Dharma Sangrah

HBD Rupali Ganguli - ગોવિંદા-મિથુન ચક્રવર્તી સાથે મોટા પડદા પર કર્યો રોમાંસ, આજે છે ટીવીની TRP ક્વીન

Webdunia
શુક્રવાર, 5 એપ્રિલ 2024 (07:05 IST)
ટીવી ઈન્ડસ્ટ્રી નો એક શો છેલ્લા કેટલાક સમયથી  દરેક ઘરમાં જોવાઈ રહ્યો છે. આ શોનું નામ 'અનુપમા', અને આ શોમાં લીડ કેરેક્ટર રૂપાલી ગાંગુલી ભજવી રહી છે, જે સામાન્ય રીતે શોમાં પરંપરાગત સ્ટાઈલમાં સાડી પહેરીને જોવા મળે છે.  રૂપાલીની ખૂબ ફેન ફોલોઈંગ છે અને લોકો તેના પર ઘણો પ્રેમ વરસાવે છે. તમારી ફેવરેટ અભિનેત્રી આજે 47 વર્ષની થઈ ગઈ છે અને તેનો જન્મદિવસ ઉજવી રહી છે. રૂપાલી ગાંગુલી ટીવી પર ભલે એક સામાન્ય ભારતીય મહિલાની ભૂમિકા ભજવતી હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં અભિનેત્રી એકદમ બબલી અને ગ્લેમરસ છે. ટીવીની ક્વીન કહેવાતી રૂપાલી ગાંગુલીએ નાના પડદા પર આવતા પહેલા જ બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. તે અનેક સુપરહિટ હીરોની લીડ હિરોઈન તરીકે જોવા મળી છે. આજે અમે તમને તેના વિશે વિગતવાર જણાવીશું-
 
ગોવિંદા સાથે જોવા મળી હતી  કેમેસ્ટ્રી
અનુપમાએ પોતાની કરિયરની શરૂઆત એવી ફિલ્મોથી કરી હતી જેમાં તે 'હીરો નંબર 1' ગોવિંદા અને 'ડિસ્કો ડાન્સર' મિથુન ચક્રવર્તી સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. રૂપાલીએ ગોવિંદા અને મિથુન ચક્રવર્તી સાથે પણ ફિલ્મોમાં રોમાન્સ કર્યો હતો. રૂપાલી 1997માં રિલીઝ થયેલી ગોવિંદાની ફિલ્મ 'દો આંખે બારહ હાથ'ની હિરોઈન હતી. આ ફિલ્મમાં તે અભિનેતા સાથે 'ફુરસાત મિલે તો...' ગીત પર હોટ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી હતી. તેની સ્ટાઈલ જોઈને તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરો. તેનો વીડિયો સતત વાયરલ થતો રહે છે.
 
આ ફિલ્મમાં મિથુન સાથે કર્યું હતું કામ 
ગોવિંદા સાથે ફિલ્મમાં દેખાયા પહેલા અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ 1996માં આવેલી ફિલ્મ 'અંગારા'માં પીઢ બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે કામ કર્યું હતું. તે સમયે રૂપાલી ગાંગુલી માત્ર 19 વર્ષની હતી જ્યારે મિથુન ચક્રવર્તી 45 વર્ષનો હતો. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી અદ્ભુત હતી. ઉલ્લેખનિય છે કે રૂપાલી ગાંગુલીના પિતા અનિલ ગાંગુલી જાણીતા નિર્દેશક હતા. તેમણે ઘણી નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મો બનાવી. મિથુન ચક્રવર્તીને પહેલીવાર લોન્ચ કરનાર પણ તે જ હતા.
 
આ ટીવી શોમાં કર્યું કામ 
તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ 2000માં ટીવી સીરિયલ 'સુકન્યા'થી ટીવી પર પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી લો વર્ષ 2003માં ટીવી શો 'સંજીવની'માં જોવા મળી હતી. તેણે 'સંજીવની'માં ડૉ.સિમરન ચોપરાની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તે બધાને હસાવવા માટે સિરિયલ 'સારાભાઈ vs સારાભાઈ'માં મોનિષા બની. જે તેનું સૌથી વધુ પસંદગી પામનારું પાત્ર પણ છે. અભિનેત્રી 'બિગ બોસ'નો ભાગ પણ રહી ચૂકી છે. એક પુત્ર થયા બાદ અભિનેત્રીએ લાંબો બ્રેક લીધો હતો, પરંતુ તે પછી તેણે 'અનુપમા'થી પુનરાગમન કર્યું અને ફરી એક વખત તેના કરિયરને પાંખ મળી ગઈ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

આગળનો લેખ
Show comments