવાનો પ્રારંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના  60 લાખ જેટલા સૌ વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લઈને કોરોના સામેની આપણી લડાઈના આ નિર્ણાયક અંતિમ તબક્કામાં પોતાનું યોગદાન અવશ્ય આપવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ આ અપીલ કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકારે સૌના આરોગ્યની ચિંતા કરીને કોરોના સામે શરુઆતથી જ લોકસહયોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠાથી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં સફળતા મેળવી છે.
 
હવે જ્યારે કોરોના સામે રસીકરણ અભિયાન પણ દેશભરમાં શરૂ થયું છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકોના સહકારથી આપણું રાજ્ય એમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે. વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે. રાજ્યભરની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536 જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના રસીના ડોઝ આપવામાં આવશે. આ હેતુસર તાલીમબદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે 30 હજાર જેટલા માનવ બળની  સેવાઓ ઉપલબ્ધ બનવાની છે.
 
તેમણે એમ પણ જણાવ્યું છે કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી જ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 60 વર્ષથી વધુની વયના હરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોરોના સામેના જંગમાં સઘન આરોગ્ય સારવાર સુવિધાઓ ધન્વન્તરિ રથ, 104 હેલ્પ લાઇન, વ્યાપક સરવેલન્સ સહિતના અનેક પરિણામ કારી પગલાંઓ અને ઉપાયોથી દેશનું માર્ગદર્શક બન્યું છે.
 
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે હવે સૌ વરિષ્ઠ વડીલો અવશ્યપણે રસીના ડોઝ લઈને હારશે કોરોના જીતશે ગુજરાતના મંત્રને સાકાર કરી કોરોના સામેની લડાઈના આ અંતિમ તબક્કામાં વિજય મેળવે. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને પણ અપીલ કરી છે કે પોતાના ઘર પરિવાર અને આસપાસ ના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દરરોજ કેટલા કલાક સૂવું જોઈએ, ઓછી કે વધુ ઊંઘ લેવાથી શરીર પર શું અસર પડી શકે છે?

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

ઇફ્તાર માટે બનાવો સ્વાદિષ્ટ જૂની દિલ્હી શૈલીના મટન કીમા, આખું ઘર સુગંધથી ભરાઈ જશે.

મહાત્મા દાદુ દયાળ કોણ હતા? તેમણે કયા આંદોલનનું નેતૃત્વ કર્યું?

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

Sridevi deahth mystery- જાણો દુબઈ હોટલના બાથટબમાં શ્રીદેવી સાથે શું થયું હતું

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આગળનો લેખ
Show comments