Festival Posters

પ્રિયંકા-નિકના લગ્ન - જૂતા સંતાડવાના રિવાજમાં પરિણીતિએ માંગ્યા 3.5 કરોડ રૂપિયા..મળ્યા કેટલા તેનો ખુલાસો નહી

Webdunia
સોમવાર, 3 ડિસેમ્બર 2018 (12:17 IST)
અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનસની અહીના ઉમ્મેદ ભવન પેલેસની બારાદરીમાં રવિવારે મોડી રાત્રે હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન થયા. પેલેસના પ્લાઝા એરિયામાં મંડપ બનાવ્યો હતો. જ્યા બેંગલુરૂથી આવેલ પંડિત ચંદ્રશેખર શર્માની આગેવાનીમાં 11 પંડિતોએ લગ્નના મંત્ર બોલ્યા. આ દરમિયાન જૂતા સંતાડવાનો રિવાજ પણ થયો. સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજ મુજબ પ્રિયંકાની કઝિન પરિણિતીએ નિક પાસે જૂતા સંતાડવાના રિવાજ બદલ લગભગ 3.5 કરોડ (5 લાખ ડોલર) માંગ્યા હતા. નિકે કેટલી નેગ આપી તેની હજુ સુધી જાણ થઈ નથી. 
આ પહેલા સાંજે ઉમ્મેદ ભવન પેલેસના સ્ટાફ ગેટ પાસે બનેલ ગાર્ડન એરિયા પરથી નિકનો વરઘોડો રવાના થયો. શેરવાની અને ચૂડીદાર પાયજામામાં સજેલ નિકે સાફો પહેરી રાખ્યો હતો અને કમર પર તલવાર પણ બાંધી. દેશી-વિદેશી જાનૈયાઓએ નાચતા ગાતા પેલેસમાં જ એક ચક્કર લગાવ્યો. બધા મહેમાન ટ્રેડિશનલ કાસ્ટ્યૂમમાં હતા. વધુ પક્ષની તરફથી મધુ ચોપડાએ જાનૈયાઓનુ સ્વાગત કર્યુ હતુ. 
 
નિકે કુવૈત અને દુબઈથી પણ બોલાવ્યા શેફ  - પેલેસમાં મહેમાનોને ફૂડ સર્વ કરવા માટે તાજના 50થી વધુ શેફ આવ્યા હતા. આ સાથે જ નિકે કુવૈત અને દુબઈથી પોતાના પર્સનલ શેફ પણ બોલાવ્યા. લગ્નમાં મેકઅપ માટે 15 બ્યુટી એક્સપર્ટની ટીમ બોલાવવામાં આવી. 
 
લગ્નમાં દૂર રહેલ શાહરૂખ ખાન,  એઆર રહેમાન : લગ્નમાં બોલીવુડના કોઈ મોટો ચેહરો ન જોયો. જ્યારે કે શાહરૂખ ખાન,  એઆર રહેમાન ઉપરાંત હૉલીવુડ સ્ટાર અને ડબલ્યૂ ડબલ્યૂએ ના રેસલર ધ રૉક (ઈવેન જૉનસન) અને સિંગર રિહાના નામથી તો ઉમ્મેદ ભવન પેલેસમાં રૂમ પણ બુક હતો. પણ આવ્યુ કોઈ નહી. પહેલા 100 મહેમાનોના નામ હતા પણ લગ્નના થોડા દિવસ પહેલા આ લિસ્ટ 250 સુધી પહોંચી ગયુ હતુ. આ હિસાબથી ઉમ્મેદ ભવનમાં 64 અને અજીત ભવનમાં 65 રૂમ બુક હતા. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને સોનૂ નિગમ પણ આવવાના હતા. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

આગળનો લેખ
Show comments