Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાઈલ્ડ કેર - બાળકના તાવને ઝડપથી કરો દૂર

Webdunia
મંગળવાર, 21 એપ્રિલ 2015 (16:55 IST)
જો તમારા બાળકને શરદી-સળેખમ અને તાવની ફરિયાદ છે તો આ રીત અપનાવીને તમે તેને જલ્દી ઠીક કરી શકો છો. 
 
બાળકને તાવ છે તો શુ કરશો ?
 
બાળ રોગ વિશેષજ્ઞોનુ માનીએ તો જો બાળકને 100.4 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ તાવ છે તો ચિંતા કરવાની જરૂર છે. જો બાળકની વય 6 મહિનાથી ઓછી છે કે તેની અંદર તાવના બીજા લક્ષણ દેખાય રહ્યા છે કે પછી તેને બે દિવસથી વધુ તાવ છે કે પછી તેનુ વૈક્સીનેશન નથી થયુ તો જ ડોક્ટર બોલાવો.  આના સિવાય જો બાળકને તાવ આવે છે તો બાળકને આઈબૂપ્રોફેન કે એસિટામિનોફેન આપી શકાય છે.  બાળરોગ વિશેષજ્ઞ બાળકોને એપ્સીરિન ન આપવાની સલાહ આપે છે.  તેમના મુજબ તેનાથી બાળકોના શરીરમાં રેજ સિંડ્રોમ થવાની શક્યતા રહે છે.  આ એક પ્રકારની ગંભીર બીમારી છે જે બાળકના લીવર અને મગજ પર અસર કરે છે.  આ બીમારીને ઈગ્નોર કરવી ખતરનાક છે. 
 
આ રીતે ઘટાડો બાળકોનું ટૈમ્પ્રેચર 
 
હળવા ગરમ પાણીથી સ્પંજ બાથ તમારી મદદ કરશે.  યાદ રાખો કે બાળકોનો તાવ ઉતારવા માટે ઠંડુ પાણી, આલ્કાહોલ કે બરફનો ઉપયોગ બિલકુલ ન કરો.  તાવ આવે ત્યારે બાળકોને પાતળા કોટનના કપડા પહેરાવો અને તેમને ધાબળામાં ન લપેટશો.  જો બાળકમાં ડિહાઈડ્રેશનના સંકેત દેખાય છે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.  ઉદાહરણના રૂપમાં તમારા બાળકનુ ડાઈપર, જીભ કે મોઢુ ડ્રાઈ લાગે છે કે પછી એ ફીડિંગ ન કરી રહ્યુ હોય તો બાળકને તરત જ ડોક્ટરને બતાવો. 
 
આ પરિસ્થિતિમાં બાળકોના ડોક્ટરને બોલાવો 
 
ફીવર અને ડિહાઈડ્રેશન ઉપરાંત બાલકોના માટે ડોક્ટરને ક્યારે બોલાવવા એ જાણવુ તમારે માટે ખૂબ ઈમ્પોર્ટેંટ છે. જો બાળક એક વર્ષથી નાનુ છે અને તમને લાગે છે કે તેને ફ્લુ છે કે પછી એ વ્યવસ્થિત પાણી નથી પી રહ્યુ અને પેશાબ નથી કરી રહ્યુ તો ડોક્ટરને બતાવો.  જો તેના નાકમાંથી પીળો કે ગ્રીન કફ આવતો હોય તો પણ ડોક્ટરને બતાડી દેવુ જોઈએ.  જો તાવ બે દિવસથી વધુ હોય તો ડોક્ટર પાસેથી દવા લો. પણ જો બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય તો તરત જ ઈમરજેંસી રૂમમાં જ ડોક્ટરને બતાવો. 
 
બાળકોને કોલ્ડ થયો હોય તો ચિકન સૂપ ફાયદાકારી 
 
કેટલાક અભ્યાસ મુજબ ચિકન સૂપ સૂજન અને બળતરાને ઓછી કરે છે.  જો આ પણ ન માનીએ તો આ પોષક અને હાઈડ્રેટેડ તો થાય જ છે. આ ઉપરાંત તેમા પાણી, દૂધ જેવા તરલ પદાર્થ પણ શરીરને મળે છે.  આ ઉપરાંત જો તમે કોઈ બીજો ઈલાજ કરવા માંગો છો તો ગરમ પાણીથી વરાળ લેવી કે છાતી પર વિક્સની માલિશ કરવાથી પણ કફમાં રાહ્ત થાય છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments