Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટની ચરબી ઉતારવી છે.. તો અજમાવો આ ઉપાયો

Webdunia
સોમવાર, 16 ડિસેમ્બર 2019 (16:39 IST)
આજકાલ લોકો હેલ્થને લઈને સજાગ થઈ ગયા છે.  તેથી વજન વધી જાય કે પેટ અને કમર પર ચરબીના વધી જાય કે દરેક માટે ચિંતાનો વિષય બને છે.   આ તમાર લુકને તો બગાડે જ છે સાથે જ  તેને કારણે થાયરોઈડ બીપી અને શુગર જેવી અનેક બીમારીઓ પણ થાય છે. આજે આ લેખ દ્વારા અમે જણાવીશુ પેટની ચરબી કેવી રીતે ઘટાડવી. આ માટે આજે અમે આપને કેટલાક અચૂક ઉપાય વિશે બતાવી રહય છે. 
 
પેટની ચરબી ઘટાડવા માટે શું કરવુ અને શું ન કરવું તેના પર ધ્યાન આપીએ તો દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરો. પેટ પર જામતી ચરબીને ઉતારવા માટે નયણા કોઠે લીંબુ પાણી પીઓ. થોડા હુંફાળા પાણીની અંદર લીંબુ નીચોવી પી લો. તેનાથી શરીરનું મેટાબોલિઝમ તંદુરસ્ત રહેશે અને ચરબીનાં થર પણ નહી જામે. દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીઓ. એટલે કે દિવસનું આશરે 4 લિટર એટલે કે આશરે 8થી 10 બોટલ પાણી પીવાની ટેવ પાડી લો. તે વજન ઉતારશે અને સ્કિન પણ સારી કરશે. ચહેરાની ચમકની સાથે વાળ પણ વધારશે. વધુમાં વધુ પાણી પીવાથી માત્ર ચરબી જ ઓછી નથી થતી એના સિવાય બીજા પણ ઘણા ફાયદા થાય છે.
 
વહેલી સવારે બે કળી કાચુ લસણ ખાઓ. તે ચાવીને ખાવાથી અને તે બાદ લીંબુ પાણી પીવું શરીર માટે ફાયદાકારક રહેશે. તેનાથી વજન ઘટવાની પ્રક્રિયા બમણી ઝડપી થશે. 
જો તમારે ઓછા સમયમાં વધુ વજન ઘટાડવું હોય તો આ પ્રક્રિયા ખૂબ સારી છે. વધુમાં તમે ખોરાકમાં સફેદ ભાતથી દૂર રહો અને તેની જગ્યાએ બ્રાઉન રાઇસ, બ્રાઉન બ્રેડ, અને કઠોળનો ઉપયોગ કરો. તેના સેવનથી તમારા શરીરમાં વધારાનો ફેટ જમા થશે નહી, સાથે જ પેટ પણ ફુલશે નહીં. 
જ્યારે વાત આવે સ્વીટ્સની… તો સ્વીટ્સ તો કોને ન ભાવે? ભાગ્યે જ કોઇ હશે જેને સ્વીટ્સ નહી ભાવતી હોય. જો આપને સ્વીટ્સ ખાવાની ટેવ હોય તો તેના પર કંટ્રોલ રાખો. તે તમારા બોડીમાં ચરબી પેદા કરે છે. તે તમારા શરીરનાં અલગ અલગ ભાગ જેવા કે પેટ, જાંઘ પર ચરબી જમા કરે છે.
સૌથી મહત્વની વાત વોકિંગ, દરરોજ 20થી 30 મિનિટ વોક પર જાઓ. તમારુ આ રૂટિન તૂટવા ન દો. જો તમને સવારે ચાલવાનો સમય ન મળતો હોય તો સાંજે પણ ચાલવા જઇ શકો છો. તમારે ખુદને માટે  દિવસની 30 મિનિટ તો ચાલવા માટે સમય નક્કી કરવો જ પડશે. . તેમાં પણ જો 20 મિનિટ વોકિંગ અને 10 મિનિટની સામાન્ય એક્સરસાઇઝ કરશો તો પછી તમારા વજનમાં ઉતારો ઝડપથી થશે. તેમજ પેટ પણ સપાટ થશે. આ સાથે જ દરરોજ યોગનો અભ્યાસ કરો. યોગ  શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. યોગથી ચરબી તેમજ કોઇપણ દૂર કરી શકો છો.
 
આ ઉપરાંત કશુ પણ ખાવ તો તેને ચાવી ચાવીચાવીને ખાવ. ચાવીને ખાવાથી ઓરાક જલ્દી પચી જાય છે. અને જમવાનુ પચી જવાથી વધારાની ચરબી જમા થતી નથી. 
 
તનાવ ન લેશો - આજકાલની લાઈફમાં ટેંશન એટલા વધી ગયા છે કે દરેક વ્યક્તિ કોઈપણ વાતને લઈને
મનમાં માઠુ લગાવીને બેસી જાય છે અને તેનાથી તેને તનાવ ઉભો થાય છે. તનાવ લેવાથી શરીરનુ ફૈટ વધવા માંડે છે.  પેટને ઓછુ કરવા માટે જેટલુ બની શકે તેટલુ તનાવ ઓછુ કરો..  જ્યારે પણ તનાવ જેવુ લાગે તો કોઈની સાથે વાત કરો કે પછી આલોમ વિલોમ કરવા શરૂ કરી દો.. લાઈફને જેટલી પોઝીટીવ રાખશો એટલા તંદુરસ્ત રહેશો.. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

આગળનો લેખ
Show comments