Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાવધાન ! તમારા બાળકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે 'સ્ક્રીન એડિક્શન' !!

Webdunia
શુક્રવાર, 24 જુલાઈ 2015 (13:22 IST)
ધોગિકીમાં દિવસો દિવસ થઈ રહેલ વિકાસની અસર આજે દરેકના જીવન પર સ્પષ્ટ રૂપે પડતી દેખાય રહી છે. તેનાથી બાળકો પણ દૂર નથી અને માત્ર બે વર્ષની વયમાં તે મોબાઈલ ફોન, ટૈબલેટ અને કંપ્યૂટરમાં આ રીતે ખોવાય જાય છે કે ખુદને આસપાસના વાતાવરણથી અલગ કરી લે છે. (સ્ક્રીન એડિક્શન) જેની તેમને મનોમસ્તિષ્ક પર લાંબાગાળે અસર પડે છે. 
 
ચાર વર્ષની અરુણિમાએ એક વર્ષ પહેલા મોબાઈલ ફોન પહેલીવાર પોતાના હાથમાં લીધા હતા. ત્યારબાદ તેના રંગબેરંગી ડિસ્પ્લેમાં એ રીતે ખોવાય ગઈ કે શાળા પછી અને રજાઓ દરમિયાન તેની એકમાત્ર હમસફર મોબાઈલ છે. સાવધાન ! તમારા બાળકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આજકાલ માત્ર બે વર્ષની વયમાં જ બાળકો મોબાઈલ ફોન, ટેબલેટ અને કમ્પ્યૂટરમાઅં આ રીતે ખોવાય જાય છે કે ખુદને આસપાસના વાતાવરણથી અલગ કરી લે છે. 
 
મુંબઈમાં રહેનારી ચાર વર્ષીય અક્ષિણી દીક્ષિત બે વર્ષ પહેલા ટેબલેટથી એ સમયે પહેલીવાર રૂબરુ થઈ જ્યારે તેના પપ્પા ઘરમાં નવુ ટેબલેટ ખરીદી લાવ્યા હતા. આજની તારીખમાં તે યૂ ટ્યૂબ પર કવિતાઓ સાંભળે છે અને વિવિધ પ્રકારના ગીત અને ગેમ્સ ડાઉનલોડ કરે છે. સ્ક્રીને ધીરે ધીરે ફક્ત આઉટડોર રમતો જ નહી પણ પરિવાર અને મિત્રો સાથે વિતાવનારા સમયે પર પણ અધિકાર કરી લીધા. 
 
અરુણિમા અને અક્ષિણી એકલી જ નથી. વિશેષજ્ઞ ચેતાવણી આપતા કહે છે કે ભારતીય બાળકોમાં સ્માર્ટફોન, ટેબલેટ, આઈપેડ અને લેપટોપના રૂપમાં સ્ક્રીન એડિક્શન સતત વધી રહી છે. અને ભવિષ્યમાં તેના જીવન પર ખરાબ અસર પડવાની ક હ્હે. મુંબઈના નાણાવતી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં બાળ અને યુવા સાઈકિયાટ્રિસ્ટ ડો. શિલ્પા અગ્રવાલે કહ્યુ કે મને આ વાતની ચિંતા છે કે આજે બાળકો માનવ સંબંધોની કિમંત પર ડિઝિટલ પ્રૌધોગિકીનો ધડલ્લે ઉપયોગ કરી રહ્યા છે. જેનો તેમના મગજ પર લાંબાગાળે પ્રભાવ પડશે. 
 
ડો. અગ્રવાલે કહ્યુ કે આની અસર બાળકોને પોતાના ભાવને નિયંત્રિત કરવાની ક્ષમતા પર પડી શકે છે અને આ સ્વસ્થ સંચાર, સામાજીક સંબંધો અને રચનાત્મક રમતોને પ્રભાવિત કરી શકે છે. 
 
અમેરિકન અકાદમી ઓફ પીડિયાટ્રિક્સ બે વર્ષ સુધી બાળકો દ્વારા કોઈપણ પ્રકારની સ્ક્રીન મીડિયા અને સ્ક્રીન પર વિતાવેલ સમયને હતોત્સાહિત કરે છે અને બે વર્ષથી વધુ વયના બાળકો માટે એક કે બે કલાકથી વધુ સમયના સ્ક્રીન સમયની વકાલત નથી કરતો. 
 
તાજેતરમાં થયેલ ન્યૂરો-ઈમેજિંગ અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે કે બાળકોમાં સ્ક્રીન એડિક્શનથી બાળકોમાં વિવિધ પ્રકારના સંજ્ઞાનાત્મક દોષ થઈ શકે છે. સ્ક્રીન એડિક્શનથી બાળકોમાં ઑસ્ટિન સ્પ્રેક્ટ્રમ વિકાર(એએસડી) થવાનો પણ ખતરો હોય છે. 
 
બીએલકે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બાળ મનોચિકિત્સક સતિંદરનાવાળીએ કહ્યુ કે એક મામલો મને યાદ છે, જેમા એક બાળકમાં એએસડીના લક્ષણ હતા. તેઓ ફક્ત આઈપેડ પર પ્રતિબિંબો પર જ પ્રતિક્રિયા વ્યક્ત કરતા હતા અને તે સ્ક્રીન એડિક્શનથી ખરાબ રીતે પીડિત હતા. 
 
એક પ્લે સ્કૂલમાં એડમિશન કરાવ્યા પછી તે ધીરે ધીરે ઠીક થઈ ગયો. કારણ કે તે સ્ક્રીન એડિક્શનના બદલે અન્ય બાળકો સાથે સામાજિક-ભાવનાત્મક કૌશલ વિકસિત કરવામાં સફળ રહ્યુ. સ્ક્રીન એડિક્શન દ્વારા બાળકોમાં ભાષા અને બોલવાની પ્રક્રિયાના વિકાસમાં પણ અવરોધ આવી શકે છે. 
 
ગુડગાવ સ્થિત પારસ હોસ્પિટલમાં ક્લીનિકલ સાઈકોલોજિસ્ટની ડો. પ્રીતિ સિંહે ચેતાવણી આપતા કહ્યુ કે સ્ક્રીન એડિક્શનના કારણે બાળકોમાં અમે બોલવામાં પરેશાનીને જોઈ છે. હુ ચેતાવણી આપતા કહેવા માંગીશ કે બાળકોની આસપાસ જેટલા ગેઝેટ હશે તેમના ઑટિજ્મ બોલવામાં મોડુ અને સામાજીક કૌશલમાં કમી એટલુ જ સંકટ રહેશે.  

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments