Webdunia - Bharat's app for daily news and videos

Install App

જગતજનનીને ધજા અર્પણ કરવા બોલ માડી અંબેના નારા સાથે અંબાજીમાં ભક્તો ઊમટ્યાં

Webdunia
સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (09:39 IST)
આજે ભાદરવી પૂનમ છે. જગતજનની મા અંબાના ધામમાં રાજ્યના ગામેગામથી માતાજીને ધજા અર્પણ કરવા મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને પહોંચી ગયા છે. જોકે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે રદ કરવામાં આવેલ છે પરંતુ બાધા, આખડી માનતા હોય તેવા દર્શનાર્થીઓ માટે મંદિર દર્શન માટે ચાલુ રાખવામાં આવ્યું છે. ડ્રોન કેમેરાના 360 એન્ગલના પેનોરમા દૃશ્યમાં અંબાજીના ચાચર ચોકનો એરિયલ વ્યુ ત્રિશૂળ જેવો દેખાયો હતો. શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે ભક્તોને આવકારવા 20 વરસથી 900 મીટર જેટલી લાલ જાજમ બિછાવાઈ છે.” ભાદરવી પૂનમને લઇ દૂરદૂરના અંતરેથી પ્રસ્થાન થયેલા પદયાત્રી પ્રવાહ અંબાજીમાં ઠલવાઇ રહ્યો છે. જેને લઇ તીર્થધામ માઈભક્તોથી ઉભરાયું છે. જોકે એસ.ટી. વિભાગ પણ બામણાંજોરથી મુસાફરોને ગંતવ્ય સ્થળે પહોંચાડી રહ્યું છે.વિવારે ચૌદશના દિવસે એક લાખથી વધુ ભકતોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુંકાવ્યું હતું. મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘મેળાના પાંચ દિવસ દરમિયાન 3 લાખ 80 હજાર પ્રસાદ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.’વરસાદી માહોલમાં આરંભ થયેલ બાધા આખડીની પૂર્ણિમાના ભક્તોના મેળાવડાના રવિવારે ચોદસે અંબાજી ધામ પદયાત્રિકોથી ઉભરાયું હતું. અંબાજીને જોડતા માર્ગો પણ શ્રદ્ધાળુઓનું કીડિયારું જોવા મળી રહ્યું છે. સોમવારે પૂનમે અંબાજીમાં ભાદરવી મહાકુંભ ભરાશે. તે પૂર્વે જ ચૌદસના યાત્રિકોનો ઘસારો નોંધપાત્ર વધેલો જોવા મળ્યો હતો. એ સાથે વિવિધ વાહનોનો પણ ખડકલો અને આવજાવનને લઇ રવિવારે બપોરના સુમારે અંબાજી એસ.ટી.ડેપોને પણ અંબાજી બહાર લઇ જવાની ફરજ પડી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

Mathri - હોળીના એક દિવસ પહેલા બનાવો આ ખાસ નાસ્તા, ખાધા પછી પાડોશીઓ પણ તમારા વખાણ કરશે, રેસિપી પૂછવા લાગશે.

Semolina Papad Recipe- મિનિટોમાં સરળ રીતે તૈયાર કરો સોજીના પાપડ

હોળીની મજા વચ્ચે બાળકોની ત્વચાને નુકસાન ન થશે, આ સલામતી ટિપ્સ અજમાવો

હોળીના ખાસ પરંપરાગત કાનજી બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ- બુદ્ધિ તેજ

IIFA માં હાજરી આપવા માટે શાહિદ, મીકા, નોરા ફતેહી પહોંચ્યા જયપુર, બોલિવૂડની ઘણી હસ્તીઓ, શાહરૂખ અને રેખા પણ આવશે.

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

આગળનો લેખ
Show comments