Webdunia - Bharat's app for daily news and videos

Install App

નીલ નિતિન મુકેશને અમેરિકન ટીવી સીરીસ 'ગેમ ઑફ થ્રોન્સ' ની ઓફર મળી

Webdunia
બુધવાર, 4 નવેમ્બર 2015 (16:39 IST)
બોલીવુડ એક્ટર નીલ નિતિન મુકેશ પહેલા જ પ્રેમ રતન ધન પાયોમાં સલમાન સાથે કામ કરવાને લઈને ચર્ચામા6 હતા કે  હવે તેમના ભાગ્યએ એક નવો વળાંક લીધો છે અને તેમને હોલીવુડ પ્રોજેક્ટ મળી ગયો. જી હા નીલ નિતિન મુકેશને જાણીતી અમેરિકન સીરીસ ગેમ ઓફ થ્રોંસમાં કામ કરવાની ઓફર મળી છે. 
 
એક ઈંટરવ્યુમાં નીલ નિતિન મુકેશે આ અંગે ચોખવટ કરી છે. નીલે આ છાપામાં આપેલ ઈંટરવ્યુમાં નીલે ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં તેમના પર ફિલ્માવેલ રૉયલ પાત્ર માટે આભાર માન્યો.  આ પાત્રમાં તેમણે અનેક એક્શન અને ફાઈટિંગ સીન્સ કર્યા છે જેને ડાયરેક્ટ કર્યા છે જાણીતા ફિલ્મ એક્શન ડાયરેક્ટર ગ્રેગ પૉવેલે.  
 
ગ્રેગ પૉવેલ અનેક સુપરહિટ હૉલીવુડ ફિલ્મો જેવી કે Avengers: Age of Ultron, Fast and Furious 6 અને Harry Potter series જેવી ફિલ્મો માટે કામ કરી ચુક્યા છે અને તેઓ હાલ ગેમ્સ ઑફ થ્રોન્સ માટે પણ સ્ટંટ ડાયરેક્ટરના રૂપમાં કામ કરી રહ્યા છે. નીલે કહ્યુ, ગ્રેગે પ્રેમ રતન ધન પાયોમાં તલવારબાજીના બે સિક્વેંસને ડાયરેક્ટ કર્યા છે.  જેને માટે મને લગભગ એક મહિના સુધી ટ્રેનિંગ આપવામાં આવી. મે આ માટે ખૂબ મહેનત કરી અને મારી મહેનત જોઈને ફિલ્મના ક્લાઈમૈક્સ શૂટ દરમિયાન તેમણે મને ગેમ ઓફ થ્રોન્સમાં કામ કરવાની ઑફર આપી.  નીલ આ ઓફરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.  તેમણે જણાવ્યુ કે આ અમેરિકન સીરીઝની પ્રોડક્શન ટીમ સાથે આ મહિનાના અંતમાં બાકીની વાતચીત થવાની આશા છે. 
 
જ્યારે નીલને પૂછવામાં આવ્યુ કે ગેમ ઓફ થ્રોન્સ  ન્યૂડિટી અને સેક્સ સીન માટે જાણીતો છે.  તો શુ તે આ માટે તૈયાર છે ? આ પ્રશ્નના જવાબમાં નીલે કહ્યુ, 'હુ જેલ ફિલ્મ માટે ન્યૂડ થઈ ચુક્યો છુ. તો આ માટે કેમ નથી થઈ શકતો. જો મારા પાત્રમાં આ પ્રકારના દ્રશ્યની ડિમાંડ હશે તો મને કોઈ આપત્તિ નથી.' 
 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?