Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેખાના જન્મદિવસ પર વિશેષ

Webdunia
- મનીષા પાંડેય

N.D
વસ્તુ હંમેશા તેવી જ નથી હોતી જેવી ઉપરથી દેખાય છે. જીંદગી પણ એવી નથી હોતી, કોઈની જીંદગી પણ એવી જ નથી હોતી જેવી બીજાને ઉપરથી દેખાય છે. ચેહરો ભલે કેમ ન મનનો અરીસો કહેવાતો હોય, તે દરેક હકીકત તો નથી જ બતાંવતો.

સુંદરતા અને પ્રસિધ્ધિના રેશમી કપડાં, પોતાની અંદર કંઈ હકીકત સંતાડેલી રાખે છે એ કોણ જાણે છે ? જીંદગી કેટલા રૂપોમાં આવીને છળ કરે છે, એ કોણ જાણે છે ? હિંદી ફિલ્મોનુ એક સદીનું સૌદર્ય રેખા, જીંદગીની અગણ્ય રેખાઓ મળીને રચાયેલો એક જા ળ છે.

રેખા જ્યારે હિંદી ફિલ્મોમાં આવી ત્યારે તેની ઉમંર માત્ર 13 વર્ષની જ હતી. તે હજું બાળકી જ હતી. તેને હિંદી બિલકુલ નહોતી આવડતી. દક્ષિણના પ્રખ્યાત અભિનેતા જેમિની ગણેશન અને અભિનેત્રી પુષ્પાવલ્લીની સંતાન રેખા, માતા-પિતાના ફિલ્મ સ્ટુડિયોમાં રમીને જ મોટી થઈ. પણ આ બહુ જ એકલવાયુ બાળપણ હતુ. ફિલ્મની ચમક-દમક અને ગ્લેમરની વચ્ચે ઘેરાયેલી બાળકી પ્રેમ અને લાડ શોધી રહી હતી, જે તેને આખી જીંદગી દરમિયાન પણ ન મળ્યો.

રેખા સ્વાભાવથી ધણી શરમાળ હતી અને પોતાના વિશે કોઈ પણ વાત કરવા તૈયાર નહોતી. પણ બહુ પહેલા કોઈ ઈંટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતુ કે ' મને ખબર નથી કે ફાધરનો મતલબ શુ હોય છે. આ શબ્દ આવતાં જ મારા મગજમાં ચર્ચવાળા ફાધરની છબિ ઉભરાઈ આવે છે. પિતા, આ શબ્દ મારા માટે એકદમ ખોખલો છે. જ્યારે જેમિની ગણેશનના મૃત્યુના સમાચાર આવ્યા હતા, ત્યારે તે સમયે રેખા રાકેશ રોશનની ફિલ્મ 'કોઈ મિલ ગયા' નું શૂટિંગ કરી રહી હતી. તેણે બિલકુલ નિસ્પૃહ ભાવથી આ સમાચાર સાંભળ્યાં અને પાછી શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ. તેના ચેહરા પર કોઈ ભાવ કે કોઈ પ્રતિક્રિયા નહોતી.

તો આવુ હતુ, પ્રેમના રાજા જેમિની ગણેશનની સાથે નાનકડી બાળકી રેખાનું જીવન.

નવીન નિશ્વલની સાથે રેખાની પહેલી ફિલ્મ આવી - 'સાવન ભાદો'. ફિલ્મને બહુ સફળતા મળી, અને હિંદી ફિલ્મોને એક નવો ચહેરો, જે સુંદરતા અને તાજગીથી ભરેલો હતો, જે ચેહરામાં જુદી જ કશિશ હતી.

રેખાની અંદર લપાયેલી પ્રતિભાને ઓળખવાનું અને તેને ખુલ્લુ આકાશ આપવાનું કામ કર્યુ, ઋષિકેશ મુખર્જીએ. ફિલ્મ 'ખૂબસૂરત'માં રેખાના અભિનયમાં જ્યાં એક પ્રકારની ચંચળતા અને મસ્તી જોવા મળે છે ત્યાં જ ધીરે ધીરે વધતી પરિપક્વતા પણ જોવા મળે છે


તે પછી રેખામાં ખૂબ બદલાવ આવી ગયો. તેમના સૌદર્ય અને અભિનયની ઉડાન, બંને ચરમ સીમા પર હતી. એક બાજુ હિંદી સિનેમાના ગગનમાં રેખાની ઉડાન વધુ ઉંચી થતી જતી, ત્યાં જ બીજી બાજુ જીંદગીનું આકાશ ખાલી અને અંધકારમય હતુ.

રેખા અમિતાભ જોડે પ્રેમ કરતી હતી, પણ અમિતાભે પોતાના ઘર-પરિવારની ની ચાર દિવાલોની સુરક્ષામાં પાછા વળવામાં વધુ સમજદારી
IFM
લાગી. બંનેયે સાથે મળીને ધણી ફિલ્મો કરી હતી. તેમની જોડીએ 'મુકંદર કા સિકંદર', 'મિ. નટવરલાલ' અને 'ખૂન પસીના' જેવી હિટ ફિલ્મો આપી. 'સિલસિલા' તે બંનેની છેલ્લી ફિલ્મ હતી. તે પછી તે બંને એક સાથે પડદા પર કદી જોવા ન મળ્યા.


સૌમ્ય બંધોપાધ્યાયે પોતાના પુસ્તક 'અમિતાભ બચ્ચન' માં લખ્યુ છે કે પહેલા તો રેખા અમિતાભના વિશે વાત કરવા તૈયાર જ નહોતી, પણ જ્યારે બોલવાનું શરૂ કર્યુ ત્યારે તેની આંખોની ચમક અને રોશની જોવા લાયક હતી. તે શર્મીલી અને અંતર્મુખી છોકરી એકદમ જ વાચાળ બની ગઈ. તે એટલા પ્રેમ અને ઉમંગથી અમિતાભ સાથે જોડાયેલી વાતો બતાવી રહી હતી.

આવી જ એક બીજી ઘટના છે. કેટલાક વર્ષો પહેલાં એક કાર્યક્રમ 'શ્રધ્ધાંજલિ' દરમિયાન જ્યારે લતા 'સિલસિલા' ફિલ્મનું 'યે કહાઁ આ ગએ હમ' ગીત ગાઈ રહી હતી અને અમિતાભ ગીતોના સંવાદ બોલી રહ્યાં હતા - 'બૈચેન યે હાલાત ઈધર ભી હૈ ઔર ઉધર ભી, તનહાઈ કી રાત ઈધર ભી હૈ ઔર ઉધર ભી...' - બધા કેમેરાં અચાનક રેખાના ચેહરા પર જઈને સ્થિર થઈ ગયા. તે સમયે તેમની આઁખો પર જે ભાવ હતા, તે જો કોઈ વાંચી શકતા તો જાણી શકતા કે અમિતાભ પ્રત્યે રેખાનો પ્રેમ કેવો રોમાની અને ઉંડો રહ્યો હશે, જેની સ્મૃતિ આજે પણ ઝાંખી નહોતી થઈ.

પર્સનલ જીંદગીનું આકાશ વધુ ને વધુ સંકુચિત થતું ગયુ. અમિતાભે રેખાને નહી સ્વીકારી. રાજ કપૂરે નરગીસને પણ ક્યાં સ્વીકારી હતી. પછી રેખાએ ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે વિવાહ કર્યો, પણ બહુ જલદી જ મુકેશની આત્મહત્યાને કારણે રેખાની જીંદગીમાં ઢગલાબંધ વિવાદો ઉભા થઈ ગયા. તેનું એકલતા જેવીની તેવી જ રહી.

રેખા સતત ફિલ્મોમાં કામ કરતી રહી, જીંદગીમાં પચાસથી વધુ વસંત જોઈ ચુકેલી રેખા 13 વર્ષની ઉમંરથી જ ફિલ્મોમાં જોડાયેલી છે, અને હવે તો તેને લીજેંડની ઉપમાં આપવામાં આવી છે. તેમના સૌદર્ય અને સદાબહાર રૂપને કારણે તેમની તુલના મૈડોના સાથે કરવામાં આવે છે. તેમણે ઢગલાબંધ ફિલ્મોમાં કામ કર્યુ છે.

' ઉમરાવ જાન' માં રેખાનું સૌદર્ય અને અભિનય અતિ ઉત્તમ છે, પણ જેણી ઈચ્છા કરી હતી, એ તો ત્યાં પણ નહી મળ્યો. જીંદગી તો તેણે જરૂર જોઈ અને જીવી પણ ત્યાં પણ તેણે કોઈ પોતાનું કહી શકાય એવુ આજ સુધી તેને નથી મળ્યું. તે એક એવા પ્રદેશમાં કશુ શોધી રહી હતી જ્યાં ચારે બાજુ ધૂળ સિવાય કશું જ નહોતું.

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments