Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિલ્મોની વ્હાલી 'મા' Reema Lagoo નુ હાર્ટ અટેકથી નિધન

Webdunia
ગુરુવાર, 18 મે 2017 (10:08 IST)
બોલીવુડ અને ટીવીની જાણીતી મા અને સાસુ બનનારી એક્ટ્રેસ રીમા લાગૂને ગઈકાલે રાત્રે હાર્ટ એટેક આવતા તેનુ નિધન થઈ ગયુ છે. માહિતી મુજબ તેણે રાત્રે 3 વાગીને 15 મિનિટ પર અંતિમ શ્વાસ લીધા. રીમા લાગૂની તબિયત ખરાબ ચાલી રહી હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  તે 59 વર્ષની હતી. રાજશ્રી પ્રોડક્શનની અનેક ફિલ્મોમાં સલમાન ખાનની માતાના રૂપમાં રીમા લાગૂ જોવા મળી ચુકી છે. 
 
આ ઉપરાંત તેમને ટીવી પર સુપરહિટ સીરિયલ શ્રીમાન શ્રીમતી અને તૂ તૂ મૈ મૈ ના પાત્રો માટે ઓળખવામાં આવે છે. રીમા લાગૂ હિન્દી ઉપરાંત મરાઠી ફિલ્મોનો પણ ભાગ રહી ચુકી હતી.  વર્તમાન દિવસોમાં ટીવી સીરિયલ નામકરણમાં જોવા મળી રહી હતી. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવશે.  રીમા લાગૂ પોતાની પુત્રી મૃણમયી સાથે રહેતી હતી. જે ખુદ પણ એક એક્ટ્રેસ છે. રીમા લાગૂના નિધનની માહિતી રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજે અને ફિલ્મમેકર કુણાલ કોહલીએ આપી છે. 
 
રીમા લાગૂનો જન્મ 1958માં થયો હતો.  રીમા લાગૂ જાણીતી મરાઠી એક્ટ્રેસ મંદાકિની ભાદભાડેની પુત્રી છે અને તેમને પોતે પણ પુણેના એક્ટિંગ શાળામાંથી એક્ટિંગ સીખી હતી. થિયેટરમાંથી પોતાની એક્ટિંગની શરૂઆત કરનારી રીમાએ હિન્દીની અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ. 
 
ઉલ્લેખનીય છે કે રીમા લાગૂ અનેક ફિલ્મોમાં સલમાન ખાનની મા નુ પાત્ર ભજવી ચુકી છે. ફિલ્મ મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન અને હમ સાથ સાથ હૈ. તેમની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. આ ઉપરાંત તેમને ફિલ્મ અશિકી, સાજન, વાસ્તવ, કુછ કુછ હોતા હૈ  જેવી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.  જ્યા તેમના અભિનયને ખૂબ પસંદ કરવામં આવ્યો. ટીવી સીરિયલ તૂ તૂ મૈ મૈ માં સાસુ-વહુની મજાકિયા લડાઈ કદાચ જ કોઈ ભૂલી શક્યુ હોય જેમા રીમાએ સાસુનું પાત્ર ભજવ્યુ હતુ. 
 

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પ્રેશર કુકરમાં બટર ચિકન બનાવતા આ ટીપ્સ નથી જાણતા હશો તમે

Exam Preparation Tips - વારંવાર વાંચીને ભૂલી જાવ છો? આ ટિપ્સ સાથે આ રીતે અભ્યાસ કરો, તમને બોર્ડની પરીક્ષામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

અકબર બીરબલની વાર્તા- ત્રણ સવાલ

Microwave Using Hacks: લોટ નરમ કરવાથી લઈન લસણ ફોલવામાં મદદ કરશે માઈક્રોવેવ

Gajar Halwa Tips-ગાજરનો હલવો બનાવતી વખતે ફોલો કરો આ ટ્રિક્સ, તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે

આગળનો લેખ
Show comments