Webdunia - Bharat's app for daily news and videos

Install App

લંડન જઈને સીરમ સીઈઓનો મોટો આરોપ, ભારતમાં શક્તિશાળી લોકો કરી રહ્યા છે પરેશાન, પરત જવા નથી માંગતો

Webdunia
રવિવાર, 2 મે 2021 (00:06 IST)
:Adar Poonawalla
કોરોના વાયરસના રોજના રેકોર્ડ મામલા સામે આવવા સાથે જ દેશમાં વેક્સીનેશન અભિયાનનો ત્રીજો ફેઝ શનિવારથી શરૂ થઈ ગયો. દેશમાં સતત વેક્સીનની માંગ વધતી જઈ રહી છે. આ દરમિયાન કોવિશીલ્ડ વૈક્સીનનુ પ્રોડક્શન કરનારી કંપની સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા (એઆઈઆઈ)ના પ્રમુખ અદાર પુનાવાલાએ વૈક્સીનની ડિમાંડ માટે વધતા દબાણને લઈને વાતચીત કરી છે. બ્રિટનમાં પુનાવાલાએ આ પણ આરોપ લગાવ્યો છે કે વૈક્સીનને લઈને ભારતના અનેક શક્તિશાળી લોકો તેમને પરેશાન કરી રહ્યા છે. પૂનાવાલાને તાજેતરમાં જ કેન્દ્ર સરકારે વાઈ શ્રેણીની સુરક્ષા પણ આપી છે. 
 
આક્રમક રૂપથી કૉલ કરીને માંગી રહ્યા છે વેક્સીન 
 
સુરક્ષા મેળવ્યા પછી પહેલીવાર આ વિશે વાત કરતાં, અદાર પૂનાવાલાએ 'ધ ટાઇમ્સ'ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતના પાવરફુલ લોકો આક્રમક રીતે  ફોન પર કોવિશિલ્ડ રસી માંગી રહ્યા છે  ઉલ્લેખનીય છે કે કોવિશિલ્ડ પહેલી વેક્સીન છે જેને ડીસીજીઆઈએ કોરોનાના ઈમરજન્સી ઉપયોગ માટે માન્ય કરી છે.  કોવિશિલ્ડનું નિર્માણ વિશ્વની રસી બનાવનારીકંપનીઓમાંની એક જાણીતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે.
 
પુત્રી અને પત્ની સાથે યુકે ગયા પુનાવાલા 
 
એસઆઈઆઈના પ્રમુખે જણાવ્યુ કે આ દબાણને કારણે તે ત્યા પોતાની પત્ની અને પુત્રી સાથે લંડન આવી ગયા છે. 40 વર્ષીય પુનાવાલાએ કહ્યુ, હુ અહી વધુ સમય એટલા માટે રોકાયો છુ કારણ કે હુ સ્થિતિમાં ફરીથી જવા માંગતો નથી. બધુ મારા ખભા પર આવી ગયુ છે પણ હુ એકલો કશુ નથી કરી શકતો. હુ આવી સ્થિતિમાં નથી રહેવા માંગતો. જ્યા તમે તમારુ કામ કરી રહ્યા હોય અને તમે એક્સ, વઈ અને ઝેડની માંગોની સપ્લાયને પુરી ન કરી શકો. એ પણ ન ખબર હોય કે તેઓ તમારી સઆથે શુ કરવા જઈ રહ્યા છે. 
 
બધાને લાગે છે કે તેમને વેક્સીન મળવી જોઈએ. 
 
તેમણે કહ્યું, "અપેક્ષા અને આક્રમકતાનું સ્તર હકીકતમાં અભૂતપૂર્વ છે. આ  જોરદાર છે. દરેકને લાગે છે કે તેમને વેક્સીન મળવી જોઈએ.  તેઓ એ નથી સમજી શકતા કે કોઈ અન્યને તેમના પહેલા કેમ મળવી જોઈએ. પૂનાવાલાનુ ઈંટરવ્યુ સંકેત આપે છે કે તેમનુ લંડનનુ પગલુ ભારતની બહારના દેશોમાં વૈક્સીન નિર્માણનો વિસ્તાર કરવાની વ્યવસાયિક યોજનાઓ સાથે પણ જોડાયેલુ  હોઈ શકે છે.  હવે ભારત બહાર વેક્સીન નિર્માણને લઈને પૂછવામાં આવ્યુ  તો તેમણે કહ્યુ  આગામી થોડા દિવસમાં મોટુ એલાન થવા જઈ રહ્યુ છે.  છાપા મુજબ આ વર્ષે જાન્યુઆરીમાં ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા વેક્સીનેને મંજૂરી આપવામાં આવી હતી. ત્યા સુધી સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાએ 80 કરોડ અમેરિકી ડોલરના રોકાણથી પોતાની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1.5થી 2.5 બિલિયન ખોરાક સુધી વધારી દીધી હતી. પાંચ કરોડ ખોરાકનુ પ્રોડક્શન પણ કરી લીધુ હતુ. 
 
કોવિશીલ્ડ પર વધુ નફો કમાવવાના આરોપ પર શુ બોલ્યા અદાર 
 
કંપનીએ બ્રિટન સહિતના 68 દેશોમાં આ રસીની નિકાસ શરૂ કરી હતી. જો કે, આ સમય દરમ્યાન, ભારતમાં કોરોના સાથે પરિસ્થિતિ વધુ વણસવાની શરૂઆત થઈ. પૂનાવાલા 'ટાઇમ્સ' ઇન્ટરવ્યૂમાં કહ્યું, અમે હકીકતમાં બધી મદદ કરવા માટે હાંફી રહ્યા છીએ. મને નથી લાગતુ કે ભગવાન પણ પૂર્વાનુમાન લગઆવી શકતુ હતુ કે આવુ થવાનુ છે. બીજી બાજુ વધુ નફો કમાવવા માટે કોવિશીલ્ડની કિમંતને વદહારવાનો આરોપ નકારતા પૂનાવાલાએ કહ્યુ કે આ આ એકદમ ખોટુ છે. તેમણે આ વેક્સીનને પૃથ્વીની સૌથી સસ્તી રસી ગણાવી હતી. તેમણે કહ્યું, 'અમે નફાખોરી કરતા જે વધુ સારુ કરી શકતા હતા તે કર્યુ છે. હુ ઈતિહાસ માટે રાહ જોઈશ. 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments