Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાઈલ્ડ કેર : સ્ટડી ટેબલ એવુ સજાવો કે બાળકોનું ભણવામાં ધ્યાન લાગે

Webdunia
ઘરમાં બાળકનો રૂમ સજાવી દેવો જ પૂરતું નથી હોતું, તેની સાથે તેના સ્ટડી ટેબલ અને બુક શેલ્ફનું પણ ધ્યાન રાખવું જોઇએ. આજકાલ ડિઝાઇનર સ્ટડી ટેબલનું ચલણ ઘણું છે. પણ તમારી પાસે જૂનું ટેબલ છે અને તે સારી હાલતમાં છે તો તેને તમે એ રીતે સજાવી શકો છો જેથી તે સ્ટાઇલિશ અને સુંદર લાગે. આવો જાણીએ, સ્ટડી ટેબલને કઇ રીતે સજાવી શકાય...

આ રીતે સજાવો -

1. ટેબલ લેમ્ પ - ટેબલ લેમ્પ અને દીવાલ લાઇટ બહુ સમજદારી સાથે પસંદ કરવી જોઇએ. તમે કોઇ પ્રકારનો લેમ્પ જે જોવામાં પાતળો અને સ્ટાઇલિશ હોય તે પસંદ કરી શકો છો. ધ્યાન રહે કે જે કોઇ લેમ્પ પસંદ કરો તે તીવ્ર રોશની ફેંકતો હોય અને ભણતી વખતે આંખો પર જોર ન નાંખવું પડે. આ સિવાય એવો લેમ્પ પસંદ કરો જે તમારા રૂમથી થીમ સાથે મેચ થતો હોય.

2. સુંદર પેન સ્ટેન્ ડ - જો બાળક નાનું છે તો તેના ટેબલ પર ગ્લાસ, લાકડી, પ્લાસ્ટિક કે મેટલમાંથી બનાવેલું પેન સ્ટેન્ડ મૂકો. આ સિવાય તમારું કંઇક ક્રિએટિવ કરવાનું મન હોય તો જાતજાતના રંગબેરંગી પેપર્સના પ્રયોગથી પેન સ્ટેન્ડ બનાવી શકો છો.

3. બુક રે ક - એક સારા સ્ટડી ટેબલમાં બુક રેક હોવું જરૂરી છે, જેનાથી પુસ્તકો આમતેમ વિખરાઇ ન જાય. બુક રેક એવું હોવું જોઇએ જેમાં મોટી જગ્યા હોય અને જરૂરી પુસ્તકો વગર કોઇ મુશ્કેલીથી હાથમાં આવી જાય. બુક રેક રૂમની સજાવટ સાથે મળતું જ લો.

4. સજાવટ માટે સ્ટીકર્સનો પ્રયોગ - જો સ્ટડી ચેબલને પ્રભાવશાળી બનાવવું હોય તો આ પ્રકાર સૌથી સરળ રહેશે. તમે ઇચ્છો તો તમારી પસંદના સ્ટીકર્સ બજારમાંથી ખરીદી શકો છો કે પછી જાતે ઘરે પણ બનાવી શકો છો. આ સ્ટીકર ટેબલ પર કે પછી ટેબલની સામેની દીવાલ પર લગાવી શકો છો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments