Webdunia - Bharat's app for daily news and videos

Install App

KGF એક્ટર યશના બર્થડે સેલિબ્રેશનની તૈયારીમાં થઈ મોટી દુર્ઘટના, ત્રણ યુવકોના થયા મોત

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2024 (14:37 IST)
- કન્નડ સુપરસ્ટાર યશ 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે
- અભિનેતા યશના બર્થડે સેલિબ્રેશનમાં 3 ફેંસના મોત 
-  કટ આઉટ ઇલેક્ટ્રિક વાયરને અડી જતાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત 
 
કન્નડ સુપરસ્ટાર યશને આજે કોઈ પરિચયની જરૂર નથી.  અભિનેતાએ છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ દેશભરના ફેંસના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. દેશભરમાં તેની ફેન ફોલોઈંગ પણ ઘણી મોટી છે. KGF અભિનેતા આજે તેનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને હંમેશની જેમ આ વર્ષે પણ તેમના ફેંસ જન્મદિવસની ઉજવણી માટે ખૂબ જ ઉત્સાહિત છે. દરમિયાન, અભિનેતા યશના ચાહકો વિશે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, અહેવાલ છે કે અભિનેતાના ત્રણ ફેંસ તેમના જન્મદિવસની તૈયારી દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
 
અભિનેતા યશના બર્થડે સેલિબ્રેશનમાં 3 ફેંસના મોત 
 
સુપરસ્ટાર યશના બર્થડે સેલિબ્રેશનની તૈયારીમાં તેમના ફેંસ એક દિવસ પહેલા જ લાગી જાય છે.  બીજી બાજુ અભિનેતા યશના બર્થડેના ખાસ અવસર પર એક દુખદ ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે  KGF ફેમ યશનુ કટ આઉટ લગાવતી વખતે કરંટ લાગવાથી ત્રણ યુવકોના મોત થઈ ગયા. આ પણ જાણવા મળ્યુ છે કે ઘતનાને કારણે અન્ય ત્રણ લોકો ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયા છે.   મળતી માહિતી મુજબ, કટ આઉટ ઇલેક્ટ્રિક વાયરને અડી જતાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
 
KGF એક્ટર યશના જન્મદિવસે ક્યાં થયો અકસ્માત?
KGF ફેમ અભિનેતા યશના જન્મદિવસ વિશે ઉત્સાહિત ફેંસ કટ આઉટ લગાવતી વખતે ઇલેક્ટ્રિક કરંટને કારણે મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત ગડગ જિલ્લાના લક્ષ્મેશ્વર તાલુકાના સુરંગી ગામમાં મધરાતે થયો હતો. આ ઘટનામાં હનમંતા હરિજન (21), મુરલી નાદવિનમણી (20), નવીન ગાઝી (19)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે લક્ષ્મેશ્વર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 
એક્ટર યશનો વર્કફ્રંટ 
યશ છેલ્લે સુપરહિટ ફિલ્મ KGF 2માં જોવા મળ્યા હતા. ચેપ્ટર 2 રિલીઝ થઈ ત્યારથી જ તેમના ફેંસ ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના બંને ભાગ સમગ્ર ભારતમાં બ્લોકબસ્ટર સાબિત થયા હતા. આ પછી યશે હજુ તેની આગામી ફિલ્મની જાહેરાત કરી નથી, પરંતુ અફવા છે કે તે ફિલ્મ નિર્માતા નીતિશ તિવારીની 'રામાયણ'માં રાવણની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Chicken curry - સ્વાદિષ્ટ ચિકન કરી બનાવવાની સરળ રીત, સ્વાદ એવો છે કે તમે તેને ખાવા લલચાશો.

Rum Cake Recipe - રમ કેક રેસીપી

National Mathematics Day 2024 : ગણિત દિવસ 22 ડિસેમ્બરે કેમ ઉજવવામાં આવે છે?

Dehydration Symptoms - શું તમે પણ શિયાળામાં પાણી ઓછું પીવો છો ? આ 5 લક્ષણ બતાવી દેશે શરીરમાં થઈ રહી છે પાણીની કમી

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

આગળનો લેખ
Show comments