બોલીવુડની જાણીતી અભિનેત્રી નેહા ધૂપિયાનુ કહેવુ છે કે તે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ક્લીન શેવમાં જોવા માંગે છે.
નેહા ધૂપિયાએ એક શેવિંગ નિર્માતા કંપનીના પ્રમોશન દરમિયાન એક પશ્નના જવાબમાં કહ્યુ કે રાહુલ ઘણીવાર સાધારણ દાઢી કે વધેલી દાઢીમાં જોવા મળે છે. પણ હુ તેમને ક્લીન શેવમાં જોવા પસંદ કરીશ. ક્લીન શેવમાં રાહુલ વધુ સુંદર દેખાશે. રાહુલ હાલ યુવા છે તો તેઓ ક્લીન શેવમાં રહી શકે છે.
એક પ્રશ્નના જવાબમાં નેહા ધૂપિયાએ કહ્યુ, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વધેલી દાઢીવાળુ લુક હવે સામાન્ય થઈ ગયુ છે. નેહા ધૂપિયાએ ક્લીન શેવ રાખનારા સચિન તેંદુલકર, આમિર ખાનની પ્રશંસા કરી.