Webdunia - Bharat's app for daily news and videos

Install App

500 રૂપિયામાં પતિએ વેચી, ડૉનને રાખડી બાંધી, જાણો કોણ છે ગંગુબાઈ કાઠિયાવાડી જેના પર સંજય ભણસાલીએ ફિલ્મ બનાવી

Webdunia
ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (11:27 IST)
બોલીવુડમાં સંજય લીલા ભણસાલી હંમેશાથી જ પોતાના ફિલ્મના સબ્જેક્ટને લઈને ચર્ચામાં રહે છે. તેમની ફિલ્મોમાં હંમેશાથી જ દર્શકોને ભવ્ય સેટ અને સુંદર સ્ટોરી જોવા મળે છે. આ વખતે સંજય લીલા ભંસાલી એક વધુ નવી સ્ટોરી ગંગુબાઈ કાઠિયાવાડી લઈને આવી રહી છે. આ ફિલ્મમાં ગંગુબાઈની ભૂમિકામાં અભિનેત્રી આલિયા ભટ્ટ જોવા મળવાની છે. આલિયાએ પોતાના ટ્વિટર હેંડલ મારફતે ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયવાડી'નું પોસ્ટર શૅર કરવાની સાથે વાઇરલ થઈ ગયું હતું. ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મનુ પ્રથમ મોશન પોસ્ટર મંગળવારે રજુ થઈ ગયુ. તે આજે એટલે કે બુધવારે ગંગુબાઈ કાઠિયાવડી સાથે આલિયના લુકની પ્રથમ તસ્વીર સામે આવી છે. શુ તમે જાણો છો કે ગંગુબાઈ કાઠિયાવાડી છેવટે છે કોણ જેના પર ભંસાલી ફિલ્મ બનાવી રહ્યા છે. જો તમે નથી જાણતા તો અમે તમને તેમના વિશે બતાવી રહ્યા છીએ. 
 
 
કોણ હતાં ગંગૂબાઈ?
 
લેખક એસ હુસૈન જૈદીના પુસ્તક માફિયા ક્વીંસ ઓફ મુંબઈ ના મુજબ ગંગુબાઈ કાઠિયાવાડી ગુજરાતમાં રહેનારા હતા અને તેમુ અસલે એનામ ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી હતુ. દરેક કોઈની જેમ ગંગુબાઈ પણ બાળપણથી જ સપના જોતી હતી. તે મોટા થઈને એક સફળ અભિનેત્રી બનવા માંગતી હતી. આ દરમિયાન ગંગુબાઈની મુલાકાત તેમના પિતાના એકાઉટંટ સાથે થઈ અને તેને પ્રેમ થઈ ગયો. એ સમયે તેની વય માત્ર 16 વર્ષની હતી.  પ્રેમમાં પાગલ ગંગુબાઈએ તેમની સાથે લગ્ન કરી લીધા અને ભાગીને મુંબઈ આવી ગઈ. પણ અહી તેની સાથે જે થવાનુ હતુ તેના વિશે ગંગુબાઈએ સપનામાં પણ ક્યારેય વિચાર્યુ નહોતુ.   ગંગુબાઈએ જે વ્યક્તિને પ્રેમ કર્યો જેને માટે પોતાનો ઘર પરિવાર છોડ્યુ તેણે જ તેને દગો આપ્યો. ગંગુબાઈના પતિએ તેને પૈસા માટે માત્ર પાંચસો રૂપિયામાં વેશ્યાલયમાં  વેચી દીધી. 
 
ત્યાર બાદ પોતાના પરિવારની લાજ રાખવાના હેતુથી તેઓ ક્યારેય પાછાં 'કાઠિયાવાડ' ન જઈ શક્યાં. તેમજ વેશ્યાલયના જીવનને જ અપનાવી લેવાનું નક્કી કર્યું. પુસ્તકમાં ઉલ્લેખ કરાયેલા એક પ્રસંગ અનુસાર એક વખત ગંગૂબાઈ મુંબઈના કુખ્યાત ડૉન કરિમ લાલા પાસે તેમના માણસની ફરિયાદ લઈને ગયાં હતાં. ગંગૂબાઈનો આરોપ હતો કે કરિમ લાલાની ગૅંગના એક સભ્ય શૌકત ખાને બે વખત ગંગૂબાઈ સાથે સંબંધ બાંધ્યા, પણ પૈસા ચૂકવ્યા ન હતા.
 
ગંગૂબાઈના નીડર અંદાજથી કરિમ લાલા ઘણા પ્રભાવિત થઈ ગયા હતા. પુસ્તક પ્રમાણે આ પ્રસંગ દરમિયાન કરિમ લાલાના ઘરેથી નીકળતા પહેલાં ગંગૂબાઈએ કરિમ લાલાને રાખડી પણ બાંધી હતી.
આ ઘટના બાદ કહેવાય છે કે તેમને કરિમ લાલાનું સંરક્ષણ પ્રાપ્ત થયું અને ધીરે-ધીરે તેઓ કમાઠીપુરાનાં અનેક વેશ્યાલયોનાં માલકણ બની ગયાં.
 
દેવી તરીકે પુજાય છે ગંગૂબાઈ
 
ધ હિન્દુ બિઝનેસ લાઇન ડૉટ કોમના અહેવાલ અનુસાર કમને કરવા પડતા વેશ્યા તરીકેના વ્યવસાય અને યુવાનીમાં પડેલી મુશ્કેલીઓને કારણે ગંગૂબાઈના મનમાં બળજબરીથી આ વ્યવસાયમાં ધકેલાયેલી મહિલાઓ પ્રત્યે હંમેશાં સહાનુભૂતિ રહી. અહેવાલ અનુસાર કમાઠીપુરામાં ગંગૂબાઈની દેવી તરીકે પૂજવામાં આવતાં. રિપબ્લિક વર્લ્ડ ડૉટ કોમના અહેવાલ અનુસાર 60ના દાયકામાં ગંગૂબાઈની ગણતરી એ સમયના મોટા વેશ્યાલયના માલિકોમાં થતી. એ સમયનાં અંડરવર્લ્ડનાં કેટલાંક જાણીતાં નામો તેમના ગ્રાહકો હતા. એ સમયે તેમને અંડરવર્લ્ડ ડૉનના ગાર્ડિયન માનવામાં આવતાં હતાં. તેઓ મુસીબતના સમયમાં અંડરવર્લ્ડના લોકોને માર્ગદર્શન અને સહારો આપવા માટે જાણીતાં હતાં.
 
ખૂબ ઓછા સમયમાં તેઓ 'મૅડમ ઑફ કમાઠીપુરા'ના નામથી જાણીતાં બની ગયાં હતાં. કહેવાય છે કે તેઓ વેશ્યાવૃતિ કરતી મહિલાઓના પ્રતિનિધિ તરીકે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુને પણ મળ્યાં હતાં.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Here she is, Gangubai Kathiawadi

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments