Biodata Maker

Board Exam Tips- કેવી રીતે કરશો બોર્ડની પરીક્ષાની તૈયારી

Webdunia
શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (15:06 IST)
મિત્રો આજે અમે આપને માટે લાવ્યા છે પરિક્ષામાં દરેક પેપરમાં ટોપ કરવા માટેની 7 જરૂરી ટિપ્સ.. મિત્રો એક્ઝામ કોઈપણ હોય દરેક સ્ટુડેંટની અંદર ભય બેસેલો હોય છે. અને તેમા પણ જો બોર્ડની પરીક્ષા હોય તો અડધી ગભરામણ તો બોર્ડની પરીક્ષા શબ્દથી જ થઈ જાય છે. પણ બોર્ડની પરીક્ષાને હૌવો ન બનાવશો.. માતા-પિતા પણ બોર્ડની પરીક્ષા કહી કહીને વિદ્યાર્થીઓને ખોટુ ટેંશન ન આપે. હા પણ તૈયારી સારી રીતે કરો.. કોઈપણ પેપરમાં સારો સ્કોર કરવો એટલો પણ મુશ્કેલ નથી. થોડી પ્લાનિગ કરીને અને થોડાક સહેલા ઉપાયોને જાણીને  તમે પરીક્ષાનો ભય દૂર કરવા સાથે જ તમે માર્કસ મેળવવાના મામલે પણ કોઈનાથી પાછળ નહી રહો. 
 
તો આવો જાણીએ પરીક્ષાની તૈયારી માટેની 7 ટિપ્સ 
 
સૌથી પહેલી છે સવારનો અભ્યસ - આમ તો બધા જાણે છે કે સવારે વાંચવુ કેટલુ લાભદાયક છે. કારણ કે એક સારી ઉંઘ પછી તમે એકદમ તાજા અને ઉર્જાથી ભરેલા રહો છો. સવારના સમયે શાંતિનુ વાતાવરણ પણ હોય છે. તેથી એવુ કહેવાય છે કે જલ્દી સૂઈ જવુ સવારે જલ્દી ઉઠવુ વ્યક્તિને સ્વસ્થ સંપન્ન અને બુદ્ધિમાન બનાવે છે.  સવારનો અભ્યાસ તમને લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદરૂપ છે. 
 
બીજી ટિપ્સ છે સારુ ખાવ 
 
જી હા મિત્રો જો તમે પરિક્ષામાં સારા નંબર લાવવા માંગો છો તો તમારે સારો ખોરાક પણ ખાવો પડશે. તમારી ડાયેટ એવી હોવી જોઈએ જેમા પ્રોટીનની માત્રા વધુ હોય ખાવામાં લીલી શાકભાજી તાજા ફળ ડેયરી પ્રોડક્ટ ઈંડા ફીશ અને મીટનો સમાવેશ કરો. સૂપ .. ગ્રીન ટી અને ફ્રેશ જ્યુસ તમારા ડાયેટ ચાર્ટમાં સામેલ કરો.   અને હા જંક ફૂડથી દૂર રહો. કારણ કે જંક ફૂડ તમારા પેટમાં જલ્દી ઈંફેક્શન કરે છે અને તમે પરીક્ષા સમયે બીમાર પડી શકો છો.. તેથી આને ટાળો 
 
ત્રીજી ટિપ્સ છે ટાઈમ ટેબલ 
 
કોઈપણ ક્ષેત્રમાં સફળતાનો પહેલો નિયમ ટાઈમ મેનેજમેંટ હોય છે. તમે સારા નંબર મેળવવા માટે ટાઈમ મેનેજમેંટ પર વિશેષ ધ્યાન આપો. દરેક વિષયને સમય મુજબ વહેંચી લો. જે વિષયમાં તમારી પકડ કમજોર છે તેને વધુ સમય આપો. મોટાભાગના વિદ્યાર્થીઓ જે ટોપિક આવડે છે તેનુ રિવિઝન નથી કરતા. પણ આ ભૂલ ન કરશો. તમને જે વિષય સારી રીતે આવડે છે જો તેમા પણ તમે ચોક્કસ સમય આપીને રિવિઝન કરશો તો તે વિષય તમને વધુ સ્કોર કરીને તમારા ઓવરઓલ પર્સનટેઝ વધારવામાં તમારી મદદ કરશે. તેથી  દરેક વિષય માટે એક સરખો સમય ચોક્કસ ફાળવો. 
 
ચોથી ટિપ્સ છે કૉન્સેપ્ટને સમજો - સિલેબસના હિસાબથી તૈયારી ન કરશો. દરેક વખતે તે કામ કરે એ જરૂરી નથી. જરૂરી છે કે તમે પહેલા વિષયને સમજો અને પછી આગળ અધો. અનેકવાર એવુ બને છે કે તમે ગોખણપટ્ટી કરીને એક્ઝામ આપવા જાવ છો અને જો પ્રશ્નપત્રમાં સવાલ થોડો અલગ રીતે પૂછી લીધો તો ગભરાય જાવ છો. આવામાં તમે વિષયને સમજીને એક્ઝામમાં આપવા જશો તો દરેક પ્રકારના જવાબ આપવા તૈયાર રહેશો. 
 
5મી ટિપ્સ છે. નોટ્સ બનાવો -  આ અજમાવેલો અને સફળ નિયમ છે.  નોટ્સ હંમેશસ તમારી મદદ કરશે.  જ્યારે પણ તમે વાંચો કે રિવિઝન કરો તો ધ્યાનથી તેના નોટ્સ બનાવતા રહો.  જો તમે પોઈંટ બનાવશો તો તમને પોઈંટ યાદ આવતા જ અંદરની વિગત પણ આપમેળે જ યાદ આવી જશે.  તેથી નોટ્સ જરૂર બનાવો. 
 
6ઠ્ઠી ટિપ્સ છે  સૈપલ પેપર -  મોટાભાગના અવસર પર કોઈ તમને સેપલ પેપર હલ કરવાની સલાહ નથી આપતુ પણ આ ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે.  છેલ્લા કેટલા વર્ષોના બોર્ડૅના પ્રશ્નપત્રોને તમે એકત્ર કરીને તમે અનેક પ્રશ્નોને સમજી શકો છો. એ પ્રશ્નોને ઉકેલો તેનાથી તમારી અંદર આત્મવિશ્વાસ જાગશે. સાથે જ સિલેબસ પણ પૂરી કરી શકાશે.  કોણ જાણે અનેક પ્રશ્નો તેમાથી જ પૂછી લેવામાં આવે. 
 
 
અને 7મી ટિપ્સ છે ટાળવાનુ કામ ન કરો - કલ કરે સો આજ કર આજ કરે સો અબ આ કહેવતને હંમેશા યાદ રાખો. મોટાભાગે બાળકો અભ્યાસ કરવાનુ ટાળે છે અને પછી છેવટ છેવટે સિલેબસ જોઈને દબાણમાં આવી જાય છે.  અધૂરી કામ પછી કરવાથી તમારા રિઝલ્ટ પર અસર પડે છે. રોજ લક્ષ્ય નક્કી કરો કે આજે મારે આ ચેપ્ટરને પુર્ણ કરવાનુ જ છે.. અને એ હિસાબથી તૈયારી શરૂ કરો.. 
અમારી શુભકામનાઓ આપની સાથ જ છે..

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વોર્ડ ઓફિસમાં બેસ્યા સાહેબ તો નીચેથી ઉપર સુધી થયો હાહાકાર, કોણ છે IAS અરુણ મહેશ બાબૂ જેમની ચારે બાજુ થઈ રહી છે ચર્ચા

ટ્રમ્પે પીએમ મોદી સાથેની વાતચીતની માહિતી સાર્વજનિક કરી, અપાચે ડીલનો પણ કર્યો ઉલ્લેખ

Bhopal: ધોતી-કૂર્તામાં ઉતર્યા ક્રિકેટર, સંસ્કૃતમાં થઈ કોમેંટ્રી, ભોપાલમાં શરૂ થઈ અનોખી મેચ શ્રેણી

બાંગ્લાદેશ પોલીસે ઉસ્માન હાદીની હત્યાને લઈને ખોલ્યુ રહસ્ય, બતાવ્યુ કેમ થયુ મર્ડર, કોણો છે હાથ

ભારતમાં રમો અથવા પોઈન્ટ ગુમાવો, BCB ની T20 WC નાં વેન્યુ શિફ્ટ કરવાની માંગને લઈને ICC નો મોટો નિર્ણય

વધુ જુઓ..

ધર્મ

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Shani dev Stuti Gujarati Lyrics - શનિદેવ સ્તુતિ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

બુધવાર સ્પેશયલ - ગણેશ ભજન Ganesh bhajan

આગળનો લેખ
Show comments