Webdunia - Bharat's app for daily news and videos

Install App

Good Friday 2022: 'ગુડ ફ્રાઈડે' મતલબ ઈસા મસીહનો બલિદાન દિવસ

Webdunia
શુક્રવાર, 15 એપ્રિલ 2022 (10:20 IST)
ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે પ્રભુ ઈશુએ આ સંસારમાં રહેનારા પોતાના ભક્તોને ગુનાહ માટે પોતાની પ્રાણની આહુતિ આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. આ દિવસનુ મહત્વ પ્રભુ ઈશુને આપેલ યાતનાઓને યાદ કરવા અને તેમના વચનો પર અમલ કરવાનો છે. 
 
ઈસાઈ ધર્મનુ અનુસરણ કરનારા ગુડ ફ્રાઈડે પહેલા 40 દિવસો સુધી સંયમ અને વ્રતનુ પાલન કરે છે. આ અવધિને 'ચાલીસા' કહે છે. આ દરમિયાન ઈસાઈ ધર્માવલંબી પોતાના અધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિકરણનો પ્રયાસ કરે છે. આ તેમના આંતરિક અને બહારી ફેરફારનો માર્ગ દર્શાવે  કરે છે. 
 
આ 40 દિવસોને 'દુ:ખભોગ'  પણ કહેવામાં આવે છે. કારણ કે ઈશુએ સામાન્ય લોકો સુધી પોતાના ઉપદેશોને પહોંચાડતા પહેલા ચાલીસ દિવસો સુધી રણમાં કશુ પણ ખાધા પીધા વગર  ઈશ્વરને પ્રાર્થના કરી હતી. તેમના આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખતા ઈસાઈ ધર્મના લોકો આ દરમિયાન પોતાના જીવનનો પરિત્યાગ કરતા ઉપવાસ અને પરેજ સાથે ઈશ્વરને પ્રાર્થના કરતા પવિત્ર જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. 
 
ગુડ ફ્રાઈડેના દિવસે ગિરિજાઘરોની કોઈ સજાવટ નથી કરવામાં આવતી. આ દિવસે પ્રભુ ઈશુની મૃત્યુ પછી તેમના શરીરને કબ્રસ્તાનમાં મુકવામાં આવ્યુ હતુ.  તેથી એવુ કહેવાય છે કે આ દિવસે શારીરિકરૂપે ચર્ચમાં હાજર નથી રહેતા પણ આત્મિક દ્રષ્ટિકોણથી તો દરેક ક્ષણે ત્યા હાજર હોય છે. તેમની યાદમાં ચર્ચમાં આખો દિવસ પ્રાર્થના સભાઓ થાય છે.  
 
ઈશુએ ઈશ્વરીય પ્રેમથી ભરપૂર થઈને માનવીય શરીરનુ ખુશીપૂર્વક બલિદાન કર્યુ હતુ. તેઓ દુ:ખોથી આ સંસારને મુક્તિ અપાવવા માંગતા હતા અને તેથી તેમણે ખુદ માટે દુ:ખ સ્વીકાર કર્યુ. આ રીતે આજના આ પુણ્ય દિવસે આપણા માટે પ્રેમ અને ક્ષમાનો તેમનો સંદેશ છુપાયેલ છે.  
 
જે દિવસે ઈસા મસીહને ક્રોસ પર ચઢાવવામાં આવ્યા અને તેમણે પોતાના પ્રાણ ત્યજ્યા એ દિવસે શુક્રવાર હતો. ઈશુના બલિદાન આપવાને કારણે જ આ દિવસને 'ગુડ ફ્રાઈડે' કહેવાય છે. ત્યારબાદ પવિત્ર શુક્રવારથી લઈને પવિત્ર શનિવારની મધ્ય રાત્રિ સુધી કબ્રસ્તાનમાં રહ્યા પછી રવિવારના દિવસે પ્રભુ ઈશુ પુનર્જીવિત થઈ ગયા. આ દિવસને ઈસ્ટર સંડે કહેવામાં આવે છે.  

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments