Dharma Sangrah

કોઈને આશા જ ન હતી કે આવી વ્યવસ્થા થશે, લોક ડાઉનના સમયગાળામાં જ વતન જવા મળશે

Webdunia
સોમવાર, 11 મે 2020 (11:00 IST)
દશ પંદર દિવસ પહેલાં વિચાર્યું જ ન હતું, કોઈને આશા જ ન હતી કે સરકાર વતન મોકલવાની આવી વ્યવસ્થા કરશે. પરંતુ સરકારની વ્યવસ્થા અંગે સંતોષની  લાગણી વ્યક્ત કરતાં પ્રકાશે જણાવ્યું કે અમે વિચાર્યું હતું કે સમગ્ર લોક ડાઉન દરમિયાન અહીં જ રહેવું પડશે, આ સમયગાળા માં તો અહીં જ રહેવું પડશે. જો કે સરકારનું આ ખૂબ સારું પગલું છે એટલે અમે ચાલુ લોક ડાઉન વચ્ચે ઘેર પહોંચી શકીશું. પ્રશાંત જણાવે છે કે, લોક ડાઉનથી અમેરિકા સુદ્ધાંમાં મુશ્કેલી પડી છે, થોડા દિવસમાં બધું સારું થઈ જશે.ઉત્તરપ્રદેશના વતની પ્રશાંત વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટીમાં એમબીએના વિદ્યાર્થી છે. 
 
ગુજરાત સરકાર દ્વારા દોડાવાયેલી ખાસ ટ્રેન મારફત પ્રશાંત અને તેના જેવા અન્ય લોકો જોનપુર તથા ઉત્તરપ્રદેશના અન્ય શહેરોમાં જવા માટે રવાના થયા હતા. 
આ ઉપરાંત ધંધાર્થી દિનેશ કુમાર પણ એ જ ટ્રેનમાં વતન જઈ રહ્યાં હતાં. તેમણે કહ્યું કે સરકારે સહુને ઘેર પહોંચાડવાની ઘણી સારી વ્યવસ્થા કરી છે એટલે અહીં થી જવામાં કોઈ મુશ્કેલી પડી નથી.
 
ફેબ્રિકેશન નું કામ બંધ થઈ જવાથી શ્રમિક વિશેષ ટ્રેનમાં વતનની વાટ પકડનાર અનિલે જણાવ્યું કે જોનપુર જવાની સરકારે વ્યવસ્થા કરી એ ખૂબ આનંદની વાત છે.સહુ એ વતનમાં પણ લોક ડાઉન ના નિયમો,ચેપ ફેલાતો અટકાવવા ઘરબંધી અને સોશીયલ ડિસ્ટન્સ જાળવવાની મક્કમતા વ્યક્ત કરી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

આગળનો લેખ
Show comments