Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજેશ ખન્નાના ફોટા સાથે લગ્ન કરવા તૈયાર હતી છોકરીઓ

Webdunia
બુધવાર, 18 જુલાઈ 2012 (17:25 IST)
P.R
પહેલા સુપરસ્ટાર, રાજેશ ખન્ના એટલે કે કાકા તેમના સમયના ચાર્મર હતાં. યુવતીઓ તેમની એક એક અદા પર ઘાયલ થઈ જતી હતી. માતા-પિતા પોતાના ઘરે જન્મતા પુત્રનું નામ રાજેશ રાખવા લાગ્યા હતાં.

આજકાલ જ્યારે હિરો એક સુપરહિટ ફિલ્મ આપતા જ સુપરસ્ટારનો ખિતાબ મેળવી લે છે ત્યારે રાજેશ ખન્નાએ 1969-1971 દરમિયાન એક પછી એક એમ સતત 15 સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમના અનેક ગીતો, અનેક સંવાદો, અનેક ફિલ્મો આજે પણ યાદગાર છે.

રાજેશ ખન્નાને ચાર્મ વિશે વાત કરતા શર્મિલા ટાગોરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, "કાકાને જોવા માટે યુવતીઓ બહાર દોડીને આવતી હતી. તેઓ સ્ટુડિયોની બહાર લાઈન લગાડીને કાકાની એક ઝલક જોવા માટે ઊભી રહેતી હતી. તેઓ કાકાના ફોટો સાથે લગ્ન કરતી હતી અને તેમના બધા જ કપડા ખેંચતી હતી. દિલ્હીની યુવતીઓ મુંબઈની યુવતીઓ કરતા વધારે દિવાની હતી. જ્યારે તેઓ (કાકા) જાહેરમાં નીકળતા ત્યારે તેમને પોલિસ પ્રોટેક્શનની જરૂર પડતી હતી. મેં આ પહેલા કે પછી ક્યારેય આવું નથી જોયું."

જ્યારે પણ તેઓ જાહેરમાં નીકળતા ત્યારે તેમની કારને ભીડ ઘેરી વળતી હતી. તેમની કાર પણ યુવતીઓ કિસ કરતી અને આખી કાર પર લિપસ્ટિકના નિશાન પડી જતાં. ચાહકો રસ્તાની બન્ને બાજુ ઊભા રહીને તેમના નામની બૂમો પાડતાં. યુવતીઓ તેમને પોતાના લોહીમાં લખેલા પ્રેમ પત્રો મોકલતી હતી. તેમના બંગલાની બહાર પ્રોડ્યુસર્સ અને ચાહકોની ગાડીઓની લાઈન લાગેલી રહેતી, દરરોજ.

પડોશી અને કો-સ્ટાર કાકા સાથે 8 સુપરહિટ ફિલ્મો કરી ચૂકનાર મુમતાઝે જણાવ્યુ હતું કે, "તેમના ચાહકોને જોઈને હું ઘણી વાર તેમના વાળ ખેંચતી અને તેમને ચીઢાવતી હતી. જ્યારે મદ્રાસની એક હોટલમાં રાજેશ ખન્ના પ્રવેશ કરતા ત્યારે અડધી રાત્રે 600 યુવતીઓ તેમને જોવા માટે રાહ જોઈ રહી હતી. પરિણામે, મને પણ થોડું મહત્વ મળી જતુ હતું કારણ કે લોકો મારો પણ ઓટોગ્રાફ લેતા હતાં. તેઓ પોતાની સાથે સંકળાયેલા લોકો માટે ઘણા ઉદાર હતાં અને તેઓ ઘણી પાર્ટી કરતા હતાં."

માત્ર અભિનેત્રીઓ જ નહીં તેમના પછી આવેલા અભિનેતાઓએ પણ તેમના ચાર્મને સ્વીકાર્યો છે. મધુર ભંડારકરે કહ્યુ હતું કે તેઓ કાર્ટર રોડ પર દિવસમાં 3-4 વાર ચક્કર મારતા હતાં જેથી કાકાની એક ઝલક જોવા મળી જાય. ઈમરાન ખાન આજે પણ રાજેશ ખન્નાને જ સૌથી વધુ રોમેન્ટિક હિરો ગણે છે. અત્યારે રોમાન્સનો કિંગ ગણાતા શાહરૂખ ખાને પણ કહ્યુ હતું કે, "રાજેશ ખન્ના, તમે સ્પર્શી જ ન શકો."

એક્ટર ઈરફાન ખાને કહ્યુ હતું કે, "રાજેશ ખન્ના માટે જે ક્રેઝ ચાહકોમાં હતો તે આજ સુધી કોઈના માટે જોવા નથી મળ્યો. તેઓ બોલિવૂડના સૌથી મોટા અને સૌથી વાસ્તવિક સ્ટાર હતાં."

રોમાન્સના રાજા રાજેશ ખન્નાની રિલ લાઈફ તો ઘણી રોમાન્ટિક રહી હતી. મુમતાઝ, શર્મિલાથી માંડીને હેમા માલિની સાથે તેમણે પડદાં પર રોમાન્સ કર્યો હતો પણ અંગત જીવનમાં તેમની લવલાઈફમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતાં. 1960ના અંત અને 1970ના સમયમાં તેઓ અંજુ મહેન્દ્રુના પ્રેમમાં પડ્યા હતાં. તેમના સંબંધો 7 વર્ષ સુધી ટક્યા હતાં. જો કે બ્રેકઅપ બાદ તેઓ એકબીજા સાથે 17 વર્ષ સુધી નહોતા બોલ્યા. ત્યાર પછી કાકાએ 1973માં ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કર્યા બાદ માત્ર 11 વર્ષમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા હતાં. તેમની વ્યસ્તતાને કારણે તેઓ ડિમ્પલને વધારે સમય નહોતા આપી શકતા અને આ કારણે એકલી પડેલી ડિમ્પલે પોતાની એક્ટિંગ કરિયરને ગંભીરતાથી લેવાનો નિર્ણય કરી લીધો હતો. અલબત્ત, તેમણે છૂટાછેડાની કાર્યવાહી પૂરી નહોતી કરી. 80ના દાયકામાં તેઓ ટીના મુનીમના પ્રેમમાં પડ્યા હતાં. જ્યા સુધી ટીનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડાવનો નિર્ણય નહોતો લીધો ત્યા સુધી બન્ને સાથે જ હતાં.

ડિમ્પલ સાથેના લગ્નજીવન દરમિયાન તેમની બે દીકરીઓ પણ થઈ હતી- ટ્વિંકલ અને રિન્કી તેમની માતા ડિમ્પલ સાથે જ રહીને મોટી થઈ છે. અલબત્ત, તેમના છેલ્લા દિવસોમાં તેમનાથી છૂટી પડેલી પત્ની ડિમ્પલ, પુત્રી ટ્વિંકલનો એક્ટર પતિ અક્ષય કુમાર સતત તેની પડઘે ઊભા હતાં.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments