Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુનિધી-હિતેશે સાદગીપૂર્વક લગ્ન કર્યા

Webdunia
P.R
ગાયિકા સુનિધી ચૌહાણે પરિવારના સભ્યો અને નિકટના મિત્રોની હાજરીમાં મ્યુઝિક ડાયરેક્ટર હિતેશ સોનિક સાથે સાદગીપૂર્ણ રીતે લગ્ન કરી લીધા છે. જો કે, તેમણે લગ્ન પછી એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના મોટાભાગના કલાકારોએ હાજરી આપી હતી. મુંબઈના તાજ લેન્ડ્સ એન્ડમાં આયોજાયેલા આ રિસેપ્શનમાં સુનિધી પોતાના પતિ હિતેશ સાથે ફોટોગ્રાફરો માટે પોઝ આપતી જોવા મળી હતી.

આ રિસેપ્શન પાર્ટીમાં આશા ભોંસલે, ઉદીત નારાયણ, સ્મિતા ઠાકરે, ફરહા ખાન, વિશાલ દદલાણી, શાન-રાધિકા, સોનાલી કુલકર્ણી, અનુ મલ્લિ, રાઘવ સાચર-અમિતા પાઠખ, કવિતા ક્રિષ્ણામૂર્તિ, ટીવી પ્રેઝન્ટર તબસ્સુમ , અલ્કા યાજ્ઞિક અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અન્ય ઘણા લોકો હાજર રહ્યા હતાં.

સુનિધીએ રિસેપ્શન પાર્ટીમાં પર્પલ રંગની નેટની સાડી પહેરી હતી જેના પર હેવી વર્ક કરવામાં આવેલું હતું. તેનો ઓવરઓલ લૂક જોતા લાગતું હતું કે તે બહુ જ સૌમ્ય દુલ્હનની જેમ તૈયાર થઈ હતી. તેણે જ્વેલરી કે મેકઅપના થથેડા નહોતા કર્યાં. બીજી બાજુ હિતેશે પણ માત્ર કાળા રંગનું અચકન અને બ્લેક પેન્ટ પહેર્યું હતું.

આ સમયે હાજર બધા મહેમાનોમાં સૌથી સુંદર કોઈ લાગતું હોય તો તે હતી સિંગર-રેપર હાર્દ કૌર. તેણે મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલી ચણિયા ચોલી પહેરી હતી.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments