Webdunia - Bharat's app for daily news and videos

Install App

હુ કોઈ સેક્સ વર્કરનો રોલ નથી કરી રહી - વીણા મલિક

Webdunia
જ્યારે પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકે નિકિતા ઠુકરાલે નકારી દીધેલી ફિલ્મ સાઈન કરી ત્યારે લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. નિકિતાએ એવું કહીને ફિલ્મ નકારી હતી કે ફિલ્મની વાર્તા કોમર્શિયલ સેક્સ વર્કર પર આધારિત છે. જ્યારે વીણાએ બેંગ્લોરમાં જવા માટે જરૂરી પરવાનગી મેળવ્યા બાદ, તેણે કહ્યુ હતું કે તે ફિલ્મમાં પ્રોસ્ટિટ્યૂટ એટલે કે વૈશ્યા નથી બની રહી.
P.R

" હું ડર્ટી પિક્ચર: સિલ્ક સખ્ખત માગામાં વૈશ્યાનો રોલ નથી કરી રહી. જ્યારે ડાયરેક્ટર ત્રિશુલે મને પહેલી વાર આ ફિલ્મની ઓફર કરી ત્યારે તેણે મને કહ્યુ હતું કે આ ફિલ્મ સ્વ. અભિનેત્રી સિલ્ક સ્મિતા પર આધારિત હશે. તેમણે મને આખી સ્ક્રિપ્ટની ઈંગ્લિશમાં લખાયેલી કોપી પણ આપી હતી. મેં તેને વાંચી અને સંપૂર્ણ રીતે વિશ્વાસ થયા પછી જ ફિલ્મ કરવાની હા પાડી હતી." તેણે ઉમેર્યું હતું કે તેણે સ્વ. સ્મિતા વિશે સંશોધન કર્યું પછી તેનો આ વિશ્વાસ દ્રઢ બન્યો હતો.

શું તેણે સિલ્કની એકપણ ફિલ્મ જોઈ છે? આ પ્રશ્નનો જવાબ આપતા તેણે કહ્યુ હતું કે, "ના, મેં તેની કોઈ ફિલ્મ નથી જોઈ અને જોવાની પણ નથી. જો હું તેની ફિલ્મ જોઈશ તો કદાચ મારા કામ પર તેની અસર કે પ્રભાવ પડશે. હું તેમ કરવા નથી માંગતી. હું મારા પાત્રમાં વીણા મલિકની છાપ છોડવા માંગુ છું."

સિલ્કના પાત્રને સારી રીતે ભજવવા સિવાય વીણાને વજન વધારવા માટે પણ કહેવાયું છે. "મને ઓછામાં ઓછા 5 કિલો વજન વધારવાનું કહેવાયું છે. મુશ્કેલી એ છે મારી બોલિવૂડ ફિલ્મો માટે મારે પાતળા રહેવું જરૂરી છે. આ ફોટોશૂટ પછી હું મુંબઈ પરત ફરીથી અને આ ફિલ્મ પર કામ શરૂ કરવા માટે થોડા સમય પછી પાછી આવીશ. આશા કરું કે ત્યાં સુધીમાં હું ફિલ્મમેકર ઈચ્છે છે તે શેપમાં આવી ગઈ હોઈશ."

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

વધુ જુઓ..

નવીનતમ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?